સુરતમાં હીરા દલાલે 13 લાખના હીરા કાઢી પેકેટમાં ચણાની દાળ અને રેતી ભરી દીધી પણ...

સુરતમાં છેલ્લા ઘણા સમયથી હીરા વેપારીઓ સાથે લૂંટ અને છેતરપિંડીની ઘટના સતત વધી છે. ત્યારે હવે હીરા વેપારી સાથે ઠગાઈની વધુ એક ઘટના સામે આવી છે. વરાછામાં હીરાના વેપારીને દલાલે હીરાના પેકેટમાં ચણાની દાળ અને રેતી ભરીને આપ્યા હતા. જો કે, પેકેટ ખોલતાની સાથે જ દલાલનો ભાંડો ફૂટી ગયો હતો. આ મામલે પોલીસે બે લોકો સામે ગુનો નોંધી એકની ધરપકડ કરી છે.

મળતી માહિતી મુજબ, વરાછામાં આવેલા મિનિબજારના સહયોગ ચેમ્બરમાં હીરા વેપારી ભૂપત માંગુકિયા તેમના ભત્રીજા સાથે મળી હીરા લે-વેચનું કામ કરે છે. દરમિયાન ભૂપતભાઈ પાસેથી હીરા દલાલ પ્રદીપ ધામેલીયા રૂ.13.21 લાખની કિંમતના હીરાના બે પેકેટ એક અન્ય વેપારીને બતાવવા માટે લઈ ગયો હતો. જો કે, ત્યાર બાદ આ પેકેટમાંથી હીરા કાઢી તેમના રેતી અને ચણાની દાળ ભરી છેતરપિંડી કરવાનો પ્લાન રચ્યો હતો. પરંતુ, હીરાના વેપારીને હીરાના પેકેટ પર શંકા જતા હીરા દલાલની હાજરીમાં પેકેટ ખોલ્યા હતા.

આ પેકેટો ખોલતાની સાથે જ દલાલ પ્રદીપની પોલ ખુલ્લી પડી હતી. આ મામલે વેપારી ભૂપતભાઈએ વરાછા પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે હીરા દલાલ પ્રદીપ ધામેલીયા અને હીરા લેનાર વેપારી કિ૨ણ કોઠારી સામે ઠગાઈનો ગુનો કાર્યવાહી આદરી હતી. જો કે, પોલીસે હીરા દલાલ પ્રદીપની ધરપકડ કરી છે જ્યારે અન્ય આરોપીને પકડવા ચક્રો ગતિમાન કરાયા છે.

Top News

કેવી રીતે કરે છે 18-18 કલાક કામ? જાપાનના એક યુવકે વીડિયો બનાવીને બતાવ્યુ શોષણ

જાપાનમાં એક ઓફિસ કર્મચારીએ પોતાના 18.5 કલાકના કામકાજના દિવસનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. કહેવામાં આવે છે કે...
World  Lifestyle 
કેવી રીતે કરે છે 18-18 કલાક કામ? જાપાનના એક યુવકે વીડિયો બનાવીને બતાવ્યુ શોષણ

‘મને આમીર ખાને ફિલ્મમાંથી કઢાવ્યો, કેમ કે હું..’, એક્ટર દયા શંકર પાંડેનો મોટો ખુલાસો

‘લગાન’ અને ‘સ્વદેશ’માં પોતાની એક્ટિંગથી ચર્ચામાં આવેલા દયા શંકર પાંડેએ તાજેતરમાં એક મોટો ખુલાસો કર્યો...
Entertainment 
‘મને આમીર ખાને ફિલ્મમાંથી કઢાવ્યો, કેમ કે હું..’, એક્ટર દયા શંકર પાંડેનો મોટો ખુલાસો

કોહલી-રોહિત નહીં, રિકી પોન્ટિંગે આ 2 ખેલાડીઓને ગણાવ્યા IPL 2025ના સૌથી ખતરનાક બેટ્સમેન

પંજાબ કિંગ્સ (PBKS)ના કોચ રિકી પોન્ટિંગે એ બેટ્સમેનો બાબતે વાત કરી છે જેને તેઓ આ IPLના સૌથી ખતરનાક...
Sports 
કોહલી-રોહિત નહીં, રિકી પોન્ટિંગે આ 2 ખેલાડીઓને ગણાવ્યા IPL 2025ના સૌથી ખતરનાક બેટ્સમેન

ભારતના ખેડૂતનો પુત્ર લંડનના આ શહેરનો મેયર બની ગયો

ઉત્તર પ્રદેશના એક ગામડામાં જન્મેલો છોકરો UKના એક શહેરનો મેયર બની ગયો છે. મિર્ઝાપુરના ભટેવરા ગામમાં જન્મેલા રાજકુમાર મિશ્રાને...
World 
ભારતના ખેડૂતનો પુત્ર લંડનના આ શહેરનો મેયર બની ગયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.