સુરતમાં ઉદ્યોગોનું ધૂમ પ્રદૂષણ, GPCB ઉંઘે છે

ઔદ્યોગિક નગરી ગણાતા સુરતના પાંડેસરા અને સચિન જીઆઇડીસી તથા હજીરા,કીમ,સાયણ પીપોદરા, કરંજ સહિતના વિસ્તારમાં ધમધમતા ઉદ્યોગો દ્વારા ફેલાવાતા વાયુ પ્રદૂષણને કારણે ખેતી, પશુપાલન, માછીમારી જેવા પરંપરાગત વ્યવસાયો તો કેટલાક ક્ષેત્રોમાં આસપાસના રહેણાંક વિસ્તારોને વ્યાપક નુકસાન થઈ રહ્યું છે અને માનવ વસાહતોને સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે પરંતુ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ મુક પ્રેક્ષક બનીને મોટા ગજાનાં વાયુ પ્રદુષણ ઓકતા ઉદ્યોગ ગૃહો સામે કોઈ અસરકારક કામગીરી કરતું ન હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી હોવાનું સામાજિક અગ્રણી અને પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી દર્શન નાયક દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી અને સામાજિક આગેવાન દર્શન નાયક દ્વારા તંત્રને આડેહાથ લેતા જણાવ્યું છે કે ઔદ્યોગિક વિકાસ કોઈપણ વિસ્તારની પ્રગતિનું માપદંડ ગણાય છે ઉદ્યોગોના વિકાસ થકી જે તે વિસ્તારમાં માળખાગત સુવિધાઓના વિકાસની સાથે રોજગારીની વિપુલ તકોનું સર્જન થતું હોય છે પરંતુ સ્થાનિક માનવ વસાહતો માટે ઔદ્યોગિક ક્ષેત્રનો વિકાસ મોટી પરેશાનીનું કારણ બને છે ઔદ્યોગિક એકમો દ્વારા ફેલાવવામાં આવતા જળ-વાયુ -પ્રદૂષણ આસપાસની માનવ વસાહતો માટે નકારાત્મક અસરો કરતા હોય છે.

સુરતને અડીને આવેલા પાંડેસરા જીઆઇડીસી તેમજ સચિન જીઆઇડીસી અને હજીરા આને કીમ, સાયણ, માંડવી પીપોદરા,કરંજ સહિતના વિસ્તારમાં નાના મોટા અસંખ્ય ઉદ્યોગો સતત દિન રાત ધમધમી રહ્યા છે આ ઉદ્યોગોના કારણે સચિન, પાંડેસરા, ભેસ્તાન તથા ચોર્યાસી અને ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારના આસપાસના ગામોમાં વસવાટ કરતી માનવ વસાહતને પારાવાર સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આસપાસમાં ધમધમતા ઉદ્યોગોમાં કારણે વાયુ પ્રદુષણનું પ્રમાણ ચિંતાજનક હદે વધી રહ્યું છે હવામાં ઝેરી વાયુનું પ્રમાણ વધતા લોકોને શ્વસન સંબંધીત બીમારીઓના ભોગ બનવું પડી રહ્યું છે ઉદ્યોગો દ્વારા ફેલાવવામાં આવતા ધુમાડા સહિતના પ્રદૂષણના કારણે વડીલો તેમજ બીમાર લોકોની હાલત વધુ કફોડી બની રહી છે ગુજરાત પ્રદૂષણ બોર્ડની કચેરી સુરતમાં કાર્યરત હોવા છતાં આવા ઉદ્યોગ ગૃહો દ્વારા ફેલાવવામાં આવતા પ્રદૂષણ સામે અધિકારીઓની મીઠી નજર હોવાની આશંકા મજબૂત બની રહી છે તંત્રને અવારનવાર રજૂઆતો કરવા છતાં બે- અસર રહી હોય તેમ ઉદ્યોગ ગૃહો સામે કોઈ જ અસરકારક કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવી હોય તેમ જણાતું નથી ફેક્ટરીમાંથી જે ઝેરી ધુમાડો અને કોલસાની ભૂકી હવામાં ફેલાય છે તેનાથી આસપાસની ખેતીલાયક જમીનને નુકસાન થવાની સાથે ફળદ્રુપ જમીન પ્રદૂષણના કારણે બંજર બની રહ્યાની ફરિયાદો પણ ઉઠવા પામી રહી છે બીજી તરફ રહેઠાણ મકાનોની છત તેમજ છાપરા પર પણ કાળી ડસ્ટની ચાદર પથરાઈ જાય છે હવામાં ફેલાતી ઝેરી ડષ્ટથી લોકોને આંખોમાં બળતરા, શ્વાસ લેવામાં તકલીફ જેવા રોગો થઈ રહ્યા છે ઉદ્યોગ ગૃહોની નજીકથી પસાર થતાં માર્ગો પર રાત્રિના સમયે વાહનચાલકોને પ્રદૂષણની વધુ અસરો જોવા મળી રહી છે સચિન જીઆઇડીસી પાંડેસરા જીઆઇડીસી તથા હજીરા વિસ્તારમાં દિવસ રાત ધમધમતી ફેક્ટરીઓ તથા એકમો સ્થાનિક લોકો માટે પરેશાનીનું કારણ બની રહી છે ત્યારે વારંવાર થતી રજૂઆતોને ગંભીરતાથી લઈ જીપીસીબી પ્રદૂષણને નિયંત્રણમાં લેવા કડક કાર્યવાહી કરે તે ઇચ્છનીય હોવાની લાગણી સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે.

 

About The Author

Related Posts

Top News

એલોન મસ્કની સંપત્તિ દર કલાકે રૂ.454 કરોડ વધી

વિશ્વના સૌથી અમીર વ્યક્તિની કુલ સંપત્તિમાં નવ મહિનાના ગાળા દરમિયાન દરરોજ સરેરાશ લગભગ રૂ.10,900 કરોડનો વધારો જોવા મળ્યો. માત્ર...
Business 
એલોન મસ્કની સંપત્તિ દર કલાકે રૂ.454 કરોડ વધી

હવામાન વિભાગે જણાવ્યું 12 સપ્ટેમ્બર સુધી ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે

ગુજરાતમાં હાલમાં દિવસે ખૂબ તડકો અને બફારો અનુભવાઈ રહ્યો છે, તો રાત્રિ દરમિયાન ગામડાઓમાં તાપમાન ગગડી જાય છે અને...
Gujarat 
હવામાન વિભાગે જણાવ્યું 12 સપ્ટેમ્બર સુધી ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે

પાકિસ્તાન ક્રિકેટ ટીમની મેચો બતાવવા કોઈ તૈયાર નથી! પ્રસારણ અધિકારો અડધા ભાવે વેચવા પડ્યા

પાકિસ્તાન ક્રિકેટ માટે મેદાનની બહારથી પણ ખરાબ સમાચાર આવ્યા છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ને તેના સ્થાનિક આંતરરાષ્ટ્રીય મેચોના...
Sports 
પાકિસ્તાન ક્રિકેટ ટીમની મેચો બતાવવા કોઈ તૈયાર નથી! પ્રસારણ અધિકારો અડધા ભાવે વેચવા પડ્યા

ભારતની સર્વાઇકલ કેન્સરની વેક્સિન 'CERVAVAC'ને મળી WHOની મંજૂરી, મહિલાઓને મળશે સુરક્ષા

ભારતે આરોગ્ય ક્ષેત્રમાં વધુ એક મહત્ત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય સિદ્ધિ હાંસલ કરી છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ સર્વાઇકલ કેન્સરના બચાવ...
National 
ભારતની સર્વાઇકલ કેન્સરની વેક્સિન 'CERVAVAC'ને મળી WHOની મંજૂરી, મહિલાઓને મળશે સુરક્ષા
Copyright (c) Khabarchhe All Rights Reserved.