પતંજલિએ માફી માગી, કોર્ટને કહ્યું- આવી જાહેરાતો નહીં બતાવીએ

ભ્રામક જાહેરાતના કેસમાં સુપ્રીમ કોર્ટે ઝાટકણી કાઢ્યા બાદ પતંજલિએ માફી માગી લીધી છે. પતંજલિ આયુર્વેદે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરીને કોઈ પણ શરત વગર માફી માગી લીધી છે. કંપનીના મેનેજિંગ ડિરેક્ટર બાલકૃષ્ણએ કહ્યું હતું કે, તેઓ હવેથી આવી ભૂલ બીજી વાર નહીં કરે. સુપ્રીમ કોર્ટે રામદેવની સાથે બાલકૃષ્ણને પણ 2 એપ્રિલના રોજ વ્યક્તિગત રીતે રજૂ થવા માટે જણાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, કોર્ટના આદેશ બાદ પણ દવાની ભ્રામક જાહેરાત પતંજલિએ બતાવવાનું ચાલુ રાખ્યું હતું. ત્યાર બાદ આજે પતંજલિએ માફી માગતા કહ્યું હતું કે, હવે તેઓ આવી જાહેરાત નહીં દર્શાવે

બાબા રામદેવ પર સુપ્રીમ કોર્ટ કેમ લાલચોળ થઇ ગઇ?

મંગળવારે સુપ્રીમ કોર્ટે પતંજલિના બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણને બે સપ્તાહની અંદર કોર્ટમાં હાજર રહેવાનો આદેશ કર્યો છે.

આ પહેલા 27 ફેબ્રુઆરીએ કોર્ટે પતંજલિ આર્યુવેદની જાહેરાતો પર પ્રતિબંધ લગાવી દીધો હતો. આ જાહેરાતોમાં બ્લડ પ્રેસર, ડાયાબિટીસ, સંધિવા, અસ્થમા અને સ્થૂળતા જેવા રોગોને લગતી હતી. જાહેરાત એવા પ્રકારની હતી કે લોકો આધુનિક દવા લેવાનું બંધ કરે અને પતંજલિની આર્યુવેદિક દવા અપનાવે.

પતંજલિની જાહેરાતો ભ્રામક છે એવા આરોપ સાથે ઇન્ડિયન મેડિકલ એસોસિયેશને સુપ્રીમ કોર્ટમાં ઓગસ્ટ 2022માં ફરિયાદ દાખલ કરેલી છે. 27 ફેબ્પુઆરીએ જજ હિમા કોહલી અને અહસાનુદ્દીન અમાનુલ્લાની બેંચે પતંજલિને કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરવા બદલ જવાબ માંગ્યો હતો, કારણકે, કોર્ટના પ્રતિબંધ છતા પતંજલિને એ જાહેરાતો ચાલુ રહી હતી.

તાજેતરની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ બંનેને હાજર રહેવા આદેશ આપ્યો છે અને કહ્યું છે કે, હાજર નહીં રહેશો તો પરિણામ ભોગવવા પડશે. સાથે કોર્ટે કહ્યું કે, કોર્ટની અવગણના કરવા પર તમારી સામે તિરસ્કારની ફરિયાદ કેમ ન દાખલ કરવી જોઇએ?

About The Author

Top News

મેટાએ 3K વીડિયો સપોર્ટ અને ડબલ બેટરી બેકઅપ સાથે નવા સ્માર્ટ ચશ્મા લોન્ચ કર્યા, આ કિંમત છે

મેટાએ નવા સ્માર્ટ ચશ્મા રજૂ કર્યા છે, જે દેખાવમાં ખૂબ જ સ્ટાઇલિશ લાગે છે. આ વખતે માર્ક ઝુકરબર્ગની કંપની...
Tech and Auto 
મેટાએ 3K વીડિયો સપોર્ટ અને ડબલ બેટરી બેકઅપ સાથે નવા સ્માર્ટ ચશ્મા લોન્ચ કર્યા, આ કિંમત છે

ગેરી કર્સ્ટને જણાવ્યું પાકિસ્તાન ક્રિકેટ ટીમના કોચપદેથી કેમ આપ્યું રાજીનામું

પાકિસ્તાન ક્રિકેટ ટીમ હોય કે તેમનું બોર્ડ, મોટા ભાગે કોઈક ને કોઈ વિવાદને કારણે ચર્ચામાં બન્યા રહે છે. આવો...
Sports 
ગેરી કર્સ્ટને જણાવ્યું પાકિસ્તાન ક્રિકેટ ટીમના કોચપદેથી કેમ આપ્યું રાજીનામું

ધારાસભ્યને વિન્ડો સીટ જોઈતી હતી જેની સીટ હતી એને આપવાની ના પાડી તો...

ભાજપના ધારાસભ્યની ગુંડાગર્દીના એક સમાચાર સામે આવ્યા છે. વંદે ભારતમાં એક યાત્રીએ સીટ બદલવાનો ઇન્કાર કર્યો તો આ ધારાસભ્યોના સમર્થકોએ...
National 
ધારાસભ્યને વિન્ડો સીટ જોઈતી હતી જેની સીટ હતી એને આપવાની ના પાડી તો...

ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં ગિલે કાળા મોજા પહેર્યા એમાં કેમ હોબાળો મચ્યો છે, શું દંડ થશે?

શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈ ખેલાડીને ટેસ્ટમાં કાળા મોજા પહેરવા માટે સજા થઈ હોય! હવે એવું થતા કદાચ...
Sports 
ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં ગિલે કાળા મોજા પહેર્યા એમાં કેમ હોબાળો મચ્યો છે, શું દંડ થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.