મહાકાલના દર્શન પછી અનિલ અંબાણીએ કહ્યું 14 વર્ષનો વનવાસ પૂરો, કરી મોટી શરૂઆત

મુકેશ અંબાણીના નાના ભાઈ અનિલ અંબાણીએ મહાકાલ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી અને એ પછી તેઓ ઇંદોરપહોંચ્યા હતા. અહીં તેમણે કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલ શરૂ કરી છે. અનિલ અંબાણી પહેલાં અવારનવાર મહાકાલના દર્શને આવતા હતા.

અનિલ અંબાણીએ મધ્ય પ્રદેશમાં આવેલા મહાકાલ મંદિરમાં હિન્દુ વિધિથી પૂજા કરી હતી. તેઓ પૂજા કરવા માટે ધોતી પહેરીને મંદિર પહોંચ્યા હતા. તેમણે મહાકાલની પૂજા કરીને આશીર્વાદ લીધા છે. આ પછી તે ઈન્દોર જવા રવાના થઈ ગયા હતા.અનિલ અંબાણી ઈન્દોરમાં કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલ શરૂ કરી રહ્યા છે. આ માટે ફિલ્મ અભિનેતા અમિતાભ બચ્ચન અને તેમની પત્ની જયા બચ્ચન પહોંચ્યા છે. મુંબઈ પછી ઈન્દોરમાં આ હોસ્પિટલની બીજી બ્રાન્ચ છે.

હોસ્પિટલની શરૂઆત કરવા માટે અનિલ અંબાણી અને તેમની પત્ની ટીના અંબાણી ઇંદોર પહોંચી ગયા છે. એ પહેલાં અનિલ અંબાણી કંપનીના અધિકારીઓ સાથે મહાકાલના આશીર્વાદ લેવા ઉજ્જૈન પહોંચ્યા હતા.

મહાકાલ મંદિરના પૂજારીએ અનિલ અંબાણીને પૂછ્યું કે તમે આઠ-નવ વર્ષ પછી મંદિરમાં પૂજા માટે આવ્યા છો. તેના પર અનિલ અંબાણીએ કહ્યું કે, આઠ-નવ નહીં, 14 વર્ષ પછી મહાકાલ મંદિરમાં આવ્યો છું. હવે વનવાસ પૂરો થયો. પૂજા દરમિયાન અનિલ અંબાણી મહાકાલની ભક્તિમાં મગ્ન જોવા મળ્યા હતા. તેમણે ગર્ભગૃહમાં મહાકાલનો અભિષેક પણ કર્યો હતો.

અનિલ અંબાણીએ પૂજા દરમિયાન મહાકાલ મંદિરની અંદર પંડિતો સાથે વાત કરી હતી. મીડિયા સાથે વાત કરતા મંદિરના પૂજારીએ કહ્યું કે અનિલ અંબાણી બાબા મહાકાલના દરબારમાં આવ્યા હતા. ઇંદોરમાં હોસ્પિટલ ખોલવા માટે ભગવાન મહાકાલને પ્રાર્થના કરી છે. પૂજારીએ કહ્યું કે મને તેમની સૌથી સારી વાત ગમી કે તેમણે બાબાના દરબારમાં કહ્યું કે મારી હોસ્પિટલ ખાલી રહે. મતલબ કે અનિલ અંબાણી એવં ઇચ્છે છે કે દરેક વ્યક્તિ સ્વસ્થ રહે અને કોઇને હોસ્પિટલના દાદર ન ચઢવા પડે. અનિલ અંબાણીએ કહ્યું કે હું બાબા મહાકાલનો ભક્ત છું.

મહાકાલ મંદિરના ગર્ભગૃહમાં અનિલ અંબાણીએ દુધથી અભિષેક કર્યો હતો. એ દરમિયાન મંદિરના પુજારીઓએ મંત્રોચ્ચાર કર્યા હતા. મહાકાલ મંદિરના અનેક પુજારીઓએ પૂજા અર્ચના કરાવી હતી. અનિલ અંબાણીએ આરતી પણ કરી હતી.

મહાકાલ મંદિર પ્રબંધન સમિતિ દ્વારા અનિલ અંબાણીને ભગવાન ભોલેની તસવીર અર્પણ કરવામાં આવી છે. આ પછી અનિલ અંબાણી કપાળ પર ત્રિપુંડ સાથે જમીન પર બેઠેલા જોવા મ્ળ્યા હતા. મંત્રોચ્ચાર વચ્ચે તેઓ ભગવાનની આરાધનામાં મગ્ન હતા.

About The Author

Top News

સુરતના વિવાન શાહે રાષ્ટ્રીય બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં કાંસ્ય પદક જીત્યું

સુરત. સુરતનો ઉભરતો સિતારો બેડમિન્ટન ખેલાડી અને મનીત પાહુજા એકેડમી સાથે સંકળાયેલા વિવાન શાહે બિહારમાં યોજાયેલી પ્રતિષ્ઠિત યોનેક્સ સનરાઇઝ 37મી...
Gujarat 
સુરતના વિવાન શાહે રાષ્ટ્રીય બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં કાંસ્ય પદક જીત્યું

AM/NS Indiaએ NECA 2025 ખાતે ટોચનો ઈનોવેશન એવોર્ડ જીત્યો

હજીરા-સુરત, ડિસેમ્બર 17, 2025: આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા (AM/NS India) ને વીજ મંત્રાલય દ્વારા આયોજિત અને બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી...
Gujarat 
AM/NS Indiaએ NECA 2025 ખાતે ટોચનો ઈનોવેશન એવોર્ડ જીત્યો

હૈદરાબાદ જિલ્લામાં જાહેર સેવા કાર્યક્ષમતા વધારવા માટે દેશની પ્રથમ ક્યૂઆર કોડ ફીડબેક પ્રણાલીનો આરંભ

હૈદરાબાદ (તેલંગાણા) [ભારત], 15 ડિસેમ્બર: સેવા વિતરણ અને ઝડપી પ્રતિભાવમાં સુધારાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરીને, હૈદરાબાદ જિલ્લા કલેક્ટર હરિ...
National 
હૈદરાબાદ જિલ્લામાં જાહેર સેવા કાર્યક્ષમતા વધારવા માટે દેશની પ્રથમ ક્યૂઆર કોડ ફીડબેક પ્રણાલીનો આરંભ

ડો. રામસિંહ રાજપૂતના પુસ્તકનું વિમોચન રાજ્યકક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોરના હસ્તે કરાયું

સરદાર પટેલ યુનિવર્સિટીના પૂર્વ કુલસચિવ ડો. રામસિંહ રાજપૂત અખબારી યાદીમાં જણાવે છે કે તા. 14/12/2025ને રવિવારના રોજ પાટણ જિલ્લાના સમી...
Gujarat 
ડો. રામસિંહ રાજપૂતના પુસ્તકનું વિમોચન રાજ્યકક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોરના હસ્તે કરાયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.