- Business
- પાકિસ્તાનને ટેકો આપી આ બે દેશ આવી ગયા છે ભારતના લપેટામાં, ભારતીયો બોલ્યા હવે નહીં જઈએ ફરવા
પાકિસ્તાનને ટેકો આપી આ બે દેશ આવી ગયા છે ભારતના લપેટામાં, ભારતીયો બોલ્યા હવે નહીં જઈએ ફરવા
-copy27.jpg)
પહેલગામમાં પાકિસ્તાનના આતંકવાદી હુમલા પછી સમગ્ર વિશ્વ ભારતની કાર્યવાહીને સમર્થન આપી રહ્યું છે, ત્યારે તુર્કી અને અઝરબૈજાન જેવા દેશોએ તેની સામે અવાજ ઉઠાવ્યો છે. બંને દેશો પાકિસ્તાનને ટેકો આપીને ફસાઈ ગયા છે અને હવે બંને દેશો ભારતના ગુસ્સાનો સામનો કરી રહ્યા છે. ભારતના લપેટામાં આવેલા તુર્કી અને અઝરબૈજાનને પાકિસ્તાનને ટેકો આપવા બદલ ભારે કિંમત ચૂકવવી પડી શકે છે. બંને દેશોને હજારો કરોડ રૂપિયાનું નુકસાન થવાનો અંદાજ છે.

તુર્કી અને અઝરબૈજાનના પ્રવાસન ક્ષેત્રમાં ભારતનો મોટો ફાળો છે અને બંને દેશોમાં ભારતીય પ્રવાસીઓની સંખ્યા પણ વર્ષ-દર-વર્ષે વધી રહી છે. પરંતુ, પાકિસ્તાન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે, ભારતીય ટ્રાવેલ કંપનીઓ અને પ્રવાસીઓ આ બંને દેશોના પગલાથી ખુબ જ નારાજ છે અને મોટી સંખ્યામાં બુકિંગ રદ કરવાનું શરૂ કરી દીધું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, ભારતમાંથી લાખો પ્રવાસીઓએ તુર્કી અને અઝરબૈજાનની મુલાકાત લીધી છે, જેના પરિણામે બંને દેશોને અબજો રૂપિયાની કમાણી થઈ છે.
ઓનલાઈન ટૂર બુકિંગ કંપની Pickyourtrailના સહ-સ્થાપક હરિ ગણપતિ કહે છે કે, અમે તુર્કી અને અઝરબૈજાન માટે તમામ ટ્રાવેલ બુકિંગ બંધ કરી દીધા છે. બંને દેશોએ નાગરિકો પર કોઈ ટિપ્પણી કરી ન હતી, પરંતુ તેમણે ચોક્કસપણે ભારતની નીતિઓ અને રાષ્ટ્રીય હિતની વિરુદ્ધ વાત કરી હતી. તેથી એક ભારતીય ટ્રાવેલ કંપની હોવાને કારણે, આપણી પહેલી ફરજ ભારતીય પ્રવાસીઓ અને દેશ પ્રત્યેની છે.

ટ્રાવેલ પ્લેટફોર્મ EaseMyTripના સ્થાપક અને ચેરમેન નિશાંત પિટ્ટીએ ફરી એકવાર ભારતનો પક્ષ લીધો છે અને પ્રવાસીઓને તુર્કી અને અઝરબૈજાનની મુસાફરી ટાળવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિ હોવાથી અને તુર્કી અને અઝરબૈજાન પાકિસ્તાનને ટેકો આપી રહ્યા છે, તેથી ભારતીય નાગરિકોએ ખૂબ જ જરૂરી ન હોય ત્યાં સુધી ત્યાં મુસાફરી કરવાનું ટાળવું જોઈએ.
D2C ટ્રાવેલ ટેકનોલોજી ફર્મના CEO અને સ્થાપક ગોવિંદ ગૌર કહે છે કે અમે આ બંને સ્થળો માટે બુકિંગ સંપૂર્ણપણે બંધ કરી દીધું છે. એટલું જ નહીં, જે મુસાફરોએ પહેલાથી જ બુકિંગ કરાવી લીધું છે તેઓ પણ પોતાનું બુકિંગ રદ કરાવી રહ્યા છે અને તેમના પૈસા પરત મેળવી રહ્યા છે. અત્યાર સુધીમાં, બંને દેશો માટે મુસાફરી બુકિંગમાં 50 ટકાનો ઘટાડો થયો છે. ચીન પછી ભારત આ બંને દેશો માટે બીજા ક્રમનું સૌથી મોટું પ્રવાસન બજાર છે.

ગોવિંદ ગૌર કહે છે કે, ગયા વર્ષે માલદીવને સમાન પરિસ્થિતિમાં જે નુકસાન સહન કરવું પડ્યું હતું તેના કરતાં તુર્કી અને અઝરબૈજાનને વધુ નુકસાન સહન કરવું પડી શકે છે. ત્યારે માલદીવને 2 અબજ ડૉલર (લગભગ 17 હજાર કરોડ રૂપિયા)થી વધુનું નુકસાન થયું હતું. જો આપણે આંકડાઓ પર નજર કરીએ તો સ્પષ્ટ થાય છે કે ગયા વર્ષે 3.3 લાખ ભારતીયોએ ફક્ત તુર્કીમાં જ પ્રવાસન વિઝા લીધા હતા. આ 2023માં 2.74 લાખ મુસાફરો કરતા 20.7 ટકા વધુ છે. તુર્કી ભારતીયો માટે ઝડપથી વિકસતું પ્રવાસન બજાર છે. તેવી જ રીતે, ગયા વર્ષે અઝરબૈજાનમાં 2.43 લાખ ભારતીયો આવ્યા હતા, જે 2023ની સરખામણીમાં 108 ટકાનો વધારો દર્શાવે છે.
ભારતના 'ઓપરેશન સિંદૂર' પછી, તુર્કી અને અઝરબૈજાન બંનેએ લશ્કરી કાર્યવાહીનો વિરોધ કર્યો હતો. બંને દેશોના વિદેશ મંત્રાલયોએ ભારતીય કાર્યવાહીનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે, ભારતે લશ્કરી કાર્યવાહીને બદલે વાતચીત દ્વારા આ મુદ્દો ઉકેલવો જોઈએ અને નિર્દોષ નાગરિકોનું લોહી વહેવડાવવાનું ટાળવું જોઈએ. બંને દેશોએ પાકિસ્તાનનું સમર્થન પણ કર્યું હતું.
Related Posts
Top News
ચૈતર વસાવાની ચિમકી, તો PM મોદીનો કાર્યક્રમ નહીં થવા દઇશું
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?
Opinion
