- Business
- આ કંપની પર પહેલા SEBIની કાર્યવાહી, હવે સરકારની તપાસ શરૂ, શેર 3 મહિનામાં 85 ટકા તૂટ્યો
આ કંપની પર પહેલા SEBIની કાર્યવાહી, હવે સરકારની તપાસ શરૂ, શેર 3 મહિનામાં 85 ટકા તૂટ્યો

છેલ્લા કેટલાક દિવસોથી, નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રની કંપની જેનસોલ એન્જિનિયરિંગના શેર શેરબજારમાં સમાચારમાં છે. આખરે ચર્ચામાં હોય પણ કેમ નહીં, કારણકે આ સ્ટોક ફક્ત 3 મહિનામાં 85 ટકા સુધી ઘટી ગયો છે. આ શેરમાં સતત લોઅર સર્કિટથી રોકાણકારોને પરસેવો વળી ગયો છે. આ પછી, સૌપ્રથમ બજાર નિયમનકાર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)એ કંપની સામે મોટી કાર્યવાહી કરી છે અને હવે કોર્પોરેટ બાબતોના મંત્રાલય (MCA)એ જેનસોલ ઇલેક્ટ્રિક સામે તપાસ શરૂ કરી છે.

કોર્પોરેટ બાબતોના મંત્રાલય (MCA)એ આ ઘટનાની સુઓ મોટો નોંધ લીધી છે અને જેનસોલ ઇલેક્ટ્રિક સામે તપાસ (સુઓ મોટો પ્રોબ) શરૂ કરી છે. રવિવારે એક સમાચારપત્રમાં પ્રકાશિત થયેલા અહેવાલમાં સૂત્રોનો ઉલ્લેખ કરીને કહેવામાં આવ્યું છે કે, મંત્રાલય જેનસોલ ઇલેક્ટ્રિકમાં થયેલી ગેરરીતિઓની તપાસ કરી રહ્યું છે અને આ અંગે સુઓમોટુ તપાસ શરૂ કરવામાં આવી છે. આ સાથે, કંપનીના નિયમનકારી ફાઇલિંગ અને એકાઉન્ટ્સની તપાસ કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કંપની સામે કોઈપણ કાર્યવાહી તપાસના તારણોના આધારે કરવામાં આવશે અને તપાસ માટે હજુ સુધી કોઈ સમયમર્યાદા નક્કી કરવામાં આવી નથી. આ તમામ ઘટનાક્રમ ભારતીય SEBI દ્વારા જેનસોલના પ્રમોટરો અનમોલ સિંહ જગ્ગી અને પુનિત સિંહ જગ્ગી પર પ્રતિબંધ મૂકતા વચગાળાના આદેશ પછી થયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, જ્યારે સેબીએ રાઇડ સર્વિસ પૂરી પાડતી કંપની બ્લુસ્માર્ટના પ્રમોટરો સાથે સંબંધિત છેતરપિંડીનો પર્દાફાશ કર્યો, ત્યારે કંપનીએ તેની સેવા બંધ કરી દીધી. હકીકતમાં, એવો આરોપ છે કે, જેનસોલ એન્જિનિયરિંગના પ્રમોટર અનમોલ સિંહે કંપનીના પૈસાનો દુરુપયોગ કર્યો છે. તેઓ બ્લુસ્માર્ટના સહ-સ્થાપક પણ છે. જેનસોલ એન્જિનિયરિંગ અને તેના પ્રમોટર્સ સામે કડક કાર્યવાહી કરતા, સેબીએ બંને પ્રમોટર્સ અનમોલ સિંહ જગ્ગી અને પુનિત સિંહ જગ્ગીને કોઈપણ ડિરેક્ટર અથવા મુખ્ય મેનેજમેન્ટ પદ સંભાળવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ સાથે જ તેમને શેરબજારમાં કોઈપણ પ્રકારના વ્યવહારો કરવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એટલું જ નહીં, સ્ટોક સ્પ્લિટ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

સેબીએ તેની તપાસમાં જણાવ્યું હતું કે, બંને પ્રમોટરોએ જેનસોલ એન્જિનિયરિંગમાં ભંડોળનો દુરુપયોગ કર્યો છે. આ ઉપરાંત, શેરબજારમાં ચાલાકી કરવા માટે ગેરમાર્ગે દોરનારી માહિતી પણ આપવામાં આવી છે. સેબી હવે કંપનીની નાણાકીય પ્રવૃત્તિઓની સંપૂર્ણ તપાસ કરવા માટે ફોરેન્સિક ઓડિટરની નિમણૂક કરશે. આ રિપોર્ટ છ મહિનાની અંદર સુપરત કરવા માટે કહેવામાં આવ્યું છે.
ઇલેક્ટ્રિક વાહનોની ખરીદીની તપાસમાં જાણવા મળ્યું છે કે, જેનસોલ એન્જિનિયરિંગે લગભગ રૂ. 975 કરોડની ટર્મ લોન લીધી હતી. આમાંથી, 6,400 ઇલેક્ટ્રિક વાહનો (EVs) રૂ. 663.89 કરોડમાં ખરીદવાના હતા, પરંતુ ફક્ત 4,704 વાહનો જ ખરીદવામાં આવ્યા, જેની કિંમત રૂ. 567.73 કરોડ હોવાનું જણાવવામાં આવ્યું હતું. આવી સ્થિતિમાં, બાકીની રકમ અંગે કોઈ ચોક્કસ સ્પષ્ટતા પ્રાપ્ત થઈ નથી. આ કંપની સામે આરોપ છે કે, બાકીની રકમ પ્રમોટરો અને તેમના સંબંધીઓ સંબંધિત સંસ્થાઓમાં કન્વર્ટ કરવામાં આવી હતી. આમાં વૈભવી ખર્ચ, સ્થાવર મિલકતની ખરીદી અને પરિવારના સભ્યોને રોકડ ટ્રાન્સફરનો સમાવેશ થાય છે.

હવે વાત કરીએ જેનસોલ એન્જિનિયરિંગ શેર વિશે, જેમાં લોઅર સર્કિટ લાગવાની પ્રક્રિયા અટકતી નથી. પરિસ્થિતિ એવી છે કે, માત્ર 3 મહિનામાં આ સ્ટોક 85 ટકા સુધી ઘટી ગયો છે. 20 જાન્યુઆરી, 2025ના રોજ જેનસોલના શેરનો ભાવ રૂ. 771.40 હતો, જે ગયા ગુરુવારે ઘટીને રૂ. 116.54 થયો. શેરમાં ભારે ઘટાડાને કારણે કંપનીનું માર્કેટ કેપ પણ ઘટીને રૂ. 448.20 કરોડ થઈ ગયું છે.
નોંધ: શેરબજારમાં કોઈપણ પ્રકારનું નાણાકીય રોકાણ કરતા પહેલા, કૃપા કરીને તમારે તમારા બજાર નિષ્ણાતોની સલાહ અવશ્ય લેવી જોઈએ.
Related Posts
Top News
બોર્ડની પરીક્ષામાં માત્ર 35 ટકા માર્ક્સ પણ પરિવારે આખા ગામમાં ઉજવણી કરી
વિશ્વનો સૌથી ઉંચો પાડો; ઉંમર 5 વર્ષ, દિવસમાં જોઈએ 35 Kg ખાવાનું, નામ છે કિંગ કોંગ
71 હોસ્પિટલ, 5000 ફાર્મસીના 92 વર્ષના માલિક રોજ ઓફિસ જાય છે; 26,560 કરોડની છે સંપત્તિ
Opinion
