350-400 વર્ષ પહેલા મુસલમાનો અને આપણા પૂર્વજો એક જ હતા, અત્યારે જે મુસલમાનો છે...

યોગ ગુરુ સ્વામી બાબા રામદેવે ફરી એકવાર ચોંકાવનારું નિવેદન આપ્યું છે. મધ્ય પ્રદેશના ભિંડ જિલ્લાના લહરમાં તેમણે કહ્યું કે આપણા હિંદુ અને મુસ્લિમોના પૂર્વજો એક જ છે. એટલું જ નહીં, તેમણે ભારતમાં રહેતા ખ્રિસ્તીઓને પણ પોતાના કુળના હોવાનું કહ્યું. બાબા રામદેવે આ દરમિયાન રાજનીતિ વિશે પણ વાત કરી હતી. રામદેવ એક કથામાં ભાગ લેવા ગયા ત્યારે આ નિવેદન આપ્યું હતું.

બાબા રામદેવ ભિંડ જિલ્લાના લહાર પાસે આલમપુરમાં કથાકાર ચિન્મયાનંદ બાપુની કથામાં હાજરી આપવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે હિંદુઓ અને મુસલમાનોના પૂર્વજો એક હોવાનું કહ્યું હતું. કથાના મંચ પરથી સ્વામી રામદેવે કહ્યુ કે, જ્યારે હું અહીં આવ્યો ત્યારે અનેક મુસલમાન મને પ્રણામ કરતા નજરે પડ્યા હતા. તેમણે આગળ કહ્યુ કે, 350-400 વર્ષ પહેલાં મુસલમાનો અને આપણા પૂર્વજો એક જ હતા. અત્યારે જે મુસલમાનો છે  તે અત્યારના મુસલમાનો છે. 99 ટકા મુસલમાન ઔરંગઝેબ પછી બન્યા હતા.

બાબા રામદેવે એ પણ યાદ કરાવ્યું હતું કે, જો કોઇ મુસલમાન વધારે અકડ બતાવે તો તેમને કહેતો કે પોતાના લોહીને પહેલા યાદ કરી લો, અમારી સામે ઘુરકવાની જરૂર નથી આપણે એક જ છીએ. રામદેવે કહ્યું કે, તેઓ માને કે ન માને, પરંતુ અમે તો માનીએ જ છીએ કે તેઓ અપણા પૂર્વજોની સંતાનો છે. સમયની સાથે તેમની પુજા પધ્ધિતમાં બદલાવ આવી શકે, પરંતુ પૂર્વજો અલગ ન થઇ શકે.

બાબા રામદેવે માત્રા મુસલમાનો વિશે જ વાત નહોતી કરી. તેમણે ખ્રિસ્તીઓ વિશે પણ વાત કરી હતી. બાબાએ કહ્યું કે, અહીં કોઇ ખ્રિસ્તી વેટિકન સિટી કે યુરોપથી આવ્યું છે શું? તેમનામાં પણ આપણા જેવું જ લોહી વહે છે, ચામડીનો રંગ પણ એક જ છે. તેઓ પણ આપણા જ વંશજો છે. તેમણે કહ્યું કે જે ખ્રિસ્તી કે મુસલમાન ભારતમાં રહ્યા છે તેઓ બધા આપણા જ છે.

બાબા રામદેવે કહ્યુ કે જે સનાતન ધર્મ સાથે જોડાયેલા છે, સત્તા પણ તેની પાસે જ હોવી જોઇએ. આ પ્રસંગે તેમણે રાજકારણની પણ વાત કરી દીધી હતી. કથાના મંચ પરથી ભાજપના એક સ્થાનિક નેતાને જીતાડવા માટે પણ સ્વામી રામદેવે અપીલ કરી હતી. જો કે આ પહેલાં તેમણે એમ પણ કહ્યુ હતું કે લોકો મને ભાજપનો સમર્થક કહે છે, પરંતુ હું કોઇ પાર્ટી સાથે જોડાયેલો નથી.

About The Author

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.