- Business
- એવી કંપની સાથે અનિલ અંબાણીએ કરી ડીલ કે સ્ટોકમાં લાગી ગઈ અપર સર્કિટ
એવી કંપની સાથે અનિલ અંબાણીએ કરી ડીલ કે સ્ટોકમાં લાગી ગઈ અપર સર્કિટ

શેર બજારમાં ઘટાડા વચ્ચે પણ અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના શેરમાં શાનદાર તેજી જોવા મળી રહી છે. બુધવારે બપોરે કારોબારી સત્ર દરમિયાન, આ શેરમાં તેજ ઉછાળો જોવા મળ્યો. આજે આ શેર 5 ટકા ઉછળીને 386.05 રૂપિયાના પોતાની ઉપરની પ્રાઇઝ બેન્ડ પર પહોંચી ગઇ. આ પ્રાઇઝ પર તે એક મહિનામાં 38.12 ટકા વધી ચૂક્યા છે.
આ તેજીનું એક મોટું કારણ સામે આવ્યું છે. અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સહાયક કંપની રિલાયન્સ એરોસ્ટ્રક્ચર લિમિટેડે ભારતમાં ફાલ્કન 2000 બિઝનેસ એક્ઝિક્યૂટિવ જેટ બનાવવા માટે ફ્રાન્સની ડસોલ્ટ એવિએશન સાથે ડીલની જાહેરાત કરી છે. આ એ જ કંપની છે જેણે રાફેલ બનાવ્યું છે.

રિલાયન્સ ઇન્ફ્રાએ BSE ફાઇલિંગમાં કહ્યું કે, આ ડીલ ભારતની એરોસ્પેસ ઉત્પાદન ક્ષમતાઓને આગળ વધારવા માટે એક મહત્ત્વપૂર્ણ પગલું છે. ડસોલ્ટ એવિએશન પોતાના ગૌરવશાળી ઇતિહાસમાં પહેલી વખત ફ્રાન્સની બહાર ફાલ્કન 2000 જેટનું નિર્માણ કરશે. આ પહેલથી ભારત હાઇ લેવલ બિઝનેસ જેટ ઉત્પાદન માટે એક રણનીતિક કેન્દ્ર તરીકે ઉભરશે.
કંપનીએ કહ્યું કે, આ ભારતીય એરોસ્પેસ અને ઉત્પાદન ઉદ્યોગ માટે એક ઐતિહાસિક પળ છે કેમ કે આ ઐતિહાસિક ડીલથી ભારત માટે સંયુક્ત રાજ્ય અમેરિકા, ફ્રાન્સ, કેનેડા અને બ્રાઝિલ સાથે નેક્સ્ટ જનરેશનના બિઝનેસ જેટ બનાવનારા દેશોના ક્લબમાં એન્ટ્રીનો માર્ગ ખૂલી ગયો છે. ડસોલ્ટ રિલાયન્સ એરોસ્પેસ ફાલ્કન 6X અને ફાલ્કન 8X એસેમ્બલ કરનાર ફાલ્કન સીરિઝ માટે સેન્ટર ઓફ એક્સેલન્સ (CoE) બની જશે. ફાલ્કન 2000 જેટ માટે અત્યાધુનિક, અંતિમ એસેમ્બલી લાઇન નાગપુર, મહારાષ્ટ્રમાં સ્થાપિત કરવામાં આવશે.’

રિલાયન્સ ઇન્ફ્રા શું કરે છે?
રિલાયન્સ ઇન્ફ્રા દિલ્હીમાં EPC સેવાઓ અને પાવર વિતરણનો બિઝનેસ કરે છે. તે ડિફેન્સ સેક્ટર અને મેટ્રો, ટોલ રોડ અને એરપોર્ટ જેવા માળખાગત ક્ષેત્રોમાં પરિયોજનાઓને લાગૂ, સંચાલિત અને મેંટેનેન્સ પણ કરે છે. તેણે મુંબઈ મેટ્રો લાઇન વન પરિયોજનને પણ અમલમાં મૂક્યો છે. માર્ચ 2025 સુધીમાં, પ્રમોટરો પાસે કંપનીમાં 16.50 ટકા હિસ્સેદારી હતી.
રિલાયન્સ ઇન્ફ્રાના શેર આજે 5 ટકા વધીને 386.50 રૂપિયા પર બંધ થયા. 1 મહિના દરમિયાન 1 મહિના દરમિયાન આ શેરમાં 38 ટકાની તેજી આવી છે. આ શેર એક વર્ષમાં 83 ટકા વધ્યા છે. તો, આ શેર 5 વર્ષમાં 1,364.02 ટકા વધ્યા છે. આ શેરનું 52-અઠવાડિયાનું હાઇ લેવલ 420 છે અને 52 અઠવાડિયાનું લો લેવલ 169.51 રૂપિયા પ્રતિ શેર છે.

ફાલ્કન 2000 જેટ શું છે?
આ એક હાઇ એન્ડ બિઝનેસ જેટ છે, જેને ડસોલ્ટ એવિએશન બનાવે છે. આ જેટ પોતાની લક્ઝરી ફેસિલિટી, સ્પીડ અને લાંબી રેન્જ માટે પ્રસિદ્ધ છે. તે લગભગ 6000 કિલોમીટર સુધી નોન-સ્ટોપ ઊડી શકે છે. તેનો ઉપયોગ મોટા બિઝનેસમેન, સેલિબ્રિટીઓ અને કેટલાક દેશોની મિલિટરી કરે છે. તેની કિંમત લગભગ 35 કરોડ રૂપિયા છે. હવે અનિલ અંબાણી સાથે મળીને ડસોલ્ટ કંપની ફાલ્કન 2000 બિઝનેસ એક્ઝિક્યૂટિવ જેટ બનાવશે.
Related Posts
Top News
આજથી મંગળ ગ્રહ કન્યા રાશિમાં ગોચર કરશે, જાણો કઇ રાશિ પર શું અસર પડશે
બિહારમાં ચૂંટણી નજીકમાં છે છતા કેજરીવાલ ગુજરાત પર કેમ ફોકસ કરી રહ્યા છે?
સ્થૂળતા ઘટાડવા માટે તમારે દવા લેવાની જરૂર નહીં પડે, શરીર પોતે જ 'કુદરતી ઓઝેમ્પિક' ઉત્પન્ન કરશે
Opinion
