- Business
- RBIએ ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંકના ગ્રાહકોને આપી રાહત, હવે આટલી રકમ કાઢી શકશે
RBIએ ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંકના ગ્રાહકોને આપી રાહત, હવે આટલી રકમ કાઢી શકશે

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ 13 ફેબ્રુઆરી, 2025ના રોજ ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંક લિમિટેડ, મુંબઈ પર સર્વશ્રેષ્ઠ દિશાનિર્દેશો (AID) લાગૂ કર્યા હતા અને બેંકને નિર્દેશ આપ્યો હતો કે બચત બેંક કે ચાલુ ખાતા કે કોઇ અન્ય ખાતામાંથી કોઇ પણ રકમ ઉપાડવાની મંજૂરી ન આપે. ત્યારબાદ રિઝર્વ બેંકે બેંકના બોર્ડને હટાવી દીધું અને સલાહકાર સમિતિ (CoA)ની નિમણૂક કરી જેમ 14 ફેબ્રુઆરી, 2025ના રોજ એક અખબારી જાહેરાતમાં જાહેર કરવામાં આવી હતી. પ્રશાસકના પરામર્શથી બેન્કની તરલતાની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ, રિઝર્વ બેંકે 27 ફેબ્રુઆરી, 2025 થી પ્રતિ જમાકર્તા 25,000 (માત્ર પચીસ હજાર રૂપિયા) સુધીની ડિપોઝિટ ઉપાડની મંજૂરી આપવાનો નિર્ણય લીધો છે.
ATM દ્વારા પણ ઉપાડી શકો છો
સમાચાર અનુસાર, આ છૂટ સાથે, કુલ જમાકર્તામાંથી 50 ટકાથી વધુ તેમની પૂરી બાકી રકમ ઉપાડી શકશે અને બાકીના જમાકર્તા પોતાના જમા ખાતામાંથી 25,000 રૂપિયા સુધી ઉપાડી શકશે. જમાકર્તા આ ઉપાડ માટે બેંકની શાખા સાથે-સાથે ATM ચેનલનો ઉપયોગ કરી શકે છે. જો કે, ઉપાડી શકાય તેવી કુલ રકમ જમાકર્તા દીઠ 25,000 રૂપિયા કેવા તેમના ખાતામાં ઉપલબ્ધ બેલેન્સ બેમાંથી જે ઓછું હોય તે હશે.
RBIએ આ મહિને ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંક લિમિટેડના બોર્ડ ઓફ ડિરેક્ટર્સને 12 મહિના માટે ભંગ કરી દીધું હતું. RBIએ SBIના પૂર્વ ચીફ જનરલ મેનેજર શ્રીકાંતની બેંકના એડમિનિસ્ટ્રેટર તરીકે નિમણુક કરી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ એડમિનિસ્ટ્રેટરને મદદ કરવા માટે સલાહકારોની એક સમિતિની પણ રચના કરી છે.
બેંકના CEOની થઈ ચૂકી છે ધરપકડ
ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંકમાં 122 કરોડ રૂપિયાની છેતરપિંડીના કેસમાં મુંબઈ પોલીસની ઈકોનોમિક ઓફેન્સ વિંગ (EOW)એ બેંકના પૂર્વ CEO અભિમન્યુ ભોઅન (45)ની ધરપકડ કરી લીધી છે. તેઓ 2008થી બેંક સાથે જોડાયેલા હતા. તેઓ શરૂઆતમાં બેંકના ITના વાઇસ પ્રેસિડેન્ટ હતા. વર્ષ 2019માં તેઓ બેંકના CEO બન્યા હતા.
Related Posts
Top News
સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો
પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?
15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...
Opinion
