વર્ષમાં એક વખત ખૂલે છે આ ટ્રેનના દરવાજા, ભારતની એકમાત્ર ટ્રેન જે 15 દિવસમાં ફેરવે છે આખો દેશ

ટ્રેનમાં મુસાફરી કરવાની પોતાની એક અલગ મજા હોય છે. બારી પાસેની સીટ હોય અને ગરમાગરમ ચા, તો પછી ટ્રેનની મુસાફરી વધુ રોમાંચક થઈ જાય છે. ભારતીય રેલવે દરરોજ 13 હજારથી વધુ ટ્રેનો ચલાવે છે. દરરોજ લાખોની સંખ્યામાં લોકો આ ટ્રેનોમાં મુસાફરી કરે છે. ઘણી ટ્રેનો આખું વર્ષ મુસાફરોથી ખીચોખીચ ભરેલી રહે છે. કેટલીક ટ્રેનો દરરોજ ચાલે છે, તો કેટલીક અઠવાડિયામાં 1-2 દિવસ, પરંતુ જે ટ્રેન બાબતે આજે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ તે અન્ય ટ્રેનો કરતા એકદમ અલગ છે. જો તમે ફરવાના શોખીન છો તો ભારતીય રેલવે પાસે તમારા માટે ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે. જે ટ્રેન બાબતે અમે આજે બતાવી રહ્યા છીએ તે વર્ષમાં માત્ર એક જ વખત દોડે છે. આ ટ્રેનના દરવાજા વર્ષમાં માત્ર એક જ વખત ખુલે છે. વર્ષ 2008માં આ ટ્રેનની શરૂઆત થઈ હતી. દર વર્ષે માત્ર 15 દિવસ માટે આ ટ્રેન ચાલે છે.

jagriti yatra train
businesstoday.in

જો તમે ફરવાના શોખીન છો અને ભારતના દરેક ખૂણામાં ફરવા માગો છો તો જાગૃતિ યાત્રા એક્સપ્રેસ તમારા માટે પરફેક્ટ છે. આ ટ્રેન વર્ષ 2008થી ચાલી રહી છે, પરંતુ આ ટ્રેન બાબતે ઘણા ઓછા લોકો જાણે છે. આ ટ્રેનને વર્ષમાં માત્ર 15 દિવસ જ ચલાવવામાં આવે છે. આ ટ્રેનમાં એક વખતમાં માત્ર 500 લોકોને જ મુસાફરી કરાવવામાં આવે છે. ટ્રેનની અંદર, આંત્રપ્રિન્યોર સાથે જોડાયેલી સુક્ષ્મતાઓથી અવગત કરાવવામાં આવે છે.

આ મુસાફરી દરમિયાન, મુસાફરે 15 દિવસ ટ્રેનમાં જ વિતાવવાના હોય છે. આ ટ્રેન 15 દિવસમાં 8,000 કિમીનું અંતર કાપે છે. આ ટ્રેનના રૂટની વાત કરીએ તો, આ ટ્રેન મુંબઈથી દોડે છે અને પહેલું સ્ટોપ અમદાવાદ હોય છે. ત્યારબાદ, તે મુંબઈ અને બેંગ્લોર થતી દેશના દક્ષિણ ખૂણામાં મદુરાઈ સુધી જાય છે. વાઇઝેક ઓરિસ્સાથી મધ્ય ભારત અને પછી મુંબઈ પહોંચે છે. 15 દિવસની મુસાફરીમાં આ ટ્રેન 12 રાજ્યોની મુસાફરી કરે છે.

jagriti yatra train
medium.com

આ ટ્રેનમાં મુસાફરીનું ભાડું અન્ય ટ્રેનોથી ખૂબ ઓછું છે. જો તમે તેની પસંદગી પ્રક્રિયામાં સિલેક્ટ થઈ જાવ છો, તો તમને અહીં શીખવાનો અવસર મળશે, અહીં બિઝનેસની ટ્રિક શીખવવામાં આવે છે. આ ટ્રેન દર વર્ષે નવેમ્બરથી શરૂ થાય છે, જોકે રજીસ્ટ્રેશન પ્રોસેસ 15 ઓક્ટોબરથી જ શરૂ થઈ જાય છે. આ ટ્રેનમાં મુસાફરી કરનારા મુસાફરોની ઉંમર 21 વર્ષથી લઈને 27 વર્ષ વચ્ચે હોવી જોઈએ. તમે આ લિંક https://www.jagritiyatra.com/ પર જઈને તમારું રજીસ્ટ્રેશન કરાવી શકો છો. 100 રૂપિયાના રજીસ્ટ્રેશન બાદ તમને સિલેક્શન પ્રોસેસમાંથી પસાર થવું પડશે. સિલેક્ટ થયા બાદ, ફીસ ચૂકવવી પડશે. ફીની ડિટેલ વેબસાઇટ પર ઉપલબ્ધ છે.

 

Related Posts

Top News

CM યોગી પર બનેલી ફિલ્મ 'અજેય'ની રીલિઝ કેમ રોક લાગી ગઈ? સેન્સર બોર્ડે સર્ટિફિકેટ જ ન આપ્યું

'અજેય ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ અ યોગી'ફિલ્મને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) એ  પ્રમાણપત્ર આપવાનો ઇનકાર કર્યો છે, ત્યારબાદ...
Entertainment 
CM યોગી પર બનેલી ફિલ્મ 'અજેય'ની રીલિઝ કેમ રોક લાગી ગઈ? સેન્સર બોર્ડે સર્ટિફિકેટ જ ન આપ્યું

હવે રાહુલ ગાંધીની પણ ચાપલૂસી શરૂ થઈ

રાહુલ ગાંધીની અત્યાર સુધી કોંગ્રેસ નેતાઓએ ચાપલૂસી કરી હોય તેવી વાત સામે નહોતી આવી, પરંતુ લાગે  છે કે સામાન્ય...
Politics 
હવે રાહુલ ગાંધીની પણ ચાપલૂસી શરૂ થઈ

અરવિંદ કેજરીવાલ અને પ્રશાંત કિશોર બિહારમાં ભાજપના સ્લીપર સેલ

આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ અને જનસૂરાજ પાર્ટીના નેતા પ્રશાંત કિશોર એક જ રસ્તાના મુસાફર બની ગયા હોય એવું...
Politics 
અરવિંદ કેજરીવાલ અને પ્રશાંત કિશોર બિહારમાં ભાજપના સ્લીપર સેલ

ભારત-ઇંગ્લેન્ડની પાંચમી મેચ જ્યાં રમાઈ છે તે ઓવલમાં એક ઇનિંગમાં 903 રન બનેલા, બોલરો 3 દિવસ સુધી વિકેટ માટે તરસી ગયેલા

ટેસ્ટ સિરીઝની પાંચમી અને નિર્ણાયક મેચ  ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે શરૂ થઈ છે. આ મેચ લંડનના કેનિંગ્ટન ઓવલ મેદાન પર...
Sports 
ભારત-ઇંગ્લેન્ડની પાંચમી મેચ જ્યાં રમાઈ છે તે ઓવલમાં એક ઇનિંગમાં 903 રન બનેલા, બોલરો 3 દિવસ સુધી વિકેટ માટે તરસી ગયેલા
Copyright (c) Khabarchhe All Rights Reserved.