ઓલ ટાઈમ હાઈથી 72 ટકા તૂટ્યા OLA ઈલેક્ટ્રિકના શેર, શું ફરી આવશે તેજી? શું કહે છે એક્સપર્ટ્સ

Ola shares plummet 72 percent from record highs What should investors do

વર્ષ 2024ના સપ્ટેમ્બર મહિનાથી શેરબજારમાં ઘટાડો આવવાનો ચાલુ થયો, ત્યારબાદ ઘણી કંપનીઓના શેર ઘટવા લાગ્યા. ખાસ કરીને સ્મોલકેપથી લઈને મિડકેપ સુધીના શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો. પરિસ્થિતિ એવી છે કે, અત્યાર સુધી ઘણી કંપનીઓના શેર પોતાના ઓલ ટાઈમ હાઇ પર પહોંચી શક્યા નથી. તેમાંથી એક શેરો ઓલા ઇલેક્ટ્રિક છે.

વર્ષ 2024માં 2 ઓગસ્ટે ઓલા ઇલેક્ટ્રિકનો IPO આવ્યો હતો અને 9 ઓગસ્ટના રોજ લિસ્ટિંગ થયો હતો. લિસ્ટિંગ બાદ આ શેરે દરરોજ પ્રોફિટ આપવાનું ચાલુ કર્યું હતું અને જોત જોતામાં આ શેર પોતાના ઓલ ટાઈમ હાઇ લેવલ 157 રૂપિયા  પહોંચી ગયો હતો. 20 ઓગસ્ટ 2024ના રોજ, આ શેર પોતાના ઓલ ટાઈમ હાઇ લેવલ 157 રૂપિયા પર હતા, જે એક સમયે NSE પર 75 પર લિસ્ટ થયા હતા. હવે પરિસ્થિતિ એવી છે કે તે પોતાના ઓલ ટાઈમ હાઇથી 72 ટકા તૂટી ચૂક્યા છે.

ola electric share
groww.in

 

મંગળવારે ટ્રેડિંગ દરમિયાન ઓલા ઇલેક્ટ્રિકના શેર 6 ટકા ઘટીને 43 પર આવી ગયા કેમ કે કંપનીએ બ્લોક ડીલમાં 0.8 ટકા ઇક્વિટી અથવા લગભગ 44 લાખ શેર 44.10 રૂપિયા પ્રતિ શેરના ભાવે વેચ્યા. જેના કારણે કંપનીના શેરે અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે પહોંચ્યા હતા. આ મહિને અન્ય એક બ્લોક ડીલમાં કંપનીએ 731 કરોડ રૂપિયાના 14.22 કરોડ શેર વેચ્યા હતા. આ ડીલમાં હ્યુન્ડાઇ મોટર્સે આ ડીલમાં પોતાની હિસ્સેદારી વેચી દીધી છે.

ઓલા ઇલેક્ટ્રિકના શેર એક મહિનામાં 18.26 ટકા ઘટ્યા છે. 6 મહિનામાં આ શેર 55 ટકા ઘટ્યા છે. આ ઉપરાંત 3 મહિનામાં શેર 24 ટકાનું નુકસાન કરાવ્યું છે. એમ કહેવું ખોટું નહીં હોય કે જેણે પણ ઓલાના શેર ખરીદ્યા હશે, તે અત્યારે નુકસાનમાં હશે. ભલે તેને IPO દરમિયાન જ શેર અલોટ કેમ ન થયા હોય?

ola electric share
business-standard.com

 

શું પાછી તેજી આવશે?

ઓલા ઇલેક્ટ્રિક પર 7 એનાલિસ્ટે પોતાનું કવરેજ શરૂ કર્યું છે, જેમાંથી 2એ સ્ટ્રોંગ સેલની રેટિંગ અને 1એ બાય રેટિંગ આપી છે. આ સિવાય અને 1એ સ્ટ્રોંગ બાય રેટિંગ અને, 2એ હોલ્ડ કરવાની સલાહ આપી છે. કેટલાક એક્સપર્ટનુ એમ પણ કહેવું છે કે કંપનીના માર્કેટ શેર, સેલ અને પ્રોફિટમાં ઘટાડો થયો છે, એવામાં જ્યાં સુધી અર્નિંગ સુધરી ન થઈ જાય ત્યાં સુધી તે ફરીથી પોતાના ઓલ ટાઈ હાઇ પર પહોંચવાની સંભાવના ઓછી છે.

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

આજના મુહૂર્તતારીખ -01-08-2025વાર - શુક્રવારમાસ - તિથિ-  શ્રાવણ સુદ આઠમઆજની રાશિ - તુલા ચોઘડિયા, દિવસચલ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ઈરાન પાસેથી તેલ ખરીદવા પર અમેરિકાએ 6 ભારતીય કંપનીઓ પર પ્રતિબંધો લગાવ્યા! શું થશે અસર

અમેરિકા દ્વારા ભારત પર 25 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કર્યા પછી, ભારતીય શેરબજારમાં ઉથલપાથલ મચી ગઈ છે. હવે આજે...
Business 
ઈરાન પાસેથી તેલ ખરીદવા પર અમેરિકાએ 6 ભારતીય કંપનીઓ પર પ્રતિબંધો લગાવ્યા! શું થશે અસર

સુરતમાં 'પાટીલ હટાવો ભાજપ બચાવો'ના નારા કેમ લાગ્યા?

સુરતના અનેક વિસ્તારોની અંદર અશાંત ધારો લાગૂ પાડવામાં આવેલો છે. પરંતુ તેનો યોગ્ય રીતે અમલ નથી થતો તેવી ફરિયાદ ખુદ...
Gujarat 
સુરતમાં 'પાટીલ હટાવો ભાજપ બચાવો'ના નારા કેમ લાગ્યા?

ભાવનગરના મેયરે એમ કેમ કહ્યું- ભાજપના નેતાઓ દ્વારા તેમને દબાવવાની કોશિશ કરાઈ રહી છે

ભાવનગર મહાનગર પાલિકાના મેયર ભરત બારડનો પાલિકાની ચૂંટણી આવે તે પહેલા વ્હોટસએપ ગ્રુપમાં એક મેસેજ ફરતો થતા ભાવનગરના રાજકારણમાં હડકંપ...
Politics 
ભાવનગરના મેયરે એમ કેમ કહ્યું- ભાજપના નેતાઓ દ્વારા તેમને દબાવવાની કોશિશ કરાઈ રહી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.