- Business
- જાપાની બેંક આ ભારતીય બેંકમાં 24.99 ટકા ભાગીદારી ખરીદવા જઇ રહી છે
જાપાની બેંક આ ભારતીય બેંકમાં 24.99 ટકા ભાગીદારી ખરીદવા જઇ રહી છે
ખાનગી ક્ષેત્રની ધિરાણકર્તા Yes બેન્કે શનિવારે માહિતી આપી હતી કે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)એ સુમિતોમો મિત્સુઈ બેન્કિંગ કોર્પોરેશન (SMBC)ને 24.99% સુધીના સંપાદનને મંજૂરી આપી દેવામાં આવી છે. જાપાની બેન્ક દ્વારા YES બેન્કમાં આ સૌથી મોટી ભાગીદારીની ખરીદી હશે. RBIએ મંજૂરી આપવાની સાથે જ એ પણ સ્પષ્ટ કરી દીધું છે કે સંપાદન બાદ, SMBCને Yes બેન્કના પ્રમોટર તરીકે રાખવામાં નહીં આવે. Yes બેન્કે નિયમનકારી ફાઇલિંગમાં વધુમાં જણાવ્યું હતું કે, મંજૂરી 22 ઑગસ્ટથી 1 વર્ષ માટે માન્ય છે. આ SMBCની Yes બેન્કમાં બીજી ખરીદી છે. આ ખરીદી સાથે જાપાની બેન્કની હિસ્સો વધારવાની યોજના છે.
આ બેન્કો વેચી રહી છે ભાગીદારી
પ્રસ્તાવિત ડીલમાં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI) પાસેથી 13.19% હિસ્સો ખરીદવાનો છે. ઉપરાંત 7 અન્ય શેરધારકો- એક્સિસ બેન્ક, બંધન બેન્ક, ફેડરલ બેન્ક, HDFC બેન્ક, ICICI બેન્ક, IDFC ફર્સ્ટ બેન્ક અને કોટક મહિન્દ્રા બેન્ક પાસેથી 6.81% હિસ્સો ખરીદવાનો છે.
ફાઇલિંગમાં કહેવામાં આવ્યું છે કે, Yes બેન્કે અગાઉ 9 મે 2025ના રોજ SMBC માટે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા પાસેથી 13.19% અને એક્સિસ બેન્ક લિમિટેડ, બંધન બેન્ક લિમિટેડ, ફેડરલ બેન્ક લિમિટેડ, HDFC બેન્ક લિમિટેડ, ICICI બેન્ક લિમિટેડ, IDFC ફર્સ્ટ બેન્ક લિમિટેડ અને કોટક મહિન્દ્રા બેન્ક લિમિટેડ પાસેથી સંયુક્ત રીતે 6.81%ની ગૌણ ખરીદીના માધ્યમથી 20% શેરહોલ્ડિંગ હાંસલ કરવાની પોતાની યોજના જાહેર કરી હતી.
Yes બેન્કે વધુમાં જણાવ્યું હતું કે, ત્યારબાદની કોઈ પણ ભાગીદારીની ખરીદી RBIની શરતો અને નિયમનકારી મંજૂરીઓને આધિન રહેશે. આ ટ્રાન્ઝેક્શન ત્યારે જ પૂરા થશે, જ્યારે ભારતીય પ્રતિસ્પર્ધા આયોગ (CCI)ની મંજૂરી મળે અને મે 2025માં જાહેર થનારી ડીલમાં નિર્ધારિત શરતો પૂર્ણ થયા બાદ જ પૂર્ણ થશે.
SMBCની પૂર્ણ સ્વામિત્વવાળું એકમ, SMFGએ Yes બેન્કમાં 20% ભાગીદારી 13,482 કરોડ રૂપિયામાં ખરીદવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. આ ભારતના બેન્કિંગ ક્ષેત્રમાં આ સૌથી મોટું ક્રોસ બોર્ડર રોકાણ છે. SMFG જાપાનનું બીજું સૌથી મોટું બેન્કિંગ સમૂહ છે, જે ડિસેમ્બર 2024 સુધીમાં 2 ટ્રિલિયન ડોલર વેલ્યૂની સંપત્તિનું સંચાલન કરે છે. જુલાઈમાં, રોઇટર્સે જણાવ્યુ હતું કે SMBCએ પોતાની ભાગીદારી 4.9% વધારવા માટે પણ મંજૂરી માગી હતી.
કેન્દ્રીય બેન્કે કહ્યું કે, ખરીદીથી Yes બેન્કની સ્થિતિમાં કોઈ બદલાવ નહીં થાય કેમ કે આ ધિરાણકર્તાનો કોઈ પ્રમોટર નથી અને તેનું સ્વામિત્વ પૂરી રીતે સાર્વજનિક શેરધારકો પાસે છે. શુક્રવારે BSE પર Yes બેન્કના શેર 0.8% ઘટીને 19.28 રૂપિયા પર બંધ થયા. વિશ્લેષકોનું માનવું છે કે આ ડીલ ભારતીય બેન્કોમાં આ જ પ્રકારના મોટા પાયે રોકાણના માર્ગ ખોલી શકે છે.

