- Astro and Religion
- ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
તારીખ -16-10-2025
વાર- ગુરુવાર
મેષ -ધંધામાં પ્રગતિ સાથે આજે તણાવ પણ રહેશે, ખર્ચનું પ્રમાણ વધશે, પરિવારમાં વધારે ધ્યાન આપો.
વૃષભ - તમારા કામમાં આજે તમે સાહસથી આગળ વધો, નવા કામ પણ શોધી શકશો, ભાઈ બહેનથી મદદ મળે.
મિથુન - આજે તમને રોકાયેલા નાણા પાછા મળે, આકસ્મિક લાભથી આનંદ મળે, ભક્તિમાં વધારો થાય.
કર્ક - મગજ ઉપર ભાર રહ્યા કરશે, ભાગીદારીના કામમાં પ્રગતિ જણાય, નવા લોકો સાથે ઓળખાણ વધે.
સિંહ - રોગ શત્રુઓમાં રાહત મળશે, મોસાળ તરફથી સારા સમાચાર પ્રાપ્ત થાય, આવક સાથે આજે ખર્ચ પણ વધે.
કન્યા - આજે તમે ધારેલો લાભ મેળવી શકશો, સંતાનો તરફથી સાહનુકુળતા રહે, જુના મિત્રોથી મળી શકો.
તુલા - ઘર પરિવારમાં આનંદ રહે, ઘર માટે નવી વસ્તુઓ ખરીદી શકો, આજે દેવસ્થાનની મુલાકાત અવશ્ય લો.
વૃશ્વિક - ભાઈ બહેન આડોશ પડોશમાં આનંદ રહે, ભાગ્યનો સાથ મળતા અટકેલા કામો પૂર્ણ થાય, આજે ગણેશજીની ભક્તિ કરો.
ધન - તમે આજે તમારી વાણીના પ્રભાવથી કામને સરળ બનાવી શકો, બહારના ભોજનનો આનંદ માણી શકશો, ધાર્મિકતામાં વધારો થાય.
મકર - તમારી પ્રતિભા લોકોમાં બહાર આવે, આજે ધનમાં વૃદ્ધિ થાય, કોઈને સલાહ આપતા પહેલા વિચારજો.
કુંભ - સંબંધોમાં ખટાશ દૂર કરી શકશો, સામે વાળાની લાગણીને સમજો, આજે ધંધા નોકરીમાં વધારે ધ્યાન આપો.
મીન - તમારી બચતમાં વધારો થાય, શરદી ખાંસી જેવા રોગોમાં સાચવવું, આજે મોસાળ પક્ષથી સંપર્ક બનાવવો.
દિવ્યાંગ ભટ્ટ. +91 93285 92699

