મોટા મોટા બ્રોકરેજ હાઉસોની સલાહ, ટાટા ગ્રુપનો આ શેર ઉપર જશે

શેરબજારના જાણકારોએ ટાટા ગ્રુપનો એક શેર ખરીદવાની ભલામણ કરી છે. નિષ્ણાતોનું માનવું છે કે ટુંક સમયમાં શેરનો ભાવ 800ની સપાટી પાર કરી જશે. અત્યારે 646 રૂપિયા ભાવ ચાલે છે.

ટાટા ગ્રુપની કંપની ટાટા મોટર્સએ શેરબજારના રોકાણકારો માટે ફેવરીટ સ્ટોક્સમાંનો એક છે. કારણકે  છેલ્લાં કેટલાંક વર્ષોમાં ટાટા મોટર્સે રોકાણકારોને અપેક્ષા કરતા વધારે વળતર આપ્યું છે. હવે ફરીથી આ શેરમાં તેજીનું તોફાન જોવા મળી રહ્યું છે. એની પાછળનું કારણ કંપનીના નફામાં આવેલો જોરદાર ઉછાળો છે. બીજા ત્રિમાસિક ગાળામાં ટાટા મોટર્સે ઉત્કૃષ્ટ પરિણામો જાહેર કર્યા છે એ પછી અનેક બ્રોકરેજ હાઉસોએ BUY રેટીંગ આપ્યું છે અને મોટો ટાર્ગેટ સેટ કર્યો છે.

શેરબજારમાં શુક્રવારે ટાટા મોટર્સના શેરનો ભાવ 1.63 ટકા વધીને 646.80 પર બંધ રહ્યો હતો. ટ્રેડીંગ સેશન દરમિયાન શેરનો ભાવ એક તબક્કે 666 સુધી પહોંચી ગયો હતો. ટાટા મોટર્સના શેરનો 52 સપ્તાહનો સૌથી ઉંચો ભાવ 677 રૂપિયા છે. મતલબ કે  52 સપ્તાહની સૌથી ઉંચી સપાટીની નજીક શેર પહોંચી ચૂક્યો છે. કોરોના સંકટ દરમિયાન ટાટા મોટર્સનો શેર માર્ચ 2020માં ઘટીને રૂ.70 પર આવી ગયો હતો. જે હવે રૂ.646 પર ટ્રેડ થઈ રહ્યો છે. શેરે એક વર્ષમાં 52 ટકા વળતર આપ્યું છે.

ટાટા મોટર્સના શેરમાં ઉછાળો આવવાનું કારણ બીજા ત્રિમાસિક ગાળાના મજબૂત પરિણામો છે. હવે નિષ્ણાતોનું માનવું છે કે ટાટા મોટર્સના શેર અહીંથી પણ વધશે. વિદેશી બ્રોકરેજ હાઉસ CLSAએ બાય રેટિંગ સાથે રૂ. 803નો ટાર્ગેટ આપ્યો છે. તેવી જ રીતે, જેફરીઝે પણ શેર દીઠ રૂ. 800ના લક્ષ્યાંક ભાવ સાથે સ્ટોક ખરીદવાની સલાહ આપી છે. કોટક ઇન્સ્ટિટ્યૂશનલ ઇક્વિટીઝે ટાટા મોટર્સનો ટાર્ગેટરૂ. 600થી વધારીને રૂ. 830 કરી દીધો છે.

આ સિવાય બ્રોકરેજ ફર્મ નુવામા ઈન્સ્ટિટ્યૂશનલ ઈક્વિટીઝે સૌથી વધુ 840 રૂપિયાનો ટાર્ગેટ ભાવ આપ્યો છે. બ્રોકરેજનું કહેવું છે કે વેચાણમાં સુધારો, માર્જિનમાં વધારો અને દેવું ઘટવાની શક્યતાને કારણે શેરમાં વધારો થવાની ધારણા છે. પ્રભુદાસ લીલાધરે ટાટા મોટર્સ માટે BUY રેટિંગ જાળવી રાખ્યું છે. જ્યારે ટાર્ગેટ પ્રાઇસ 760 રૂપિયા પ્રતિ શેરથી વધારીને 785 રૂપિયા કરવામાં આવ્યો છે.

ટાટા મોટર્સે ગુરુવારે તેના બીજા ત્રિમાસિક ગાળાના પરિણામો રજૂ કર્યા હતા. કંપનીના નફામાં સતત ચોથા ત્રિમાસિક ગાળામાં વધારો થયો છે. જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન કંપનીનો નફો રૂ. 3,783 કરોડ હતો. ગયા નાણાકીય વર્ષના જુલાઈ-સપ્ટેમ્બરના સમયગાળામાં કંપનીનો ચોખ્ખો નફો રૂ. 1,004 કરોડ હતો.

કંપનીની કુલ આવક રૂ. 1,05,128 કરોડ હતી, જે અગાઉના વર્ષના સમાન ગાળામાં રૂ. 79,611 કરોડ હતી.

નોંધ- માત્ર માહિતી આપવા ખાતર આ ન્યૂઝ લખવામાં આવ્યા છે, શેરબજારમાં રોકાણ કરતી વખતે તમારા સલાહકારની સલાહ મુજબ જ રોકાણ કરવું.

Related Posts

Top News

ભાજપના નેતા કહે GPSC ઈન્ટરવ્યૂમાં ઓપન કેટેગરીને વધુ માર્ક્સ અપાય છે, પણ શું આ શક્ય છે?

ગુજરાત ભાજપના નેતા અને અખિલ આંજણા કેળવણી મંડળના પ્રમુખ હરિ દેસાઇએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે અને GPSCના...
Education 
ભાજપના નેતા કહે GPSC ઈન્ટરવ્યૂમાં ઓપન કેટેગરીને વધુ માર્ક્સ અપાય છે, પણ શું આ શક્ય છે?

સુરતમાં એમ્બ્યુલન્સને સાઇડ ન આપનારા મોયુનુદ્દીનને દીકરાનું કારણ આપી દીધું

સુરતમાં શનિવારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો જેમાં એક કાર ચાલક BRTS રૂટ પર કાર ચલાવી રહ્યો...
Gujarat 
સુરતમાં એમ્બ્યુલન્સને સાઇડ ન આપનારા મોયુનુદ્દીનને દીકરાનું કારણ આપી દીધું

બોર્ડની પરીક્ષામાં માત્ર 35 ટકા માર્ક્સ પણ પરિવારે આખા ગામમાં ઉજવણી કરી

સામાન્ય રીતે બોર્ડની પરીક્ષાના પરિણામ જાહેર થાય તો જે ટોપર વિદ્યાર્થીઓ હોય તેમના પરિવારો ખુશીથી ઉજવણી કરે, મિઠાઇ વ્હેંચે....
Education 
બોર્ડની પરીક્ષામાં માત્ર 35 ટકા માર્ક્સ પણ પરિવારે આખા ગામમાં ઉજવણી કરી

વિશ્વનો સૌથી ઉંચો પાડો; ઉંમર 5 વર્ષ,  દિવસમાં જોઈએ 35 Kg ખાવાનું, નામ છે કિંગ કોંગ

થાઇલેન્ડના કિંગ કોંગે વિશ્વના સૌથી ઉંચા જીવંત પાણીમાં રહેતા પાડા (GWR) માટે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ પાડો...
Offbeat 
વિશ્વનો સૌથી ઉંચો પાડો; ઉંમર 5 વર્ષ,  દિવસમાં જોઈએ 35 Kg ખાવાનું, નામ છે કિંગ કોંગ
Copyright (c) Khabarchhe All Rights Reserved.