- Business
- અદાણી ગ્રુપના શેર આજે ભાગ્યા, અબુ ધાબીથી આવી ગૂડ ન્યૂઝ
અદાણી ગ્રુપના શેર આજે ભાગ્યા, અબુ ધાબીથી આવી ગૂડ ન્યૂઝ
ગૌતમ અદાણીના નેતૃત્વ વાળા અદાણી ગ્રુપની કંપનીમાં અબુ ધાબી નેશનલ એનર્જી કંપની રોકાણ કરવામાં વિચારણા કરી રહી છે. ગૌતમ અદાણીના વિજળી કારોબારમાં રોકાણ કરી શકે છે, જે થર્મલ પ્રોડક્શનથી લઇને ક્લીન એનર્જી અને ગ્રીન હાઇડ્રોજન સુધી અલગ અલગ ઝોનમાં ફેલાયેલા છે. ધ ઇકોનોમિક ટાઇમ્સના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, TAQA સમૂહ કંપનીઓ કોઇ સિંગલ યુનિટમાં 1.5થી 1.2 બિલિયન ડોલર્સ લગાવવા માટે ઇચ્છુક છે. અબુ ધાબી સિક્યોરિટીઝ એક્સચેન્જ પર લિસ્ટેડ TAQA એક ઇન્ટરનેશનલ એનર્જી અને વોટર કંપની છે, જે ચાર મહાદ્વીપોના 11 દેશોમાં કામ કરી રહી છે.
આ કંપની અબુ ધાબી એક્સચેન્જની બીજા નંબરની સૌથી મોટી લિસ્ટેડ કંપની છે. રિપોર્ટ અનુસાર, કંપની પ્રાથમિક રોકાણ અને પ્રમોટર પરિવાર સંસ્થાઓથી શેરોની સેકન્ડરી ખરીદી અને સંયોજન દ્વારા અદાણી ગ્રુપની ફર્મોમાં 19.9 ટકા સુધી હિસ્સેદારી ખરીદવામાં રૂચી રાખે છે. હાલના સમયમાં અદાણી એનર્જી સોલ્યુશન્સનું વેલ્યુએશન 91.660 કરોડ રૂપિયા છે. તેમાં પ્રમોટર્સ પાસે 68.28 ટકા હિસ્સેદારી છે. હાલની કિંમતો પર લગભગ 20 ટકા હિસ્સેદારીનો મતલબ 18240 કરોડ રૂપિયાનું રોકાણ થશે.

રિપોર્ટ્સમાં કહેવાયું છે કે, બન્ને પક્ષ એક રણનૈતિક ગઠજોડ બનાવવા અને ઉત્તર આફ્રિકા અને પશ્ચિમ એશિયામાં પરિયોજનાઓ પર મળીને કામ કરવા પર વિચાર કરી રહ્યા છે. 2005માં સ્થાપિત TAQAએ વિજળી ઉત્પાદન, ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન એસેટની સાથે સાથે અપસ્ટ્રીમ અને મિડસ્ટ્રીમ ઓઇલ અને ગેસ ઓપરેશનમાં રોકાણ કર્યું છે. તેની સંપત્તી સંયુક્ત અરબ અમીરાત, સાઉદી અરબ, કેનેડા, ઘાના, ભારત, ઇરાક, મોરોક્કો, ઓમાન, નેધરલેન્ડ્સ, યુકે અને અમેરિકામાં ફેલાયેલી છે. ભારતીય વિજળી ક્ષેત્રના એક પ્રમુખ ખેલાડી અદાણી ગ્રુપની સાથે પાર્ટનરશીપ કરીને TAQAને ઝડપથી વિકસિત થઇ રહેલા બજારમાં મજબૂત પકડ બનાવી શકે છે.
બુધવારે અમેરિકા સ્થિત બુટીક રોકણ ફર્મ જીક્યુઝી પાર્ટન્સે રોકાણકારો સાથે અદાણી પાવર લિમિટેડમાં 8710 કરોડ રૂપિયામાં 8.1 ટકા હિસ્સેદારી ખરીદી. શેર બજારના આંકડાથી ખબર પડે છે કે, જીક્યુઝી પાર્ટનર્સ અને અન્ય રોકાણકારોએ બ્લોક ડીલમાં 279.17 રૂપિયાની એવરેજ કિંમત પર અદાણી પાવરના 31.2 કરોડ શેર ખરીદ્યા છે. બ્લોક ડીલના આંકડા અનુસાર ખબર પડે છે કે, આ શેર અદાણી પરિવારની બે સંસ્થાઓ વર્લ્ડવાઇડ ઇમર્જિંગ માર્કે હોલ્ડિંગ્સ અને ઇફ્રો એશિયા ટ્રેડ એન્ડ ઇનવેસ્ટમેન્ટ્સ લિમિટેડ પાસેથી ખરીદવામાં આવ્યા હતા.

નેશનલ સ્ટોક એક્સચેન્જ પર બ્લોક ડીલના આંકડાથી ખબર પડે છે કે, અદાણી ફેમેલી ટ્રસ્ટે અદાણી એન્ટરપ્રાઇઝના 1.8 કરોડ શેર 2300 રૂપિયા પ્રતિ શેરના ભાવે વેચ્યા અને જીએસ જીક્યુઝી પાર્ટનર્સ ઇન્ટરનેશનલ ઓપોર્ચ્યુનિટીઝ ફંડે 1100 કરોડ રૂપિયામાં અદાણી ગ્રીન એનર્જીના 1.2 કરોડ શેર ખરીદ્યા.
જ્યારે, ઇનફિનિટ ટ્રેડ એન્ડ ઇનવેસ્ટમેન્ટે કંપનીના 4.6 કરોડ શેર વેચ્યા. ત્રણ ટકા હિસ્સેદારીની વધારે ખરીદી સાથે, જૂનના અંતમાં અદાણી ટ્રાન્સમિશનમાં જીક્યુઝી પાર્ટનર્સની હિસ્સેદારી વધીને 6.54 ટકા થઇ ગઇ.
એમેરિકા સ્થિત બુટિક રોકાણ ફર્મે અદાણી ગ્રુપની ચાર કંપનીઓ, અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, અદાણી ગ્રીન એનર્જી, અદાણી ટ્રાન્સમિસન અને અદાણી એન્ટરપ્રાઇઝમાં 15446 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. પછી જૂન મહિનામાં, જીક્યુઝી પાર્ટનર્સે અન્ય રોકાણકારોની સાથે મલીને ગ્રુપની બે કંપનીઓ, અદાણી એન્ટરપ્રાઇઝ અને અદાણી ગ્રીન એનર્જીમાં લગભગ એક બિલિયન ડોલર્સની હિસ્સેદારી ખરીદી હતી.

