- Gujarat
- ડો. રામસિંહ રાજપૂતના પુસ્તકનું વિમોચન રાજ્યકક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોરના હસ્તે કરાયું
ડો. રામસિંહ રાજપૂતના પુસ્તકનું વિમોચન રાજ્યકક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોરના હસ્તે કરાયું
સરદાર પટેલ યુનિવર્સિટીના પૂર્વ કુલસચિવ ડો. રામસિંહ રાજપૂત અખબારી યાદીમાં જણાવે છે કે તા. 14/12/2025ને રવિવારના રોજ પાટણ જિલ્લાના સમી ખાતે અક્ષય વાડીમાં નોર્થ અમેરિકા રાજપૂત સમાજ એસોસિએશનના પ્રમુખ નરેશભાઈ ચાવડા( કેનેડા), અતિથી વિશેષ પદે સરકારના રાજ્યકક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોર, ધારાસભ્ય લવિંગજી ઠાકોર, પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન ઠાકોર, આરોગ્ય સમિતિના ચેરમેન હેતલબેન જે. ડાભી, ભાજપા ઉત્તર ઝોન મીડિયા ઇન્ચાર્જ કલ્પેશભાઈ રથવી, ભાજપા પાટણ જીલ્લા પ્રમુખ રમેશભાઈ સિંધવ અને આશરે 5૦૦૦ નાડોદા રાજપૂત સમાજના જ્ઞાતિબંધુઓની હાજરીમાં “ ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ-2023, યુનિવર્સિટીઓમાં પરિવર્તનનો રાજ્ય સરકારનો સફળ પ્રયાસ” નામનું પુસ્તક માન. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા પૂર્વ શિક્ષણ મંત્રી ઋષિકેશભાઈ પટેલ તથા રાજ્ય કક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલ્લ પાનાશેરીયાને અર્પણ કરવામાં આવ્યું છે. ડો. રામસિંહ રાજપૂતનું યુનિવર્સિટીના વહીવટ ઉપર આ પાંચમું પુસ્તક છે.

