સુરતના વિવાન શાહે રાષ્ટ્રીય બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં કાંસ્ય પદક જીત્યું

સુરત. સુરતનો ઉભરતો સિતારો બેડમિન્ટન ખેલાડી અને મનીત પાહુજા એકેડમી સાથે સંકળાયેલા વિવાન શાહે બિહારમાં યોજાયેલી પ્રતિષ્ઠિત યોનેક્સ સનરાઇઝ 37મી સબ જુનિયર રાષ્ટ્રીય બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં અન્ડર-13 બોયઝ સિંગલ્સ વર્ગમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતા ત્રીજું સ્થાન મેળવી કાંસ્ય પદક જીત્યું છે. તેમની આ સિદ્ધિથી સુરત તેમજ ગુજરાતનું નામ રાષ્ટ્રીય સ્તરે રોશન થયું છે.

સુરત સ્થિત મનીત પાહુજા બેડમિન્ટન અકાદમીમાં મળતા ઉચ્ચ સ્તરીય તાલીમનું પ્રતિનિધિત્ત્વ કરતા વિવાને આ સફળતા હાંસલ કરી છે. તેમની આ સિદ્ધિ તેમની કઠોર મહેનત, અવિરત લગન અને કોચીસના માર્ગદર્શનનું પરિણામ છે. આ ટૂર્નામેન્ટમાં વિવાનને રેન્કિંગના આધારે પાંચમું સ્થાન મળ્યું હતું.

આ અગાઉ પણ વિવાને અનેક રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓમાં નોંધપાત્ર પ્રદર્શન કર્યું છે. તેમણે મુંબઈમાં યોજાયેલી એક ઓલ ઇન્ડિયા રેન્કિંગ ટૂર્નામેન્ટમાં અન્ડર-13 બોયઝ સિંગલ્સનો ખિતાબ જીત્યો હતો. ઉપરાંત બેંગલુરુમાં યોજાયેલી ઓલ ઇન્ડિયા રેન્કિંગ બોયઝ ડબલ્સ સ્પર્ધામાં વિજેતા રહ્યા હતા, જ્યારે ગોવામાં યોજાયેલી ઓલ ઇન્ડિયા રેન્કિંગ બોયઝ ડબલ્સ ટૂર્નામેન્ટમાં ઉપવિજેતા રહ્યા હતા.

વિવાને આ સફળતા માટે પોતાના સ્કૂલ સ્કોલર ઇંગ્લિશ અકાદમી, ડુમસનો સહયોગ અને સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો છે.

About The Author

Related Posts

Top News

માતા-પિતાના સ્નેહનું ઋણ ચૂકવી શકાય નહીં પરંતુ તેમની સેવા કરી, આદર તથા સાથ આપીને જ થોડું ઘણું ચૂકવી શકાય

(ઉત્કર્ષ પટેલ) જગતમાં દરેક વસ્તુનો હિસાબ થઈ શકે છે ધન, સમય, સિદ્ધિ કે સંબંધોનું મૂલ્ય પણ આંકી શકાય છે પરંતુ...
Opinion 
માતા-પિતાના સ્નેહનું ઋણ ચૂકવી શકાય નહીં પરંતુ તેમની સેવા કરી, આદર તથા સાથ આપીને જ થોડું ઘણું ચૂકવી શકાય

જબરા ભેજાભાજો છે... એક સાથે બે અલગ-અલગ જિલ્લામાં સરકારી નોકરીઓ... 17 વર્ષ સુધી બંને જગ્યાએ મેળવ્યો પગાર

એક જ વ્યક્તિ, એક જ  માર્કશીટ, 2 જિલ્લા અને 2 સરકારી નોકરીઓ. જી હાં, ઉત્તર પ્રદેશના બારાબંકી...
National 
જબરા ભેજાભાજો છે... એક સાથે બે અલગ-અલગ જિલ્લામાં સરકારી નોકરીઓ... 17 વર્ષ સુધી બંને જગ્યાએ મેળવ્યો પગાર

MMCF પુરસ્કારો 2026: સેવા, હિંમત અને વારસાને સમર્પિત એક પ્રતિષ્ઠિત પરંપરા

મહારાણા મેવાડ ચેરિટેબલ ફાઉન્ડેશન (MMCF) દ્વારા આપવામાં આવતા વાર્ષિક MMCF પુરસ્કારો, ભારતમાં એક પ્રતિષ્ઠિત પરંપરા છે જે સમાજ...
National 
MMCF પુરસ્કારો 2026: સેવા, હિંમત અને વારસાને સમર્પિત એક પ્રતિષ્ઠિત પરંપરા

વર્ષોથી બેડરેસ્ટ પર રહેલા 82 વર્ષીય વૃદ્ધાને UP પોલીસે આરોપી બનાવી દીધા

ઉત્તર પ્રદેશમાં આવેલા અમેઠીમાં પોલીસની અસંવેદનશીલતાનો એક મોટો મામલો સામે આવ્યો છે. જ્યાં વર્ષોથી ખાટલામાં બીમાર અવસ્થામાં સુતેલી 82 વર્ષીય...
National 
વર્ષોથી બેડરેસ્ટ પર રહેલા 82 વર્ષીય વૃદ્ધાને UP પોલીસે આરોપી બનાવી દીધા

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.