EMI બાઉન્સ થઈ તો તમારો ફોન લૉક થઈ જશે! કોઈ ચાવીથી નહીં ખૂલે; આવી રહ્યો છે RBIનો નવો નિયમ

આજની તારીખમાં સ્માર્ટફોન ખરીદવા માટે ખિસ્સામાં પૈસા નહીં આધાર કાર્ડ જોઈએ છે. કહેવાનો મતલબ છે કે  EMI પર સ્માર્ટફોન ખરીદવો એટલો સરળ છે જેમ કે એ બાજુવાળા કાકાની દુકાનમાંથી દૂધ ખરીદવું. EMI વિકલ્પ ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે ઉપલબ્ધ છે. બધું બરાબર છે, પરંતુ સમસ્યા એ દિવસે ઊભી થાય છે જ્યારે EMI કોઈક કારણોસર બાઉન્સ થાય છે. બેંકથી લઈને એજન્ટ સુધીના લોકોનો કૉલ આવવા લાગે છે. જોકે કોઈ જાણી જોઈને EMI બાઉન્સ કરતું નથી, પરંતુ જો તમારી સાથે ક્યારેક આવું થાય, તો આ વખતે સમસ્યા વધુ મોટી હશે.

તમે બરાબર વાંચ્યું. જો સ્માર્ટફોનની EMI બાઉન્સ થાય છે, તો તમને બેંક તરફથી ફોન આવશે જ, પરંતુ બાઉન્સ ચાર્જ પણ લાગશે. સાથે જ, ફોન પણ લૉક થઈ જશે (રિમોટલી લૉક મોબાઈલ ફોન). એટલે કે ફોનનો ઉપયોગ માત્ર પેપરવેઈટ બનાવવા માટે જ કામ આવશે.

RBI
asurion.com

EMI ઓફ લૉક ઑન

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) નવા નિયમો પર વિચાર કરી રહી છે, જેના હેઠળ જો ગ્રાહક પોતાની EMI ચૂકવવામાં નિષ્ફળ જાય છે, તો ફાઇનાન્સ એજન્સી અથવા બેંક, ખરીદેલા મોબાઇલ ફોનને રિમોટલી લૉક કરી શકશે. જો તમને લાગી રહ્યું હોય કે તો કોઈ વાંધો નહીં, અમે ફેક્ટરી રીસેટ કરી નાખીશું, તો સાહેબ તમારા મગજમાંથી આ ગેરસમજ કાઢી નાખજો. કારણ કે તમે સ્માર્ટફોનમાંથી કંઈપણ કાઢી નહીં શકો. ફોન લૉક થઈ જશે અને પાસવર્ડ, કોઈ તરીક કામ નહીં આવે. જો તમે કોઈ જુગાડ લગાવીને ફોન રીસેટ પણ કરી લીધો  તો તે ઓન થતા જ ફરીથી લૉક થઈ જશે કારણ કે તાર  ફોનના IMEI નંબર સાથે જોડાયેલા છે.

આમ EMIવાળા ફોનને દૂરથી લૉક કરવાની વાત નવી નથી. ઘણી સ્માર્ટફોન કંપનીઓ ફોનને પોતે ફાઇનાન્સ કરે છે અને પછી EMI બાઉન્સ થાય તો તેને લૉક કરી દે છે, પરંતુ RBI આ સિસ્ટમથી ખુશ નહોતી. તેનું કારણ એ હતું કે લોન આપતી વખતે આ વાત ક્યાંય લખવામાં આવતી નથી. હવે RBI ઇચ્છે છે કે જો લૉક કરવાનો નિયમ હોય, તો તે ઠીક છે પરંતુ ગ્રાહકને જાણ કર્યા બાદ.

RBI
bizzbuzz.news

તેનો અર્થ એ કે જ્યારે તમે સ્માર્ટફોન ફાઇનાન્સ કરાવો છો, ત્યારે નિયમો અને શરતોમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવશે કે જો EMI બાઉન્સ થાય છે, તો ફોન લૉક થઈ જશે. આ લૉકની ચાવી EMI ચૂકવ્યા બાદ જ મળશે. એટલે સમયસર EMI ચૂકવતા રહો.

About The Author

Top News

અમદાવાદના મનપસંદ જીમખાના જુગારધામ કેસમાં દરિયાપુર PI, PSI સસ્પેન્ડ, 187 જુગારીઓ પકડાયા હતા

અમદાવાદના બહુચર્ચિત મનપસંદ જીમખાનામાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા પાડવામાં આવેલા દરોડા અને કરોડો રૂપિયાના જુગારધામના પર્દાફાશ બાદ પોલીસ...
Gujarat 
અમદાવાદના મનપસંદ જીમખાના જુગારધામ કેસમાં દરિયાપુર PI, PSI સસ્પેન્ડ, 187 જુગારીઓ પકડાયા હતા

શું છે NALSAR વિવાદ જેને લીધે બાર કાઉન્સિલ પર ભડક્યા CJI, કહ્યું- આ મારા અને વિદ્યાર્થીઓ વચ્ચેની વાત છે તમે...

દેશની સૌથી પ્રતિષ્ઠિત કાયદા સંસ્થાઓમાંની એક, હૈદરાબાદની NALSAR યુનિવર્સિટી ઓફ લોના વિદ્યાર્થીઓને સુપ્રીમ કોર્ટ તરફથી ખુબ મોટી રાહત મળી...
Education 
શું છે NALSAR વિવાદ જેને લીધે બાર કાઉન્સિલ પર ભડક્યા CJI, કહ્યું- આ મારા અને વિદ્યાર્થીઓ વચ્ચેની વાત છે તમે...

જાતિ-ધર્મ, કુલ બેંક ખાતા અને કોવિડ વેક્સીનની વિગત.. વસ્તી ગણતરી માટે પૂછાશે આ 40 પ્રશ્નો, જુઓ સંપૂર્ણ યાદી

કેન્દ્રની મોદી સરકારે વસ્તી ગણતરી દરમિયાન પૂછવામાં આવનારા પ્રશ્નોની યાદી જાહેર કરી છે. શુક્રવારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જાતિ, ધર્મ...
National 
જાતિ-ધર્મ, કુલ બેંક ખાતા અને કોવિડ વેક્સીનની વિગત.. વસ્તી ગણતરી માટે પૂછાશે આ 40 પ્રશ્નો, જુઓ સંપૂર્ણ યાદી

‘મિલકતમાં અમારો ભાગ આપી દો, નહીંતર પતાવી દઇશું’, દાદા-દાદીની સંપત્તિ હડપવા પૂત્રવધૂ-પૌત્રીઓએ હદ વટાવી

જ્યારે માતા-પિતા પોતાના પુત્રને પરણાવે ત્યારે એવી અપેક્ષા હોય કે વૃદ્ધાવસ્થામાં, જ્યારે હાથ-પગ કામ કરતાં બંધ થઈ જાય ત્યારે...
Gujarat 
‘મિલકતમાં અમારો ભાગ આપી દો, નહીંતર પતાવી દઇશું’, દાદા-દાદીની સંપત્તિ હડપવા પૂત્રવધૂ-પૌત્રીઓએ હદ વટાવી

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.