- Business
- 16 હજાર કિલો સોનાના માલિકે જણાવ્યું- ઈરાન યુદ્ધ દરમિયાન સોનાના ભાવમાં કેટલો વધારો થશે
16 હજાર કિલો સોનાના માલિકે જણાવ્યું- ઈરાન યુદ્ધ દરમિયાન સોનાના ભાવમાં કેટલો વધારો થશે
વિશ્વની સૌથી મોટી પારિવારિક માલિકીની જ્વેલરી કંપની જોય અલુક્કાસના માલિક ભારતીય ઉદ્યોગપતિ જોય અલુક્કાસનું કહેવું છે કે, મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધથી સોનાના ભાવમાં વધુ વધારો થશે. તેમનું માનવું છે કે ભૌગોલિક અને આર્થિક જોખમોથી ઘેરાયેલી દુનિયામાં આગામી વર્ષોમાં સોનાના ભાવમાં વધારો થતો રહેશે.
તેઓ ગણાવે છે કે, ઈરાન પર અમેરિકન હુમલાઓ અને તેના જવાબમાં દુબઈ પર કરવામાં આવેલા ડ્રોન હુમલા, જેમાં શહેરના એરપોર્ટ અને પ્રખ્યાત બુર્જ અલ અરબ હોટલને નિશાન બનાવવામાં આવી હતી. આવા જ જોખમણા ઉદાહરણ છે. જોય અલુક્કાસ ગ્રુપના માલિક ઈરાની હુમલા દરમિયાન દુબઈમાં હાજર હતા. આ દરમિયાન દુબઈથી બ્લૂમબર્ગને આપેલા ઈન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે, ‘જ્યારે પણ વિશ્વમાં તણાવ હોય છે, ત્યારે લોકો સ્વાભાવિક રીતે સુરક્ષા માટે સોના તરફ વળે છે. આના કારણે થોડા દિવસો માટે સોનાના ભાવમાં વધારો થઈ શકે છે.’
તેમણે કહ્યું કે, ‘આગામી 2-3 વર્ષોમાં, જ્યાં સુધી વિશ્વમાં ખરેખર શાંતિ અને સુધારો નહીં થાય, ખાસ કરીને અમેરિકન અર્થતંત્ર અને વૈશ્વિક ભૂરાજનીતિમાં, મને સોનાના ભાવમાં કોઈ મોટો ઘટાડો દેખાતો નથી. ક્યારેક-ક્યારેક ઘટાડો થઈ શકે છે, પરંતુ કુલ મળીને સોનામાં વધારો થશે.’
તેમની ટિપ્પણીઓ દર્શાવે છે કે, વૈશ્વિક સોનાના રોકાણકારો તાજેતરની અસ્થિરતાને કેવી રીતે જોઈ રહ્યા છે. ગયા વર્ષે સોનાના ભાવમાં 75 ટકાથી વધુનો વધારો થયો છે, જે ઔંસ દીઠ 5,000 ડોલરથી વધુ સુધી પહોંચી ગયો છે અને જાન્યુઆરીમાં રેકોર્ડ ઉચ્ચતમ સ્તર પર પહોંચ્યો હતો. 69 વર્ષીય અલુક્કાસના મતે તેમની પાસે UAE, ભારત, અમેરિકા અને અન્ય દેશોમાં તેમના લગભગ 200 સ્ટોર્સમાં સોનાના બાર અને ઘરેણાં સહિત લગભગ 16,000 કિલોગ્રામ સોનાનો ભંડાર છે. તેમણે કહ્યું કે, જ્યારે સોનાના ભાવ વધે છે, ત્યારે તેમના સ્ટોકના ભાવ પણ વધે છે.
લાંબા સમય સુધી સ્ટોક રાખવાથી તેમને 10 થી 20 ટકાના ભાવમાં થતા વધઘટનો સામનો કરવામાં મદદ મળે છે. જો કે, બીજી બાજુ, તેમને આજના ઊંચા ભાવે નવો સ્ટોક ખરીદવો પડે છે. તેમણે કહ્યું કે, વર્કિંગ કેપિટલ વધે છે, અને સ્ટોક ફરી ભરવાનો ખર્ચ દર વખતે વધે છે.’ બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ અનુસાર, તેમની કુલ સંપત્તિ 5.8 અબજ ડોલર છે.
અલુક્કાસે કહ્યું કે, મધ્ય-પૂર્વમાં તાજેતરના ઉથલપાથલ જેવી એક પ્રાદેશિક ઘટનાક્રમથી સામાન્ય રીતે સોનાના ભાવને નવી ઊંચાઈએ પહોંચવાનું કારણ નથી. સોનાના ભાવમાં તેજ અને સ્થાયી વધારો થવા માટે અમેરિકન વ્યાજ દરો, ડોલર, ફુગાવો અને વૈશ્વિક રોકાણકારોના વિશ્વાસ જેવા મોટા વૈશ્વિક પરિબળોની જરૂરી હોય છે. દુબઈમાં થયેલા હુમલાઓએ બીજી સમસ્યા ઊભી કરી છે. શાળાઓ બંધ થઈ ગઈ છે, ઘણા લોકોને ઘરેથી કામ કરવાની ફરજ પડી છે, અને સમૃદ્ધ વિદેશી વસ્તીમાં ચિંતા વધી ગઈ છે.
અલુક્કાસના મતે, આ ઘટનાઓથી પહેલા જ રોકાણ હેતુ માટે સોનાના બાર અને સિક્કાની માંગ વધી રહી હતી. હવે ગ્રાહકોમાં રોકાણ તરીકે 10-ગ્રામ અને 50-ગ્રામ ચાંદીના બાર ખરીદવાનો નવો ટ્રેન્ડ પણ શરૂ થયો છે. જ્યારે અગાઉ, જોય અલુક્કાસ મુખ્યત્વે સુશોભન ચાંદીના દાગીના, જેમ કે પાયલ અને બેલ્ટ વેચતા હતા. તેમણે કહ્યું કે તેમના મોટાભાગના ગ્રાહકો ભારતીય છે અને તેઓ હજુ પણ લગ્ન, તહેવારો, જન્મદિવસ અને ફાધર્સ ડે માટે ઘરેણાં ખરીદે છે. જોકે, સોનાના ભાવમાં તાજેતરમાં થયેલા ભારે વધારાથી ગ્રાહકોની ખરીદ શક્તિ પર અસર પડી છે, જેના કારણે હલકાવ જનના ઘરેણાંની લોકપ્રિયતા વધી છે.
ભારત કંપનીનું સૌથી મોટું બજાર છે, ત્યારબાદ UAE અને અમેરિકા આવે છે. જોય અલુક્કાસના પિતા અલુક્કા જોસેફ વર્ગીસ, લગભગ 70 વર્ષ પહેલાં કેરળમાં એક નાની દુકાનમાં વ્યવસાય શરૂ કર્યો હતો. જોય અલુક્કાસે 16 વર્ષની ઉંમરે તેમના પિતાને વ્યવસાયમાં મદદ કરવાનું શરૂ કર્યું હતું.
1980ના દાયકાના અંતમાં, તેમણે કંપનીનો વિદેશમાં વિસ્તાર કર્યો અને UAEમાં તેનો પહેલો વિદેશી શૉરૂમ ખોલ્યો. ત્યારબાદ તેમણે જોય અલુક્કાસ ગ્રુપ વિકસાવ્યું, જે આજે 12 દેશોમાં 178 શૉરૂમ ધરાવે છે.
લગભગ એક દાયકા અગાઉ, જોય અલુક્કાસ પણ અમેરિકન માર્કેટમાં પ્રવેશ્યા હતા અને હવે તેઓ મોટા ભારતીય ડાયસ્પોરા વસ્તીવાળા શહેરો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. હાલમાં, અમેરિકામાં તેમના 7 સ્ટોર્સ છે, જે આગામી વર્ષના અંત સુધીમાં 11 સુધી વિસ્તૃત કરવાની યોજના છે. તેઓ ન્યૂઝીલેન્ડ અને કેનેડામાં પણ નવા સ્ટોર ખોલવાની તૈયારી કરી રહ્યા છે. તેમના પુત્ર, જોન પોલ અલુક્કાસ, આંતરરાષ્ટ્રીય વ્યવસાયનું સંચાલન કરે છે, જ્યારે તેમના બે જમાઈ ભારતમાં કંપનીના સંચાલનમાં સામેલ છે. તાજેતરમાં, ઈરાન સાથે અમેરિકા-ઇઝરાયલ યુદ્ધને કારણે સોનાના ભાવમાં ભારે વધઘટ થઈ છે. અલુક્કાસે કહ્યું કે, ‘અમારું માનવું છે કે લાંબા ગાળે સોનું એક જ દિશામાં આગળ જશે, અને અમે હેજિંગમાં વિશ્વાસ કરતા નથી.’

