શું 2000થી વધુ UPI ટ્રાન્ઝેક્શન પર ચાર્જ લાગશે? RBIએ જણાવી અસલી વાત

નાણા મંત્રાલયે સંસદમાં જે ચૂકવણી અને સમાધાન પ્રણાલી (સંશોધન) બિલ રજૂ કર્યું છે. આ બિલમાં મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR)ના અમલીકરણની વાત કહેવામાં આવી છે. આ ચાર્જ ₹2,000 થી વધુની લિમિટ પર લાગુ થઈ શકે છે; જો લાગૂ કરવામાં આવે તો, આ રકમથી વધુની કોઈપણ ટ્રાન્ઝેક્શન પર MDR ફી ચૂકવવાપાત્ર રહેશે.

આનાથી લોકોમાં ખળભળાટ મચી ગયો છે, અને વિવિધ સર્વે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે આ નવા નિયમને કારણે મોટી સંખ્યામાં વપરાશકર્તાઓ UPI થી દૂર થઈ શકે છે. પરંતુ, ગભરાવાની જરૂર નથી; RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું છે કે આ બાબતે ટિપ્પણી કરવી જલદી ગણાશે, કારણ કે પેમેન્ટ સિસ્ટમમાં સંશોધન અંગે ચર્ચા હજુ ચાલુ છે.

RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, UPI ટ્રાન્ઝેક્શનો પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) લાદવા અંગે ચોક્કસ નિવેદન આપવું ખૂબ વહેલું છે. ટ્રાન્ઝેક્શન સિસ્ટમ અંગે હજુ પણ ચર્ચાઓ ચાલી રહી છે, જેણે ઘણા નાની-મોટી લેવડદેવડ રોકડની જરૂરિયાત ઘટાડવામાં મદદ કરી છે. તેમણે કહ્યું હતું કે રિઝર્વ બેંકનું ફોકસ UPIથી વધુમાં વધુ અપનાવવા પર છે, અને સરકાર હાલમાં સંશોધન કરી રહી છે. મલ્હોત્રાના મતે, ઇલેક્ટ્રોનિક પેમેન્ટ સિસ્ટમમાં આવનાર ખર્ચ કોઈ ને કોઈએ તો ભોગવવા પડશે. તેમણે બુધવારે MPC બેઠકના રેપો રેટ અંગેના પરિણામોની જાહેરાત બાદ પ્રશ્નોના જવાબ આપતા આ વાતો કરી હતી.

UPI
aajtak.in

નવા UPI-સંબંધિત બિલમાં શું-શું છે?

મંગળવારે, નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં કરવેરા અને અન્ય કાયદા (સંશોધન) બિલ રજૂ કર્યું. આ બિલ એવા પ્રતિબંધોને દૂર કરવાનો પ્રસ્તાવ છે જે હાલમાં બેંકો અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર્સને નોટિફાઇડ ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝેક્શન મોડ્સ પર MDR વસૂલવાથી અટકાવે છે. પરંતુ, આ મર્યાદા બધા વપરાશકર્તાઓને લાગુ પડતી નથી; તેના બદલે, તે વ્યવસાયોને લગતી બાબત છે.

જેમ કહ્યું તેમ, આ મામલો મર્ચન્ટ UPI ટ્રાન્ઝેક્શનો સાથે સંબંધિત છે; તેથી, સામાન્ય વપરાશકર્તાઓ પર તેની અસર જોવા મળશે નહીં. બીજા શબ્દોમાં કહીએ તો, દૂધ, શાકભાજી અને કરિયાણા જેવી દૈનિક આવશ્યક ચીજવસ્તુઓની ખરીદી પર અથવા ઓટો-રિક્ષા અને ટેક્સી ભાડા પર કોઈ અસર થવાની શક્યતા નથી. જો કે, સોશિયલ મીડિયા પર ખૂબ મૂંઝવણ જોવા મળી રહી છે, કેટલીક પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ નિયમ બધા વપરાશકર્તાઓને લાગૂ પડશે.

શું છે ₹2,000ની મર્યાદા?

સૂત્રોના સંદર્ભે ઘણા અહેવાલોમાં જણાવાયું કે આ દરખાસ્ત ખાસ કરીને ₹2,000 થી વધુના મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન અને મોટા કોમર્શિયલ સંસ્થાઓને ટારગેટ કરે છે. આનાથી કંઝ્યુમર-ટૂ-કંઝ્યુમર ટ્રાન્ઝેકશનને છૂટ હશે. જો તમે ₹2,000 થી વધુની ચુકવણી કરો છો, તો પણ તમારે કોઈ શુલ્ક ચૂકવવો પડશે નહીં. મૂળભૂત રીતે, સામાન્ય વપરાશકર્તાઓ પહેલાની જેમ જ ₹2,000 થી વધુની ચુકવણી કરવાનું ચાલુ રાખી શકે છે. સામાન્ય UPI ટ્રાન્ઝેક્શન મર્યાદા ₹1 લાખ પ્રતિ દિવસ છે, જેમાં ખાસ શ્રેણીઓ (જેમ કે હોસ્પિટલો, શિક્ષણ અને કર) માટે વધુ મર્યાદા સુધી ટ્રાન્ઝેક્શન કરી શકાય છે.

UPI
indiatoday.in

MDR ચાર્જ શું છે?

MDR એક એવો ચાર્જ છે, જે બિઝનેસ, ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરવા માટે બેંકો અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર્સને ચૂકવવો પડે છે. તેથી, તે સ્પષ્ટ છે કે આ ચાર્જ વેપારીઓને લાગુ પડે છે, સામાન્ય UPI વપરાશકર્તાઓને નહીં. આ પગલું જાન્યુઆરી 2020માં ઉઠાવવાનું હતું, પરંતુ ડિજિટલ પેમેન્ટનેને પ્રોત્સાહન આપવા માટે સરકારે તેને મોકૂફ રાખ્યું હતું.

તે મુખ્યત્વે બેંકો, UPI સર્વિસ પ્રોવાઇડર, મર્ચન્ટ પેનેન્ટ ઇકોસિસ્ટમ અને BHIM-UPI દ્વારા નાની ટ્રાન્ઝેક્શન સ્વીકારતા વેપારીઓને અસર કરે છે, કારણ કે ઇન્સેન્ટિવ આ જ ટ્રાન્ઝેક્શનો પર આધારિત છે. એક આંકડા અનુસાર, 95 ટકા ટ્રાન્ઝેક્શનો ₹2,000ની મર્યાદાથી નીચે આવે છે, જ્યારે ફક્ત 5 ટકા ટ્રાન્ઝેક્શનો ₹2,000 થી વધુ થાય છે. આનો અર્થ એ છે કે આ ચાર્જ ફક્ત આ 5 ટકા વેપારી ટ્રાન્ઝેક્શનો પર લાગૂ થશે.

About The Author

Related Posts

Top News

ઈન્ફોસિસના કો-ફાઉન્ડર અને આધાર કાર્ડ, UPI લાવવામાં મહત્ત્વનું યોગદાન આપનારા નંદન નીલેકણીનું નામ મતદાર યાદીમાંથી કપાવાનો ડર

શું ઇન્ફોસિસના સહ-સ્થાપક નંદન નીલેકણીનું નામ મતદાર યાદીમાંથી દૂર થઈ શકશે? આ પ્રશ્ન એટલા માટે ઉભો થાય છે કારણ...
National 
ઈન્ફોસિસના કો-ફાઉન્ડર અને આધાર કાર્ડ, UPI લાવવામાં મહત્ત્વનું યોગદાન આપનારા નંદન નીલેકણીનું નામ મતદાર યાદીમાંથી કપાવાનો ડર

મહિલાના પેટમાંથી ડૉક્ટરોએ 13 પેન, 5 ચમચી અને એક મીણબત્તી બહાર કાઢી; જાણો ડોક્ટરોએ આ અંગે શું કહ્યું?

એક મહિલાના પેટમાંથી 13 પેન, 5 લાકડાની ચમચી અને એક મીણબત્તી મળી આવી. આમાંથી એક પેન 25 સેન્ટિમીટર લાંબી...
National 
મહિલાના પેટમાંથી ડૉક્ટરોએ 13 પેન, 5 ચમચી અને એક મીણબત્તી બહાર કાઢી; જાણો ડોક્ટરોએ આ અંગે શું કહ્યું?

ઈન્ડિયન આર્મીમાં સેવા કરવા યુવકે એમેઝોનની 46 લાખના પગારવાળી નોકરી છોડી દીધી

આજના યુગમાં, જ્યારે યુવાનો લાખો અને કરોડોના પગાર પેકેજો અને કોર્પોરેટ જીવનશૈલીની પાછળ ભાગી રહ્યા છે, ત્યારે લખનૌના ...
Education 
ઈન્ડિયન આર્મીમાં સેવા કરવા યુવકે એમેઝોનની 46 લાખના પગારવાળી નોકરી છોડી દીધી

દમણ કલેક્ટરે થાર અને ફોર્ચ્યુનર કારમાલિકોને ભેગા કર્યા, પછી શપથ લેવડાવ્યા કે 'અમે 'હિરોગીરી' કે 'ભાઈગીરી' નહીં કરીએ...'

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં 100થી વધુ ફોર્ચ્યુનર અને થાર એક પછી એક લાઇનમાં...
Gujarat 
દમણ કલેક્ટરે થાર અને ફોર્ચ્યુનર કારમાલિકોને ભેગા કર્યા, પછી શપથ લેવડાવ્યા કે 'અમે 'હિરોગીરી' કે 'ભાઈગીરી' નહીં કરીએ...'
Copyright (c) Khabarchhe All Rights Reserved.