- Business
- ચીનની 'ડર્ટી ગેમ', USએ ટેરિફ વધારતા સામાન ભારતમાં ઠાલવવા માંડ્યો, આયાત વધી-નિકાસ ઘટી!
ચીનની 'ડર્ટી ગેમ', USએ ટેરિફ વધારતા સામાન ભારતમાં ઠાલવવા માંડ્યો, આયાત વધી-નિકાસ ઘટી!

જેનો ડર હતો તે થવા લાગ્યું છે. અમેરિકા દ્વારા ભારે ટેરિફ લાદવામાં આવ્યા પછી, ચીને ભારતમાં પોતાનો માલ ડમ્પ કરવાનું શરૂ કરી દીધું છે. અમેરિકાએ ચીન પર ટેરિફ વધારીને 245 ટકા કર્યો હોવાથી, એવો ભય છે કે, ચીન ભારતમાં તેનો વધુ માલ વેચી શકે છે. જ્યારે, બંને દેશો વચ્ચે બીજી એક ચિંતા ઉભી થઈ છે. ભારત અને ચીન વચ્ચે વેપારમાં મોટો તફાવત આવી ગયો છે.
ગયા નાણાકીય વર્ષમાં ભારત અને ચીન વચ્ચેનો વેપાર ખાધ 99.2 બિલિયન ડૉલરના રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો. ચીન સાથે વેપાર ખાધ લગભગ 17 ટકા વધી ગઈ છે. પાછલા નાણાકીય વર્ષમાં તે 85.07 બિલિયન ડૉલર હતું. એનો અર્થ એ થયો કે ભારતે ચીન પાસેથી ખરીદેલા માલ કરતાં ઘણો ઓછો માલ વેચ્યો. જ્યારે, ભારતે અમેરિકા સાથેના વેપારમાં સરપ્લસ એટલે કે 41.2 બિલિયન ડૉલરનો નફો મેળવ્યો. આ માહિતી સરકારી ડેટામાંથી પ્રાપ્ત થઈ છે.

સંયુક્ત આરબ અમીરાત (UAE) સાથે ભારતની વેપાર ખાધ 26.79 બિલિયન ડૉલર અને હોંગકોંગ સાથે 13.64 બિલિયન ડૉલર હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતને UAE, ઓસ્ટ્રેલિયા, જાપાન, દક્ષિણ કોરિયા અને મલેશિયા જેવા મુક્ત વેપાર કરાર ધરાવતા દેશો સાથે પણ વેપાર ખાધ હતી.
ચીનમાંથી માલની વધુ આયાતનું કારણ ઇલેક્ટ્રોનિક્સ, ઇલેક્ટ્રિક વાહન બેટરી, સોલાર સેલ અને કેટલાક ચોક્કસ ઔદ્યોગિક માલની માંગમાં વધારો છે. આ બાબતોમાં ચીનનું વર્ચસ્વ છે. ભારતને ડર છે કે ચીન આ વસ્તુઓ ભારતને સસ્તા ભાવે વેચી રહ્યું છે. આને 'ડમ્પિંગ' કહેવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનથી આવતા માલ પર ભારે કર લાદવાની વાત કરી છે. ભારત આના પર નજર રાખી રહ્યું છે. ભારતને લાગે છે કે, આના કારણે ચીન ભારતમાં પોતાનો માલ ડમ્પ કરી શકે છે. આ સીધું પણ મોકલી શકે છે અથવા ત્રીજા દેશ દ્વારા થઈ શકે છે. ડમ્પિંગ અટકાવવા માટે ભારત સરકારે એક મોનિટરિંગ સિસ્ટમ બનાવી છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, ચીન ઉપરાંત, ઇન્ડોનેશિયા અને વિયેતનામથી આવતા માલ પર પણ નજર રાખવામાં આવી રહી છે.
ભારત મોટાભાગે ચીનથી ઇલેક્ટ્રોનિક સામાન, કમ્પ્યુટર હાર્ડવેર, ટેલિકોમ સાધનો, કાર્બનિક રસાયણો, ઇલેક્ટ્રિકલ સાધનો, પ્લાસ્ટિક અને ફાર્માસ્યુટિકલ સામગ્રીની આયાત કરે છે.

ભારત મોટાભાગે ચીનને આયર્ન ઓર, દરિયાઈ ઉત્પાદનો, પેટ્રોલિયમ ઉત્પાદનો, કાર્બનિક રસાયણો અને મસાલા વેચે છે.
નિકાસ ઉદ્યોગના પ્રતિનિધિના જણાવ્યા મુજબ, ચીનથી આવતા ઘણા કાચા માલના ભાવ 25 ટકા સુધી ઓછા મૂલ્યના હોય છે. એટલે કે, બિલમાં કિંમત ઓછી લખવામાં આવે છે. સરકાર આયાત દેખરેખ તંત્ર બનાવી રહી છે. તેનો હેતુ એ છે કે, જો કોઈ દેશ ભારતમાં સસ્તા ભાવે માલ વેચે છે, તો તાત્કાલિક કાર્યવાહી કરી શકાય.
Related Posts
Top News
સુરતમાં એક જ પરિવારની 2 દીકરી અને 1 દીકરો સેનામાં છે
બલુચિસ્તાન પાકિસ્તાનનું નથી... બલુચ નેતાઓએ કરી આઝાદીની જાહેરાત, કહ્યું-તાત્કાલિક PoK છોડી દે પાકિસ્તાન
આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ
Opinion
