- Business
- નિર્મલા સીતારમને જણાવ્યું- બજેટમાં કેમ મોટી જાહેરાતો ન થઈ?
નિર્મલા સીતારમને જણાવ્યું- બજેટમાં કેમ મોટી જાહેરાતો ન થઈ?

કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારણે 1 ફેબ્રુઆરીએ જ્યારે બજેટ રજૂ કર્યું ત્યારે કોઇ મોટી જાહેરાત કે કોઇ મોટી યોજના રજૂ કરવામાં ન આવી. ઘણા લોકોને અપેક્ષા હતી કે લોકસભાની ચૂંટણી પહેલાં મોટી રાહત મળી શકે છે. નિર્મલા સીતારમણે કહ્યું છે કે, વચગાળાના બજેટમં કોઇ જાહેરાત કે યોજના મુકવામા ન આવી, કારણ કે, એવી પંરપરા છે કે વચગાળાનું બજેટ હોય ત્યારે કોઇ મોટી જાહેરાત થતી નથી એટલે અમે પરંપરા જાળવી રાખી છે. ટેક્સ સ્લેબમાં પણ એટલે જ કોઇ બદલાવ કર્યો નથી.
જો કે વર્ષ 2019માં જ્યારે પિયુષ ગોયલ નાણાં મંત્રી હતા ત્યારે તેમણે વચગળાના બજેટ રજૂ કરેલું અને મહત્ત્વની જાહેરાત પણ કરી હતી. ગોયલે ટેક્સ સ્લેબમાં તો કોઇ બદલાવ નહોતો કર્યો, પરંતુ તેમણે સ્ટાન્ડર્ડ ડિડકશનમાં છૂટની મર્યાદા જે 40,000ની હતી તે વધારીને 50,000 કરી હતી અને PM કિશાન સન્માન નીધિની જાહેરાત કરી હતી જે મુજબ ખેડુંતોને દર વર્ષે 6,000 રૂપિયા આપવામાં આવી રહ્યા છે.
Related Posts
Top News
સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો
પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?
15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...
Opinion
