અદાણી ગ્રુપે FY25માં ભર્યો રૂ. 75,000 કરોડનો ટેક્સ, ગયા વર્ષ કરતા 29% વધારે

ગૌતમ અદાણી એક જાણીતા ગુજરાતી ઉદ્યોગપતિ એમના અદાણી ગ્રુપ દ્વારા દેશના આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે. તાજેતરના સમાચાર મુજબ અદાણી ગ્રુપે નાણાકીય વર્ષ 2024-25માં ભારત સરકારને રૂ. 75,000 કરોડનો ટેક્સ ભર્યો છે જે ગયા વર્ષના રૂ. 58,104 કરોડની સરખામણીએ 29% વધુ છે. આ રકમમાં ડાયરેક્ટ ટેક્સ તરીકે રૂ. 28,720 કરોડ, ઇનડાયરેક્ટ ટેક્સ તરીકે રૂ. 45,407 કરોડ અને કર્મચારીઓની સામાજિક સુરક્ષા માટે રૂ. 818 કરોડનો સમાવેશ થાય છે. આ ટેક્સની રકમ એટલી મોટી છે કે તે મુંબઈના સમગ્ર મેટ્રો નેટવર્કના નિર્માણ ખર્ચ જેટલી છે જે લાખો લોકોની રોજિંદી મુસાફરીને સરળ બનાવે છે.

Gautam-Adani2
aajtak.in

ગૌતમ અદાણીનું આ યોગદાન એક ગુજરાતી તરીકે ગૌરવની વાત છે કારણ કે તે દેશની પ્રગતિમાં ફાળો આપે છે. અદાણી ગ્રુપની સાત લિસ્ટેડ કંપનીઓ જેમાં અદાણી એન્ટરપ્રાઇઝિસ, અદાણી પોર્ટ્સ, અદાણી ગ્રીન એનર્જી અને અદાણી સિમેન્ટ જેવી કંપનીઓનો સમાવેશ થાય છે તેમણે આ ટેક્સ ભર્યો છે. આ ઉપરાંત ગ્રુપે તેની ટેક્સ પારદર્શિતા દર્શાવવા માટે ‘બેસિસ ઓફ પ્રિપેરેશન એન્ડ એપ્રોચ ટુ ટેક્સ’ નામે દસ્તાવેજ પણ પજાહેર કરેલ છે જેમાં વૈશ્વિક ટેક્સ અને અન્ય યોગદાનની વિગતો આપવામાં આવી છે.

Adani
economictimes.indiatimes.com

આ સિદ્ધિ દેશના આર્થિક વિકાસમાં અદાણી ગ્રુપની મહત્વની ભૂમિકા દર્શાવે છે પરંતુ સોશિયલ મીડિયા પર કેટલાક લોકોએ આ અંગે સવાલો પણ ઉઠાવ્યા છે. કેટલાક યુઝર્સનું કહેવું છે કે ઇનડાયરેક્ટ ટેક્સ જેમ કે GST ગ્રાહકો પાસેથી લેવામાં આવે છે જેનો બોજ આખરે જનતા પર જ પડે છે. ઉપરાંત અદાણી ગ્રુપના રૂ. 2.4 લાખ કરોડના દેવા અને યુએસમાં $265 મિલિયનના લાંચ કેસનો ઉલ્લેખ કરીને પણ ટીકા થઈ છે. જોકે આ બધા વચ્ચે ગૌતમ અદાણીનું ટેક્સ યોગદાન એક ગુજરાતી તરીકે દેશ પ્રત્યેની તેમની જવાબદારી અને સન્માન દર્શાવે છે. આવા યોગદાનથી દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સામાજિક વિકાસને નવી દિશા મળી શકે છે જે ગુજરાતીઓ માટે ગર્વનો વિષય છે.

About The Author

Related Posts

Top News

લંચ બ્રેક એક મિનિટ વધારે લાગી તો મફતમાં વધારાનો કલાક કામ કરવું પડશે!

ઓફિસ કલ્ચર અંગેની એક પોસ્ટ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તેમાં લંચ બ્રેક અંગેના નિયમની બનાવવામાં આવ્યો...
Lifestyle 
લંચ બ્રેક એક મિનિટ વધારે લાગી તો મફતમાં વધારાનો કલાક કામ કરવું પડશે!

મોહેંજો-દડોમાં મળેલી નગ્ન પ્રતિમાને NCERTએ કપડા પહેરાવ્યા! ઇતિહાસકારો નારાજ

થોડા દિવસો પહેલા જ NCERTને 'ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર' વિષય પરના પ્રકરણ અંગે ઘણા સવાલોનો સામનો કરવો પડ્યો હતો....
National 
મોહેંજો-દડોમાં મળેલી નગ્ન પ્રતિમાને NCERTએ કપડા પહેરાવ્યા! ઇતિહાસકારો નારાજ

આ ભારતીય અભિનેતાએ એક ફિલ્મ માટે લીધા ₹300 કરોડ...

90ના દાયકામાં જ્યારે સુપરસ્ટાર ચિરંજીવી એક ફિલ્મ માટે ₹1 કરોડની ફી લેનારા પ્રથમ ભારતીય અભિનેતા બન્યા, ત્યારથી જ...
Entertainment 
આ ભારતીય અભિનેતાએ એક ફિલ્મ માટે લીધા ₹300 કરોડ...

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 24-06-2026 દિવસ: બુધવાર મેષ: નોકરી-ધંધાના ક્ષેત્રમાં પરિવર્તનશીલ બને, નવી તકો ઉભી થાય, સ્વજનથી ગેરસમજ ન થાય તે જોવું. વૃષભ:...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.