AM/NS Indiaએ NECA 2025 ખાતે ટોચનો ઈનોવેશન એવોર્ડ જીત્યો

હજીરા-સુરત, ડિસેમ્બર 17, 2025: આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા (AM/NS India) ને વીજ મંત્રાલય દ્વારા આયોજિત અને બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી (BEE) દ્વારા અમલમાં મુકાયેલ નેશનલ એનર્જી કન્ઝર્વેશન એવોર્ડ્સ (NECA) 2025માં પ્રતિષ્ઠિત બેસ્ટ ઇનોવેટર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું છે. 

આ એવોર્ડ રવિવારે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ  દ્રૌપદી મુર્મૂ અને વીજ મંત્રી મનોહર લાલ ખટ્ટર દ્વારા સંયુક્ત રીતે પ્રદાન કરવામાં આવ્યો હતો. AM/NS India તરફથી આ એવોર્ડ  બૈજુ મસરાની, ચીફ – હોટ મેટલ ડિલીવરી, હજીરા દ્વારા સ્વીકારવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન નેશનલ એનર્જી કન્ઝર્વેશન ડે 2025ની પણ ઉજવણી કરવામાં આવી હતી. 

NECA ભારતના ઊર્જા કાર્યક્ષમતા ક્ષેત્રનું સૌથી ઉચ્ચ સન્માન છે, જેમાં ઇનોવેશન સહિત કુલ સાત કેટેગરીમાં સિદ્ધિ મેળવનારાઓને સન્માનિત કરવામાં આવે છે. AM/NS Indiaને તેના હઝીરા પ્લાન્ટ ખાતે આવેલા સ્ટીલ મેકિંગ પ્લાન્ટ-2 (SMP-2) પ્રોજેક્ટ માટે ઊર્જા કાર્યક્ષમતા ઇનોવેશન – ઇન્ડસ્ટ્રી કેટેગરીમાં પસંદ કરવામાં આવ્યું હતું. 

 

 

આ એવોર્ડ AM/NS Indiaની સ્ટીલ ઉત્પાદનમાં ડિકાર્બનાઇઝેશન અને ઓપરેશનલ ઇનોવેશન દ્વારા નવા ધોરણો સ્થાપિત કરવાની ક્ષમતાને માન્યતા આપે છે. આ કંપનીના ઉદ્દેશ ‘સ્માર્ટર સ્ટીલ્સ, બ્રાઈટર ફ્યુચર્સ’ પ્રત્યેની અડગ પ્રતિબદ્ધતા દર્શાવે છે અને ટકાઉ ઉકેલ પણ પૂરા પાડે છે. 
   
એવોર્ડ વિજેતા પ્રોજેક્ટ વિશે: સ્ટીલ મેકિંગ પ્લાન્ટ-2 : SMP-2 કોનાર્ક (કન્વર્ટર + આર્ક) ફર્નેશની કાર્યક્ષમતા સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે – જે ઇલેક્ટ્રિક આર્ક ફર્નેસ (EAF) અને બેસિક ઑક્સિજન ફર્નેસ (BOF) ટેકનોલોજીનું અદ્યતન સંયોજન છે. આ સિસ્ટમ હોટ મેટલ, ડાયરેક્ટ રિડ્યુસ્ડ આયર્ન (DRI) અને સ્ક્રેપનો ઉપયોગ કરીને સ્ટીલ બનાવવામાં ઉપયોગી થાય છે. આ પ્રક્રિયા બહુ ઊર્જા ખર્ચાળ છે, કારણ કે આર્ક ચાલુ રાખવા માટે સતત વીજ પુરવઠો આપવો પડે છે. 
AM/NS Indiaએ ઇલેક્ટ્રોડ રેગ્યુલેશન સિસ્ટમ (ERS)માં અદ્યતન પ્રોગ્રામેબલ લોજિક કંટ્રોલર (PLC) લોજિક અને ઓટો આર્ક લેન્થ કંટ્રોલ ઉમેર્યા, જેના કારણે આર્કની લંબાઈ રિયલ-ટાઇમમાં નિયંત્રિત થવા લાગી અને ઇલેક્ટ્રોડની સ્થિતિ વધુ સારી થઈ છે. પરિણામે ફર્નેસ વધુ સ્થિર રીતે કાર્યરત અને ફર્નેસની વીજ ઊર્જા વપરાશમાં 10% ઘટાડો થયો છે. જેનાથી ઊર્જા વપરાશ અને CO₂ ઉત્સર્જનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. 

આ પ્રોજેક્ટ દ્વારા મળેલા સ્પષ્ટ પરિણામો: 
દર વર્ષે 56,400 મેગાવોટ-કલાકથી વધુ વીજ બચત – જે હજારો ઘરને એક વર્ષ સુધી વીજ પુરવઠો પૂરો પાડવા માટે પૂરતી છે 
દર વર્ષે 41,700 ટન CO₂ ઉત્સર્જનમાં ઘટાડો – જે એક વર્ષમાં લગભગ 10,000 કારના ઉત્સર્જન જેટલું છે 
ટર્નઅરાઉન્ડ સમય ઘટાડવાના પરિણામે ફર્નેસની ઉત્પાદનક્ષમતા માં 2% વધારો થયો છે 
આ સિદ્ધિ AM/NS Indiaના લાંબા ગાળાના ડિકાર્બનાઇઝેશન લક્ષ્યો અને ભારતના 2070 સુધી નેટ-ઝીરો ઉત્સર્જનના રાષ્ટ્રીય લક્ષ્ય સાથે સુસંગત છે. CO₂ ઉત્સર્જનમાં ઘટાડો, ઊર્જાનો યોગ્ય ઉપયોગ અને ટકાઉ રીતો અપનાવીને, કંપની ભારતના હવામાન જાળવણીના લક્ષ્યોમાં યોગદાન આપી રહી છે અને સાથે-સાથે વૈશ્વિક સ્તરે આબોહવા પરિવર્તન સામે લડવાના પ્રયાસોમાં પણ જોડાઈ રહી છે. 
બેસ્ટ ઇનોવેટર એવોર્ડ 2025 તરીકે આ પ્રોજેક્ટને મળેલી માન્યતા કંપનીની ઔદ્યોગિક સફરમાં એક ગૌરવપૂર્ણ માઈલસ્ટોન છે, જે પર્યાવરણીય જવાબદારી, ટેકનોલોજીકલ પ્રગતિ અને ટકાઉ વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે. આ નોંધપાત્ર સિદ્ધિ સમગ્ર AM/NS India ટીમને ઊર્જા કાર્યક્ષમતા અને ઇનોવેશન તરફ વધુ પ્રયત્નો કરવા માટે પ્રેરણા આપે છે.

About The Author

Related Posts

Top News

બોલો... હવે સુરતમાં બ્યૂટી પ્રોડક્ટ પણ નકલી બને છે, 400ની ક્રિમ નકલી બનાવી 170માં વેચતા

સુરત શહેર હવે નકલી વસ્તુઓનું હબ બનતું જઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. સુરતથી નકલી ઘી, નકલી પાન-મસાલાઓની...
Gujarat 
બોલો... હવે સુરતમાં બ્યૂટી પ્રોડક્ટ પણ નકલી બને છે, 400ની ક્રિમ નકલી બનાવી 170માં વેચતા

કેનેડામાં 18 કરોડની ચોરીમાં 2 યુવતી સહિત 5 ગુજરાતીઓ પકડાયા, 2 વર્ષથી ચોરી કરતા હતા

કેનેડાના એજેક્સ (Ajax) સ્થિત એમેઝોન ફુલફિલમેન્ટ સેન્ટરમાંથી આશરે $2 મિલિયન (આશરે ₹18.5 કરોડ) ની કિંમતી વસ્તુઓની ચોરીનો મામલો સામે આવ્યો...
World 
કેનેડામાં 18 કરોડની ચોરીમાં 2 યુવતી સહિત 5 ગુજરાતીઓ પકડાયા, 2 વર્ષથી ચોરી કરતા હતા

સુરતના વિવાન શાહે રાષ્ટ્રીય બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં કાંસ્ય પદક જીત્યું

સુરત. સુરતનો ઉભરતો સિતારો બેડમિન્ટન ખેલાડી અને મનીત પાહુજા એકેડમી સાથે સંકળાયેલા વિવાન શાહે બિહારમાં યોજાયેલી પ્રતિષ્ઠિત યોનેક્સ સનરાઇઝ 37મી...
Gujarat 
સુરતના વિવાન શાહે રાષ્ટ્રીય બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં કાંસ્ય પદક જીત્યું

AM/NS Indiaએ NECA 2025 ખાતે ટોચનો ઈનોવેશન એવોર્ડ જીત્યો

હજીરા-સુરત, ડિસેમ્બર 17, 2025: આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા (AM/NS India) ને વીજ મંત્રાલય દ્વારા આયોજિત અને બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી...
Gujarat 
AM/NS Indiaએ NECA 2025 ખાતે ટોચનો ઈનોવેશન એવોર્ડ જીત્યો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.