- Astro and Religion
- ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
આજના મુહુર્ત
તારીખ- 21-08-2025
વાર: ગુરુવાર
આજની રાશિ કર્ક
ચોઘડિયા, દિવસ
શુભ 06:20 - 07:56
રોગ 07:56 - 09:31
ઉદ્વેગ 09:31 - 11:06
ચલ 11:06 - 12:42
લાભ 12:42 - 14:17
અમૃત 14:17 - 15:52
કાળ 15:52 - 17:28
શુભ 17:28 - 19:03
ચોઘડિયા, રાત્રિ
અમૃત 19:03 - 20:28
ચલ 20:28 - 21:52
રોગ 21:52 - 23:17
કાળ 23:17 - 24:42
લાભ 24:42 - 26:06
ઉદ્વેગ 26:06 - 27:31
શુભ 27:31 - 28:56
અમૃત 28:56 - 30:21
રાહુ કાળ 14:17 - 15:52
યમ ઘંટા 06:20 - 07:56
અભિજિત 12:16 - 13:07
મેષ - ઘર પરિવારમાં આજે આનંદ રહે સાથે ખર્ચ પણ વધે, આજે મહાદેવજીનું નામ લઈ ઘરેથી નીકળો.
વૃષભ - હરવા ફરવામાં આનંદ રહે, કોઈપણ સાહસ વિચારીને કરવું, ક્ષેત્રપાળ દાદાનું સ્મરણ કરી ઘરેથી નીકળો.
મિથુન - તમારા ધનની સ્થિતિ મજબૂત કરવા પ્રયાસ વધારો, આજે કોઈને વણમાંગી સલાહ આપવી નહીં, ગુરુદેવનું સ્મરણ કરી આજે કામ શરૂ કરો.
કર્ક - માનસિક તણાવથી દૂર રહો, પતિ પત્નીના સંબંધ મજબૂત બને, શિવ પાર્વતીનું ધ્યાન આજે અવશ્ય કરવું.
સિંહ - તમારી બચત ઉપર વધારે ધ્યાન આપવું, પેટમાં દુખાવા જેવી સમસ્યા થઈ શકે છે, આજે બહેન કે દીકરીનું મુખ જોઈ કામ શરૂ કરો.
કન્યા - વિદ્યા અભ્યાસ માટે સારો દિવસ, મહેનતનું ફળ ઓછું મળતા નિરાશા રહે, આજે શિવજીનું ધ્યાન કરી ઘરેથી નીકળવું.
તુલા - કામ કાજમાં મન લાગે નહીં, બગડેલા સંબંધ સુધરે, વડીલોના આશીર્વાદ લઈ દિવસ શરૂ કરો.
વૃશ્ચિક - યાત્રા પ્રવાસમાં તકેદારી રાખવી, ભાગ્યમાં વૃદ્ધિ થતા કામ સફળ થશે, આજે ભગવાન કૃષ્ણનું ધ્યાન અવશ્ય કરજો.
ધન - તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે, ધર્મ કાર્ય આજના દિવસમાં થઈ શકશે, ગાયને ભોજન કરાવો કે ગાયના દર્શન અવશ્ય કરો.
મકર - તમારી લાગણીનો ફાયદો કોઈ ન ઉઠાવે ધ્યાન રાખવું, ભાગીદારીના કામોમાં પ્રગતિ થાય, હનુમાનજીના દર્શન કરો, પીળા કલરની વસ્તુ અર્પણ અવશ્ય કરજો.
કુંભ - તમારી બચતમાં વધારો થાય, શત્રુઓનું વલણ તમારા પ્રત્યે બદલાય, મસ્તક ઉપર તિલક કરી બહાર નીકળો.
મીન - તમારા બગડેલા સંબંધો સુધરે, સંતાનોની ચિંતામાં વધારો થાય, પીપળાના દર્શન આજે અવશ્ય કરવા, આપનો દિવસ મંગલમય રહે, દિવ્યાંગ ભટ્ટ.

