હરિયાણામાં બિલ્ડરની ચાલાકીનો થયો પર્દાફાશ, ગુગલ AI આખી સચ્ચાઈ સામે લાવ્યું! RERAએ સૌથી અનોખું વળતર અપાવ્યું

હરિયાણા રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (HRERA)એ એક આશ્ચર્યજનક નિર્ણય બહાર પાડ્યો છે, જેમાં ઘર ખરીદનારાઓને રાહત મળી છે. ચિન્ટેલ્સ ઈન્ડિયા બિલ્ડરને દરેક ઘર ખરીદનારને રૂ. 4.09 કરોડથી વધુનું વળતર ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ નિર્ણય 2022માં ટાવર ધરાશાયી થયાના લગભગ ચાર વર્ષ પછી આવ્યો છે. આ નિર્ણય એટલા માટે વધુ મહત્વપૂર્ણ થઇ જાય છે, કારણ કે મિલકતની વધેલી કિંમત નક્કી કરવા માટે ગૂગલના AIનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પીડિતો માટે વળતરની રકમ AIના આધારે નક્કી કરવામાં આવી હતી.

9

એક અંગ્રેજી અખબારમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, હરિયાણા રેરા (HRERA)ના અધિકારીઓએ આ સમગ્ર કેસમાં ગૂગલના 'AI ઓવરવ્યૂ'નો ઉપયોગ કર્યો હતો. AI ડેટાના આધારે, એવું જાણવા મળ્યું કે, 2022ની શરૂઆતમાં ગુરુગ્રામના સેક્ટર 109માં મિલકતના ભાવ 6,500થી 7,000 રૂપિયા પ્રતિ ચોરસ ફૂટ હતા. 2026ની શરૂઆતમાં આ ભાવ વધીને 12,000 થી 12,400 રૂપિયા પ્રતિ ચોરસ ફૂટ થયા, જે ચાર વર્ષમાં કિંમતોમાં 64.7 ટકાનો વધારો દર્શાવે છે. તેના આધારે, વળતર દર 13,000 રૂપિયા પ્રતિ ચોરસ ફૂટ નક્કી કરવામાં આવ્યો હતો. બિલ્ડરે શરૂઆતમાં 7,500 રૂપિયા પ્રતિ ચોરસ ફૂટ ઓફર કરી હતી, પરંતુ ઘર ખરીદનારએ આ ઓફરને નકારી કાઢી હતી.

આ આખો કેસ 10 ફેબ્રુઆરી, 2022ના રોજ ચિન્ટેલ્સ પેરાડિસોના ટાવર Dમાં અચાનક અનેક માળ તૂટી પડવા સાથે સંબંધિત છે, જેના પરિણામે બે લોકોના મોત થયા હતા. IIT દિલ્હી અને સેન્ટ્રલ બિલ્ડીંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કરવામાં આવેલી તપાસમાં બહાર આવ્યું છે કે, કોંક્રિટ ખૂબ જ નબળી ગુણવત્તાનું હતું. પ્રોજેક્ટમાં વપરાતું સ્ટીલ કાટવાળું હતું, અને બાંધકામમાં ક્લોરાઇડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તપાસ પછી, પ્રોજેક્ટના તમામ નવ ટાવર રહેવાલાયક નથી એવું જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારપછી તેમને તબક્કાવાર તોડી પાડવામાં આવ્યા હતા.

10

HRERAએ સમગ્ર ઘટના માટે બિલ્ડરને જવાબદાર ઠેરવ્યો છે. ઓથોરિટીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ઘર ખરીદનારાઓને ઉચ્ચ ગુણવત્તાવાળા બાંધકામનું વચન આપવામાં આવ્યું હતું, પરંતુ પ્રોજેક્ટ સંપૂર્ણપણે રહેવાલાયક બન્યો ન હતો. દોષ સંપૂર્ણપણે બિલ્ડરનો છે અને આ માટે ખરીદદારોને સજા મેળવી જોઈએ નહીં.

સુપ્રીમ કોર્ટે બે વિકલ્પો ઓફર કર્યા હતા, ક્યાં તો વળતર ચૂકવો અથવા ફરીથી બાંધકામ કરો અને પ્રોજેક્ટ સોંપી દો. જોકે, બિલ્ડરે ફરીથી બાંધકામ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો અને નજીકમાં બનેલા પ્રોજેક્ટ્સમાં વધારે ભાવનો ઉલ્લેખ કરીને ઘર ખરીદનારાઓએ ઓછા વળતરની ઓફરને પણ નકારી કાઢી હતી.

ઓથોરિટીએ રૂ. 4.09 કરોડથી વધુની ચુકવણીનો આદેશ આપ્યો હતો. આમાં ફ્લેટની કિંમત, સ્ટેમ્પ ડ્યુટી રિફંડ (રૂ. 4.6 લાખ), માનસિક યાતના માટે રૂ. 2 લાખ અને મુકદ્દમાના ખર્ચ માટે રૂ. 50,000નો સમાવેશ થાય છે. બિલ્ડરે 10.8 ટકા વાર્ષિક વ્યાજ પણ ચૂકવવું પડશે.

11

આ નિર્ણય, ઘર ખરીદનારાઓ માટે વિજય હોવા છતાં, Google AIનો સત્તાવાર રીતે ઉપયોગ કરનારો પ્રથમ નિર્ણય છે. આ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ વિવાદોમાં બજાર દર નક્કી કરવા માટે એક નવી પદ્ધતિની શરૂઆત કરી શકે છે. ભવિષ્યમાં, જ્યારે પણ કિંમત વિવાદ થાય ત્યારે AI ડેટાનો ઉપયોગ વધી શકે છે. આ નિર્ણય ઘર ખરીદનારાઓને ખુબ મોટી રાહત આપે છે.

About The Author

Related Posts

Top News

મુકેશ ખન્ના રણવીર સિંહને 'શક્તિમાન' બનવા દેશે નહીં; તેમણે કહ્યું- કરોડો રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે!

ચાર વર્ષ પહેલાં પ્રતિષ્ઠિત ભારતીય સુપરહીરો શક્તિમાન પર આધારિત એક ફિલ્મની જાહેરાત કરવામાં આવી હતી, અને એવા અહેવાલો પણ...
Entertainment 
મુકેશ ખન્ના રણવીર સિંહને 'શક્તિમાન' બનવા દેશે નહીં; તેમણે કહ્યું- કરોડો રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે!

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 20-04-2026 વાર- સોમવાર મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ કાલે ખુલે તો પણ તેની અસર મહિનાઓ સુધી રહેશે: નિષ્ણાતોની ચેતવણી

યુકે ચાર્ટર્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એક્સપોર્ટ એન્ડ ઇન્ટરનેશનલ ટ્રેડના ડાયરેક્ટર જનરલ માર્કો ફોર્જિયોને જણાવ્યું છે કે, સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ (...
World 
સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ કાલે ખુલે તો પણ તેની અસર મહિનાઓ સુધી રહેશે: નિષ્ણાતોની ચેતવણી

રશિયા જશે 3000 ભારતીય સૈનિકો, 10 ફાઇટર જેટ-5 યુદ્ધ જહાજો; જાણો શું છે મેગા ડિફેન્સ પ્લાન

ભારત અને રશિયા વચ્ચે સંરક્ષણ સહયોગને મજબૂત બનાવતો એક મહત્વપૂર્ણ કરાર હવે અમલમાં આવ્યો છે. ફેબ્રુઆરી 2025માં નવી દિલ્હી...
World 
રશિયા જશે 3000 ભારતીય સૈનિકો, 10 ફાઇટર જેટ-5 યુદ્ધ જહાજો; જાણો શું છે મેગા ડિફેન્સ પ્લાન
Copyright (c) Khabarchhe All Rights Reserved.