કોક-પેપ્સી સાથે કરશે સીધો મુકાબલો, માત આપવા માટે મુકેશ અંબાણીએ બનાવ્યો બિગ પ્લાન

રિલાયન્સે પોતાના ધંધાનો વિસ્તાર કરતા કોલા માર્કેટની આ પ્રતિષ્ઠિત બ્રાન્ડ સાથે આશરે 22 કરોડ રૂપિયાના કરાર હેઠળ અધિગ્રહણ કર્યું છે. કોકા કોલા અને પેપ્સીને ટક્કર આપવાની તૈયારી હેઠળ રિલાયન્સે કેમ્પા કોલાના દિલ્હી સ્થિત પ્યોર ડ્રિંક ગ્રુપ સાથે ડિલ કરી છે. કોલા ડ્રિંક કેમ્પા કોલા રિટેલ આઉટલેટ્સ પર પણ ઉપલબ્ધ છે અને તે પણ પોતાના અમેરિકી પ્રતિદ્વંદ્વી બ્રાન્ડની તુલનામાં ઘણી સસ્તી કિંમત પર. ઉદાહરણ તરીકે, રિલાયન્સના ઈ-ગ્રોસરી વેન્ચર જીયો માર્ટમાં કેમ્પા કોલાની 2 લિટરની બોટલ 49 રૂપિયામાં મળી રહી છે. જ્યારે કોકની 1.75 લિટરની બોટલ 70 રૂપિયામાં અને પેપ્સીની 2.25 લિટરની બોટલ 66 રૂપિયામાં વેચાઈ રહી છે.

એશિયાના બીજા નંબરા સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીએ સોફ્ટ ડ્રિંક માર્કેટમાં પોતાનો પરચમ લહેરાવવાની તૈયારીઓ ફટાફટ કરી દીધી છે. તેમના રિલાયન્સ ગ્રુપે આ સેક્ટરની દિગ્ગજ કોકા કોલા અને પેપ્સી જેવી કંપનીઓને માત આપવા માટે મોટો પ્લાન બનાવ્યો છે. જેના હેઠળ પહેલા 70ના દશકની જાણીતી બ્રાન્ડ કેમ્પા કોલાને પોતાના પોર્ટફોલિયોમાં સામેલ કરી, તો ગુજરાત બેઝ્ડ બેવરેજ કંપની સોસ્યો હજૂરીમાં ભાગીદારી ખરીદવાની જાહેરાત પણ કરી દીધી છે.

બિઝનેસ ટુડેના રિપોર્ટ પ્રમાણે, મુકેશ અંબાણીની રિલાયન્સ છેલ્લા ઘણા લાંબા સમયથી આ સેક્ટરમાં લીડર કોકા-કોલા અને પેપ્સિકો વિરુદ્ધ પોતાને બેટલ ઓફ કોલાસ માટે તૈયારી કરી રહ્યું છે. છેલ્લા છ મહિનાની વાત કરીએ તો અબજોપતિ મુકેશ અંબાણીની રિલાયન્સ અને એરટેલ, વોડાફોન અને આઈડિયા સેલ્યુલર કંપની વચ્ચે દેશના ટેલિકોમ માર્કેટ પર રાજ કરવા માટેની જંગ જોવા મળે છે. પરંતુ વર્ષ 2023 માટે હવે જંગની નવી થીમ બની ચૂકી છે. આ વખતે મુકેશ અંબાણીનું ફોકસ દેશના 68000 કરોડ રૂપિયાના સોફ્ટ ડ્રિંક માર્કેટ તરફ ટ્રાન્સફર થઈ ગયું છે.

સોફ્ટ ડ્રિંક બિઝનેસ સતત વધતો જોવા મળી રહ્યો છે અને તેના દિગ્ગજ કોકા-કોલા તથા પેપ્સિકો છે. હવે આ બંને કંપનીઓના પ્રભુત્વને કાંટાની ટક્કર આપવા જઈ રહી છે રિલાયન્સ ઈન્ડ્સ્ટ્રી લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણી. સોફ્ટ ડ્રિંક માર્કેટમાં જોરદાર એન્ટ્રીની તૈયારી હેઠળ રિલાયન્સ સતત એવી કંપનીઓની ખરીદી કરી રહી છે, જે તેને કોકા-કોલા અને પેપ્સિકોની સામે મજબૂતીની સાથે ઊભી રાખી શકે. પોતાની આ યોજના હેઠળ સૌ પ્રથમ તેમણે કેમ્પા કોલા સાથે કરાર કર્યો હતો.

About The Author

Top News

મનરેગા ભૂલી જાવ, ગ્રામીણ રોજગાર પર VB–G Ram G નામનો નવો કાયદો લાવશે મોદી સરકાર

કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરન્ટી અધિનિયમ (મનરેગા)ને ખતમ કરવા અને ગ્રામીણ રોજગાર માટે એક નવો કાયદો લાવવા...
National 
મનરેગા ભૂલી જાવ, ગ્રામીણ રોજગાર પર VB–G Ram G નામનો નવો કાયદો લાવશે મોદી સરકાર

આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

એક બાજુ સામાજિક પરંપરા અને જ્ઞાતિગત રિવાજો-સંસ્કૃતિને સાચવવા માટે વિવિધ સમાજો સમાયંતરે સમાજના આગેવાનોની બેઠકો બોલાવીને સમાજમાં શિસ્તતા, સંસ્કૃતિ...
Gujarat 
આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

બિહાર સરકારના મંત્રી નીતિન નબીનને માત્ર 45 વર્ષની ઉંમરમાં ભાજપના નેશનલ વર્કિંગ પ્રેસિડન્ટ તરીકે પસંદ કરાયા છે. તેઓ કદાચ ભાજપના...
National 
PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'

સારા શિક્ષણ અને મજબૂત કુશળતા પછી, દરેક યુવાન ઉચ્ચ પગારવાળી નોકરી મેળવવાનું સપનું જોતો હોય છે. પરંતુ શું દરેક...
World 
માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'
Copyright (c) Khabarchhe All Rights Reserved.