- Astro and Religion
- ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
તારીખ: 19-07-2025
વાર: શનિવાર
મેષ - માનસિક પરિતાપ અને તણાવને દૂર કરી કામમાં અને પરિવારમાં વ્યસ્ત રહો, આર્થિક બાબતો પર ધ્યાન આપી દેવામાંથી મુક્ત થાવ.
વૃષભ - બિનજરૂરી ખર્ચ ટાળો કોના ઉપર લાગણી રાખવી તે ખાસ વિચારશો કોણ પોતાનું છે અને કોણ પારકું
મિથુન - સંતાનોની બાબત, વિદ્યા અભ્યાસ પાછળ સમય આપશો, નોકરી ધંધામાં વધારે મહેનત માંગતો દિવસ.
કર્ક - ભાઈ બહેનથી લાભ, લીગલ કામોને વ્યવસ્થિત કરવાનો દિવસ.
સિંહ - તમારી વાણી પર સંયમ રાખી ચાલવું ઘર પરિવારનું વાતાવરણ સુધારવા પૂરતા પ્રયાસ કરો.
કન્યા - ધાર્મિક ઉન્નતિ અને પરિવાર પ્રત્યેની લાગણીમાં વધારો થાય, તમારી બચતમાં વધારો થશે.
તુલા - તમારા પ્રત્યે લોકોની અંદર લાગણીઓનો વધારો થતો દેખાશે, હરવા ફરવાનો આનંદ માણી શકશો.
વૃશ્ચિક - વિદ્યા અભ્યાસ માટે ઉત્તમ દિવસ ખોટા વિવાદોથી દૂર રહી નોકરી ધંધામાં ધ્યાન વધારવું.
ધન - સમાજ તરફની લાગણી તમારા લાભમાં વધારો કરશે, આડોશ પડોશથી વિખવાદ ટાળવો હિતાવહ છે.
મકર - માતા સાથેના વિવાદ ટાળવો બોલવામાં ખાસ ધ્યાન રાખવું, આર્થિક સ્થિતિ મજબૂત બનશે.
કુંભ - ભાગ્યને વધારે મજબૂત બનાવવા ધર્મનો સહારો લેવાય, ઘર પરિવારમાં કોઈ પણ નિર્ણય વિચારી ને લેવો.
મીન - આર્થિક સ્થિતિ મજબૂત બનાવી હરવા ફરવા પાછળનો વ્યય ટાળવો, જુની ભૂલો ને સુધારી સંબંધ વધારે મજબૂત કરો, આપનો દિવસ મંગલમય રહે. દિવ્યાંગ ભટ્ટ

