UPIથી પેમેન્ટ રિકવેસ્ટ થશે બંધ, 1 ઓક્ટોબરથી થશે મોટો બદલાવ

UPI પેમેન્ટ કેટલું કામનું છે તે કહેવાની જરૂર નથી. સ્કેન કરતા જ પેમેન્ટ થઈ જાય છે. જીવન ખૂબ જ સરળ બની ગયું છે, પરંતુ આ જ સરળતા સાયબર ઠગો માટે પણ થઇ ગઈ છે. UPI સાયબર ઠગો માટે લોકોને લૂંટવાની સૌથી લોકપ્રિય રીત બની ગઈ છે. એક પેમેન્ટ લિંક આવે છે અને એકાઉન્ટ ખાલી થઈ જાય છે, પરંતુ કદાચ 1 ઓક્ટોબરથી તેના પર લગામ લગાવી શકાય છે. જોકે છેતરપિંડી પૂરી રીતે બંધ થઈ જશે એમ નહીં કહી શકાય, પરંતુ એક મોટો બદલાવ તેમાં મદદ જરૂર કરશે.

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)UPIથી થનારી છેતરપિંડી રોકવા માટે એક મોટું પગલું ઉઠાવ્યું છે. 1 ઓક્ટોબર, 2025થી, Google Pay અને PhonePe જેવી એપ્સ પર પેમેન્ટ રિક્વેસ્ટ મોકલવાનું બંધ થઈ જશે, જેનાથી આ પ્રકારની છેતરપિંડી રોકી શકાશે. ચાલો જાણીએ કેવી રીતે છેતરપિંડી રોકી શકાશે.

UPI
business-standard.com

પેમેન્ટ રિક્વેસ્ટવાળું ફ્રોડ શું છે?

UPIથી પેમેન્ટ કરવાની 2 રીત છે. પહેલી જે તમે કોઈના મોબાઈલ પર પૈસા મોકલો છો અથવા QR કોડ સ્કેન કરો છો. બીજી રીત છે- પૈસા માટે રિક્વેસ્ટ મોકલવાની. મતલબ કે સામેથી એક લિંક આવે છે અને તમે તેના પર ક્લિક કરીને પેમેન્ટ કરો છો. આ પ્રોસેસ સામાન્ય રીતે બિઝનેસમાં વધુ ઉપયોગ થાય છે.

ઠગ આ ફીચરનો ફાયદો ઉઠાવે છે. OLX જેવી ઓનલાઈન શોપિંગ વેબસાઇટ્સ પર પણ આ પ્રકારના સ્કેમ તો ખૂબ સામાન્ય છે, જ્યાં સેલર્સના વેશમાં ઠગ પેમેન્ટ રિકવેસ્ટ મોકલીને ગ્રાહકોને ચૂનો લગાવે છે અને ગ્રાહકોને છેતરે છે. લોકો ઉતાવળમાં અથવા ભૂલથી આ રિકવેસ્ટને પૈસા મળવાની લિંક સમજી લેતા હતા. ક્લિક કરતા જ કાંડ થઈ જાય છે.

1 ઓક્ટોબરથી આવી પેમેન્ટ રિકવેસ્ટ બંધ થઈ જશે. હવે જો તમે પેમેન્ટ કરવા માગતા હોવ, તો તમારે જ કરવું પડશે. પછી ભલે મોબાઇલ નંબર પર ટ્રાન્સફર કરો કે QR કોડ પર. પેમેન્ટ મગાવવા વ્યવસ્થા બંધ થઈ જશે. આમ પણ તે ન હોવાથી કોઈ ફરક નહીં પડે કારણ કે UPI માટે એક મોબાઇલ નંબર પૂરતો છે.

તેની સાથે જ, તમને UPI Liteમાં ઓટો ટોપ-અપની સુવિધા પણ મળશે. જ્યારે પણ તમારા વૉલેટની રકમ એક નિશ્ચિત લિમિટથી ઓછી હશે તો તે આપમેળે ટોપ-અપ થઈ જશે, અને તમારે વારંવાર મેન્યુઅલી પૈસા નાખવાની જરૂર નહીં પડે.

About The Author

Related Posts

Top News

NEET આંદોલન એક ચેતવણી છે, ભારતનો યુવા હવે 'નિર્જીવ મતદાર' નથી રહ્યો તે જાગૃત છે, તે સવાલ પૂછે છે અને તે જવાબદારી માંગે છે

ભારતની લોકશાહીના ઇતિહાસમાં જ્યારે પણ યુવાઓ રસ્તા પર ઉતર્યા છે ત્યારે તેમણે રાજકીય ભૂકંપ લાવી દીધો છે. પરંતુ તાજેતરમાં 'નીટ'...
National 
NEET આંદોલન એક ચેતવણી છે, ભારતનો યુવા હવે 'નિર્જીવ મતદાર' નથી રહ્યો તે જાગૃત છે, તે સવાલ પૂછે છે અને તે જવાબદારી માંગે છે

અમેરિકામાં અભ્યાસ કરી રહેલા આર્મી ઓફિસરના 20 વર્ષીય પુત્રની કાર ગટરમાં પડી જતાં તેનું મોત થયું

શુક્રવારે સવારે દિલ્હીમાં થયેલા એક માર્ગ અકસ્માતે એક પરિવારની ખુશી થોડીક જ મિનિટોમાં છીનવી લીધી. દિલ્હીના વસંત કુંજ વિસ્તારમાં કાર...
National 
અમેરિકામાં અભ્યાસ કરી રહેલા આર્મી ઓફિસરના 20 વર્ષીય પુત્રની કાર ગટરમાં પડી જતાં તેનું મોત થયું

બિજેન્દ્ર ગુપ્તા 25 વર્ષથી ચલાવી રહ્યો હતો પેપર લીકનો ધંધો! મહારાષ્ટ્ર TET પ્રશ્નપત્ર આ રીતે લીક થયું

પેપર લીકને કારણે દેશભરમાં વાતાવરણ તંગ છે. NEET પેપર લીક અંગે સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શનો દિલ્હીના જંતર-મંતરથી પટના સુધી ઘણા...
National 
બિજેન્દ્ર ગુપ્તા 25 વર્ષથી ચલાવી રહ્યો હતો પેપર લીકનો ધંધો! મહારાષ્ટ્ર TET પ્રશ્નપત્ર આ રીતે લીક થયું

ઘરમાં હતા 1.29 કરોડ રૂપિયા રોકડા..., નોકરોએ માલિક ઊંઘની ગોળીઓ આપી દીધી, અને પછી...

17 જુલાઈની રાત્રે... ઘરના લોકો ગાઢ નિંદ્રામાં હતા. કબાટની ચાવી ઓશિકા નીચે રાખવામાં આવી હતી. ઘરમાં આવનારા અને જનારા દરેકને...
National 
ઘરમાં હતા 1.29 કરોડ રૂપિયા રોકડા..., નોકરોએ માલિક ઊંઘની ગોળીઓ આપી દીધી, અને પછી...
Copyright (c) Khabarchhe All Rights Reserved.