ધોનીએ જેમાં રોકાણ રોકાણ કર્યું એ કંપની લાવી રહી છે IPO, 71 કરોડનો છે ઇશ્યૂ

જો તમે પણ શેરબજારમાં રોકાણ કરી રહ્યા છો અથવા આગામી સમયમાં રોકાણ કરવા માગો છો તો તમારા માટે સમાચાર છે. હવે એક નવી કંપની Finbud Financial Services Limited એટલે કે Finance Buddhaનો IPO આવી રહી છે. IPO 6 નવેમ્બરના રોજ ખુલશે અને 9 નવેમ્બર સુધી ખુલ્લો રહેશે. 13 નવેમ્બર, 2025ના રોજ તેના શેર NSE SME પ્લેટફોર્મ પર લિસ્ટેડ થશે. આ SME સેગમેન્ટનો IPO છે. કંપનીએ તાજેતરમાં જ તેના પ્રાઇસ બેન્ડની જાહેરાત કરી છે. સૌથી ખાસ વાત એ છે કે, MS Dhoni Family Officeએ તેમાં રોકાણ કર્યું છે, અને આશિષ કચોલિયા જેવા મોટા રોકાણકારોએ પણ રોકાણ કર્યું છે.

IPOની સાઇઝ 71.68 કરોડ રૂપિયા છે. આ પૂરી રીતે ફ્રેશ ઇશ્યૂ છે. કંપની આ બધા પૈસાનો ઉપયોગ વૃદ્ધિ માટે કરશે, જેમ કે તેના લોન પ્લેટફોર્મને મજબૂત કરવું અને તેના એજન્ટ નેટવર્કને વિસ્તૃત કરવા. પ્રાઇસ બેન્ડ 140 થી 142 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવ્યો છે. લોટ સાઈઝ 1000 શેરોનું છે, પરંતુ રિટેલર્સ ઓછામાં ઓછા 2,000 શેર ખરીદી શકે છે, એટલે કે ઓછામાં ઓછું 2,84,000 રૂપિયાનું રોકાણ. નાના રોકાણકારોએ માટે આ મોટી રકમ છે.

IPO.jpg-2

આ કંપની શું કામ કરે છે?

હવે ભાગીદારીની વાત કરીએ તો કુલ ઇશ્યૂના 50 ટકા સુધી ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIBs) માટે અનામત છે. રિટેલ રોકાણકારોને ઓછામાં ઓછા 35 ટકા મળશે. નોન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (NIIs)ને 15 ટકા મળશે. તો રિટેલર્સ પાસે સારી તક છે, પરંતુ સબ્સ્ક્રિપ્શન્સ ચેક કરતા રહો. ફિનબડ ફાઇનાન્શિયલ કન્ઝ્યૂમર અને નાના બિઝનેસવાળાઓને બેંકો અને NBFCs પાસેથી યોગ્ય લોન અપાવવામાં મદદ કરે છે, જેમ કે પર્સનલ લોન અને બિઝનેસ લોન. તેમની પહોંચ 30 રાજ્યો અને 19,000 પિન કોડમાં છે. નાણાકીય વર્ષ 2025માં તેની આવક 223 કરોડ રૂપિયા રહી છે. જેમાં કર બાદનો પ્રોફિટ આફ્ટર ટેક્સ 8.5 કરોડ રૂપિયા છે.

ફિનબડ મુખ્યત્વે 3 પ્રકારની લોન આપે છે. પહેલી પર્સનલ લોન છે, જેમાં પગારદાર વ્યક્તિઓને 10 લાખ રૂપિયા સુધીની અનસિક્યોર્ડ લોન મળે છે. બીજી બિઝનેસ લોન, જ્યાં નાના અને મધ્યમ કારોબારીઓને સરેરાશ 20 લાખ રૂપિયાની અનસિક્યોર્ડ લોન આપવામાં આવે છે. ત્રીજી હોમ લોન છે, જે ઘર ખરીદવા અથવા પ્રોપર્ટી ગીરવે રાખવા માટે છે. જુલાઈ 2025 સુધી કંપનીમાં કુલ 276 કર્મચારીઓ કામ કરી રહ્યા છે.

IPO.jpg-3

IPO ઉપરાંત અન્ય ઘણા IPO પણ ટૂંક સમયમાં ખુલી રહ્યા છે. બિલિયનબ્રેન્સ ગેરેજ વેન્ચર્સ લિમિટેડનો 6,632.30 કરોડ રૂપિયાનો IPO 4 થી 7 નવેમ્બર સુધી ખુલ્લો રહેશે. તે ફ્રેશ ઇશ્યૂ હેઠળ 1,060 કરોડ રૂપિયા અને ઓફર ફોર સેલ (OFS) દ્વારા 5,572.30 કરોડ રૂપિયા એકત્ર કરશે. પ્રાઇસ બેન્ડ 95 થી 100 રૂપિયા પ્રતિ શેર રાખવામાં આવી છે, જેમાં 150 શેરનો લોટ છે.

આ સિવાય શ્રીજી ગ્લોબલ FMCGનો 85 કરોડ રૂપિયાનો IPO સંપૂર્ણપણે ફ્રેશ ઇશ્યૂ છે. આ IPO 4 નવેમ્બરના રોજ ખુલશે. ક્યૂરિસ લાઇફસાયન્સિસનો 27.52 કરોડ રૂપિયાનો IPO સંપૂર્ણપણે ફ્રેશ ઇશ્યૂ છે. પ્રાઇસ બેન્ડ 120 થી 128 રૂપિયા પ્રતિ શેર છે. સબ્સ્ક્રિપ્શન્સ 7-11 નવેમ્બર સુધી ચાલશે, અને NSE SME પર લિસ્ટિંગ 14 નવેમ્બરના રોજ થશે.

About The Author

Related Posts

Top News

અહીં સરકાર માત્ર 1 રૂપિયામાં આપી રહી છે જમીન, બસ તમારે આ શરતો પૂરી કરવી પડશે

ઘણીવાર જોવા મળે છે કે સારો બિઝનેસ આઇડિયા હોવા છતા જમીનના આસમાને પહોંચતા ભાવ ઉદ્યોગસાહસિકોના સપનાને ચકનાચૂર કરી નાખે છે....
Business 
અહીં સરકાર માત્ર 1 રૂપિયામાં આપી રહી છે જમીન, બસ તમારે આ શરતો પૂરી કરવી પડશે

મેવાણીએ જણાવ્યું- ગુજરાતમાં નશીલા પદાર્થનું અભિયાન કેવી રીતે શરૂ થયું?

જિગ્નેશ મેવાણીએ ડો. હરિ દેસાઇને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યુ હતું કે, ગુજરાતમાં દારૂ- નશીલા પદાર્થના અભિયાનનું કોઇ પ્લાનીંગ નહોતુ અચાનક...
Gujarat 
 મેવાણીએ જણાવ્યું- ગુજરાતમાં નશીલા પદાર્થનું અભિયાન કેવી રીતે શરૂ થયું?

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 07-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પ્રદૂષણ કરશો તો દંડ ભરીને છૂટી જશો, જેલ નહીં જવું પડે

કેન્દ્ર સરકારે વોટર (પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન) અધિનિયમ 1974માં સુધારો કરીને નિયમો બદલ્યા છે. પહેલા એવી જોગવાઇ હતી કે...
National 
પ્રદૂષણ કરશો તો દંડ ભરીને છૂટી જશો, જેલ નહીં જવું પડે
Copyright (c) Khabarchhe All Rights Reserved.