નારાયણ મૂર્તિએ 4 મહિનાના પૌત્રને 240 કરોડ રૂપિયાની આ ભેટ આપી

મોટા લોકોની, મોટી વાતો, દરેક બાબતમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. લગ્ન હોય કે, જન્મદિવસ હોય તેમની ગિફ્ટની તો શું વાત કરવી! થોડા વર્ષો પહેલા નીતા અંબાણીના જન્મદિવસ પર તેમના પતિ અને અબજોપતિ મુકેશ અંબાણીએ એક આખું પ્લેન જ ગિફ્ટ કર્યું હતું. આ દિવસોમાં ચાર મહિનાના બાળકને કરોડોની કિંમતની ભેટ મળી હોવાની ચર્ચા છે. કારણ છે બાળકના દાદા જેમનું નામ નારાયણ મૂર્તિ છે. ઇન્ફોસિસના સહ-સ્થાપકએ તેમના પૌત્રને 240 કરોડ રૂપિયાથી વધુના શેરનો માલિક બનાવ્યો છે. એક જ ભેટે બાળકને કરોડપતિઓની યાદીમાં લાવીને મૂકી દીધું છે.

ઈન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિ ફરી એકવાર સમાચારમાં છે. તેમણે તેમના પૌત્ર એકાગ્ર રોહન મૂર્તિને કંપનીના રૂ. 240 કરોડના શેર ભેટમાં આપ્યા છે. એકાગ્ર માત્ર 4 મહિનાનો છે. આ સ્થિતિમાં તે દેશના સૌથી યુવા કરોડપતિ બની ગયો છે.

નારાયણ મૂર્તિ આજકાલ સમાચારોમાં છવાયેલા રહે છે. ક્યારેક 70 કલાક કામ કરવા અંગેના નિવેદન અંગે, તો ક્યારેક સુધા મૂર્તિ સાથેના કોઈ જૂના મુદ્દા પર. આ વખતે નારાયણ મૂર્તિ તેમના પૌત્ર એકાગ્ર રોહન મૂર્તિના કારણે સમાચારમાં આવ્યા છે. મીડિયા સૂત્રોના અહેવાલ અનુસાર, એક એક્સચેન્જ ફાઇલિંગ સામે આવ્યું છે. આમાં, એકાગ્ર ઇન્ફોસિસના 15 લાખ શેર ધરાવે છે, જે કંપનીમાં 0.04 ટકા હિસ્સાની બરાબર છે. ફાઈલિંગમાં એ પણ ખુલાસો થયો છે કે વ્યવહાર 'ઓફ-માર્કેટ' કરવામાં આવ્યો હતો.

એકાગ્રનો જન્મ નવેમ્બર 2023માં રોહન મૂર્તિ અને અપર્ણા કૃષ્ણનને ત્યાં થયો હતો. તેઓ નારાયણ અને સુધા મૂર્તિના ત્રીજા પૌત્ર છે. કહેવામાં આવી રહ્યું છે કે, એકાગ્રનું નામ કથિત રીતે મહાભારતમાં અર્જુનના પાત્રથી પ્રેરિત છે. એકાગ્ર સંસ્કૃત શબ્દ છે. તેનો અર્થ છે અતૂટ ધ્યાન અને દ્રઢ નિશ્ચય.

ઈન્ફોસિસની શરૂઆત 1981માં 10,000 રૂપિયાના રોકાણ સાથે કરવામાં આવી હતી અને આજે તે ભારતની બીજી સૌથી મોટી ટેક કંપની બની ગઈ છે. આ કંપનીએ કોર્પોરેટ ગવર્નન્સને એક નવું પરિમાણ આપ્યું અને ઉદ્યોગસાહસિકતાને લોકશાહી સ્વરૂપ આપવાનો પ્રયાસ કર્યો. રિપોર્ટ અનુસાર, ટેક કંપનીમાં નારાયણ મૂર્તિનો હિસ્સો વધીને 1.51 કરોડ શેર થઈ ગયો છે, જે પહેલા કરતા 0.04 ટકા ઓછો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ વર્ષે નારાયણ મૂર્તિએ કહ્યું હતું કે, તેમના પરિવારને કંપનીથી અલગ રાખવાનો તેમનો ખોટો નિર્ણય હતો. તેથી, આ વખતે નારાયણ મૂર્તિએ તેમના પૌત્રને આટલી નાની ઉંમરથી કંપની સાથે જોડ્યા છે. તેમણે કહ્યું, 'મને લાગતું હતું કે કોર્પોરેટ ગવર્નન્સનો અર્થ એ છે કે, પરિવારને તેમાં સામેલ ન કરવું જોઈએ, કારણ કે તે દિવસોમાં મોટાભાગના વ્યવસાય પરિવારની માલિકીના હતા, જેમાં પરિવારના બાળકો આવીને કંપની ચલાવતા હતા. આમાં કોર્પોરેટ નિયમોનું ઘોર ઉલ્લંઘન થતું હતું.

About The Author

Top News

શું ધોની વગર ચેન્નાઈ સુપર કિંગ્સ કંઈ નથી? ક્યાં સુધી આવું ચાલશે?

મુઝ સે પહલે કિતને શાયર આયે ઔર આ કર ચલે ગયે, કુછ આંહે ભર કર લૌટ ગયે, કુછ...
Sports 
શું ધોની વગર ચેન્નાઈ સુપર કિંગ્સ કંઈ નથી? ક્યાં સુધી આવું ચાલશે?

મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન ફરી મુશ્કેલીમાં, આ વખતે મામલો 2000 કરોડનો

કથિત દારૂ કૌભાંડ અને મની લોન્ડરિંગ કેસમાં લાંબા સમયથી જેલમાં રહેલા દિલ્હીના ભૂતપૂર્વ DyCM મનીષ સિસોદિયા અને ભૂતપૂર્વ આરોગ્ય પ્રધાન...
National 
મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન ફરી મુશ્કેલીમાં, આ વખતે મામલો 2000 કરોડનો

કુલદીપે રિંકુ સિંહને 2 વખત લાફા ઝીક્યા, મેચ બાદ થઈ ઘટના, જુઓ વીડિયો

દિલ્હી કેપિટલ્સ (DC) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચે 29 એપ્રિલે અરુણ જેટલી સ્ટેડિયમમાં મેચ રમાઇ હતી. જ્યાં...
Sports 
કુલદીપે રિંકુ સિંહને 2 વખત લાફા ઝીક્યા, મેચ બાદ થઈ ઘટના, જુઓ વીડિયો

પહેલગામની ઘટના પછી કોંગ્રેસ નેતા રાહુલ ટેન્શનમાં કેમ છે?

કાશ્મીરના પહેલગામની ઘટના પછી કોંગ્રેસના કેટલાંક નેતાઓ પોતાની જ પાર્ટીની ફજેતી કરી રહ્યા છે. કર્ણાટકના મુખ્યમંત્રી અને સિનિયર નેતા સિદ્ધાર્થ...
National 
પહેલગામની ઘટના પછી કોંગ્રેસ નેતા રાહુલ ટેન્શનમાં કેમ છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.