- Gujarat
- દેશ સેવા કરવી છે? તો સિવિલ ડિફેન્સમાં જોડાઇ શકો છો
દેશ સેવા કરવી છે? તો સિવિલ ડિફેન્સમાં જોડાઇ શકો છો

ઓપરેશન સિંદુર પછી દેશમાં સિવિલ ડિફેન્સની ચર્ચા ઉભી થઇ છે. સિવિલ ડિફેન્સ એટલે નાગરિકોનું બનેલું સ્વંયસેવક દળ. આમા માનદ સેવા આપવાની હોય છે.
સિવિલ ડિફેન્સમાં જોડાનાર વ્યક્તિને યુદ્ધના સમયે, કુદરતી આફત જેની ઘટના સમયે કેવી રીતે મદદ કરવી તેની તાલિમ આપવામાં આવે છે. નાગરિકોને યુદ્ધ લડવાની આ તાલિમ નથી, પરંતુ દેશ સેવા કરવાનો આ એક મોકો છે. સિવિલ ડિફેન્સમાં જોડાનારે બ્લેક આઉટને અમલમાં મુકવામાં મદદ કરવાની છે. ઇજાગ્રસ્તોને સમયસર સારવાર અપાવવામાં મદદ કરવાની, રાહત સામગ્રી પહોંચાડવાની, જે તે શહેરમાં પોલીસ, ફાયર અને એનડીઆરની ટીમ સાથે સંકલન કરીને મદદ કરવી, યુદ્ધના સમયે નાગરિકોને સલામત સ્થળે પહોંચાડવા.
તાજેતરમાં ગુજરાતમાં ઓપરેશન સિદુર પછી 18 જિલ્લાઓમાં 13000થી વધુ લોકોને સિવિલ ડિફેન્સની માહિતી આપવામાં આવી.
સુરતમાં જોડાવવું હોય તો. નાગરિક સંરક્ષણની ઓફિસ,C-7, બહુમાળી ભવન, નાનપરાનો સંપર્ક સાધી શકાશે.99252-75751 પર 2 પાસપોર્ટ સાઇઝના ફોટા, રહેઠાણ, પુરાવા અને ઓળખના પુરાવા મોકલી શકાશે.
Related Posts
Top News
સેન્સેક્સ 700 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ 5 લાખ કરોડ ગુમાવ્યા, શેરબજારમાં અંધાધૂંધીના આ છે કારણો
‘પરેશાન ન થાવ, આપણે અંગ્રેજી..’, બ્રિટિશ PM સાથેની વાતનો અનુવાદ કરવા અટકેલા ટ્રાન્સલેટરને બોલ્યા PM મોદી
ખોદકામ દરમિયાન નીકળ્યા સોનાના સિક્કા! સાંભળતા જ લેવા દોડી પડ્યા ગ્રામજનો, પણ પોલીસે...
Opinion
