- Astro and Religion
- એક પરિવાર એવું છે જે 54 વર્ષથી ગણેશની સ્થાપના કરે છે, પણ વિસર્જન કરતા નથી
એક પરિવાર એવું છે જે 54 વર્ષથી ગણેશની સ્થાપના કરે છે, પણ વિસર્જન કરતા નથી

દેશભરમાં 19 સપ્ટેમ્બરથી ગણેશ ચતૂર્થીનો તહેવાર ધામધૂમથી શરૂ થયો અને લોકોએ શ્રધ્ધાપૂર્વક ગણેશની સ્થાપના પણ કરી દીધી.લોકો એટલા જ ભાવથી દુંદાળા દેવ ગણેશની ઘરે પણ પધરામણી કરી. કેટલાંક લોકો બે કે ત્રણ દિવસ માટે પણ ઘરે ગણપતિની સ્થાપના કરતા હોય છે, પરંતુ ગુજરાતના એક પરિવારની વાત સાંભળીને તમે ચોંકી જશો. આ પરિવાર છેલ્લાં 54 વર્ષથી ગણેશજીની સ્થાપના તો કરે છે, પરંતુ વિસર્જન કરતા નથી. તેમના ઘરે જ પ્રતિમાઓનું કલેક્શન રાખેલું છે.
ગુજરાતના વલસાડમાં એક પરિવાર એવું છે જેઓ 54 વર્ષથી તેમના ઘરે શ્રીજીની સ્થાપના કરે છે અને વિવિધ વસ્તુઓમાંથી બનાવેલા ગણેશનું પૂજન કરે છે. તેમના ઘરે 200 વર્ષ જૂની શ્રીજીની પ્રતિમા પણ છે.વલસાડના તિથલ રોડ રહેતા નિવૃત શિક્ષિકા ડો. નયનાબેન દેસાઇ 54 વર્ષથી તેમના ઘરે ગણેશજીની સ્થાપના કરે છે.
નયનાબેન દેસાઇ એક નિવૃત શિક્ષિકા છે તેમણે PH.d કરેલું છે. તેઓ ગણેશજીનેપોતાના ઇષ્ટ દેવ માનેછે. છેલ્લા 54 વર્ષથી તેઓ ગણેશજીની પ્રતિમા લાવી સ્થાપના કરે છે પરંતુ તેમનેવિદાય આપતાંનથી. તેઓ મહારાષ્ટ્રના મુંબઈથી લઇને વડોદરા સુધીમાં 108 જેટલી ગણેશપુરાણ કથા પણ કરી ચુક્યા છે. તેમને આજુબાજુના લોકો ગણેશજીના ભક્ત તરીકે ઓળખેછે. તેઓ વલસાડ તીથલ રોડ ઉપર આવેલા સેવાશ્રમ મંદિરની સામે રહે છે. આજે પણ તેમણે મળવા અને તેમના ગણેશજીના દર્શન કરવા માટે અનેક લોકો તેમના ઘરે આવતા રહે છે.
ડોક્ટર નયનાબેન દેસાઈ અત્યાર સુધીમાં ગણેશપુરાણ અને ગણેશજી ઉપર અનેક પુસ્તકો લખી ચુક્યા છે. આજે પણ તેમની ગણેશજી પ્રત્યને આસ્થા વધુનેવધુપ્રબળ બની રહી છે. ત્યારે આ વર્ષેપણ તેમણે પ્રતિમાનું વિસર્જન નહીં કરવાનો નિર્ણય લીધો છે. જીવશે ત્યાં સુધી આ પરંપરા ચાલું રાખીશ એમ નયના બેન કહે છે.
નયનાબેનને પુત્ર પ્રાપ્તિ પછી ગણેશજીની સ્થાપના કરવાનું શરૂ કર્યુ હતું અને ત્યારથી તેમણે એવું નક્કી કરેલું કે શ્રીજીનું વિસર્જન કરવું નથી. જો કે 25 વર્ષ પહેલાંની એક ઘટના યાદ કરતા નયનાબેને કહ્યું કે, શ્રીજીની જેટલી પ્રતિમા ભેગી થઇ હતી તેના વિસર્જન માટે 25 વર્ષ પહેલા વિચાર્યું હતું. તે સમયે મેં ગણેશ યજ્ઞ પણ કરાવ્યો હતો, પરંતુ તે વખતે મારા ઘરમાં ઇલેકટ્રોનિક્સ સાધનો અચાનક ખરાબ થઇ ગયા હતા. એ દિવસે મને ખબર પડી ગઇ કે શ્રીજીને ઘરમાંથી વિદાય લેવી નથી, એટલે હું વિસર્જન કરતી નથી.
Related Posts
Top News
શું ભાજપના દાવથી ફરી એકવાર દેશમાં મંડલ રાજનીતી શરૂ થશે?
ભાવેશ રોજિયા: ગુજરાત પોલીસનું ગૌરવ, ગુનેગારો માટે સંકટ
દ.ગુ.ના બિલિમોરાના એક છોકરાએ ડોમેઇન ચેટGPTને 126 કરોડમાં વેચ્યું
Opinion
