‘જ્યાં સુધી મજબૂત કેસ નહીં હોય, કોર્ટ હસ્તક્ષેપ નથી કરતી..’, વક્ફ એક્ટ પર CJIની ટિપ્પણી

સુપ્રીમ કોર્ટે બુધવારે વકફ (સંશોધન) અધિનિયમ, 2025ને પડકાર આપતી ઘણી અરજીઓ પર સુનાવણી થઈ. ભારતના મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈ અને જસ્ટિસ ઓગસ્ટિન જોર્જ મસીહની પીઠે સુનાવણી દરમિયાન મહત્ત્વપૂર્ણ ટિપ્પણીઓ કરી હતી. કોર્ટે કહ્યું કે, જ્યાં સુધી મજબૂત કેસ નથી બનતો ત્યાં સુધી કોર્ટો હસ્તક્ષેપ નથી કરતી. આ દરમિયાન અરજદારો તરફથી રજૂ થયેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે, આ અધિનિયમ સરકાર તરફથી વક્ફ સંપત્તિઓ પર કબજાનો પ્રયાસ છે. આ દરમિયાન CJI ગવઈએ કહ્યું કે, આ મામલો સંવૈધાનિકતા બાબતે છે. કોર્ટો સામાન્ય રીતે હસ્તક્ષેપ કરતી નથી, એટલે જ્યાં સુધી તમે ખૂબ મજબૂત કેસ નથી બનાવતા, કોર્ટો હસ્તક્ષેપ કરતી નથી. CJIએ વધુમાં કહ્યું કે ઔરંગાબાદમાં વક્ફ સંપત્તિઓને લઈને ઘણા બધા વિવાદ છે.

SC
telegraphindia.com

 

મંગળવારે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તે 3 મુદ્દાઓ પર વચગાળાના નિર્દેશો પસાર કરવા માટેની દલીલો સાંભળશે, જેમાં કોર્ટ દ્વારા વક્ફ અથવા વિલેખ દ્વારા વક્ફ તરીકે જાહેર કરાયેલી સંપત્તિઓને ડિનોટિફાઇ કરવાની શક્તિ સામેલ છે. પીઠે સ્પષ્ટ કર્યું હતું કે, તે 20 મેના પૂર્વવર્તી 1995ના વક્ફ કાયદાના પ્રાવધાનો પર રોક લગાવવાની કોઈ પણ અરજી પર વિચાર નહીં કરે.

SC
gojuris.in

 

વક્ફના મામલે વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ અને અન્યએ વક્ફ અધિનિયમનો વિરોધ કર્યો. તેમણે કહ્યું કે અલગ-અલગ હિસ્સાઓમાં સુનાવણી નહીં થઈ શકે. કેન્દ્ર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને સુનાવણીને વચગાળાના આદેશ પાસ કરવા માટે ચિહ્નિત 3 મુદ્દાઓ સુધી સીમિત રાખવા કહ્યું હતું. સિંઘવીએ કહ્યું કે કૃપયા JPC રિપોર્ટ જુઓ. 28માંથી 5 રાજ્યોનો સર્વે કરવામાં આવ્યો હતો. 9.3 ટકા વિસ્તારનો સર્વે કરવામાં આવ્યો અને પછી તમે કહો છો કે કોઈ રજિસ્ટર્ડ વક્ફ નહોતું. સીનિયર વકીલ સી.યુ. સિંહે કહ્યું કે, રજીસ્ટ્રેશન ન હોવા સિવાય મુત્તવલી માટે કોઈ પરિણામ નથી.

Related Posts

Top News

ન તાળું તૂટ્યું, ન દરવાજો.. છતા SBI બેન્કમાંથી 2 કરોડના ઘરેણા અને 8 લાખ રોકડ કેવી રીતે સાફ કરી ગયા ચોર?

મધ્ય પ્રદેશના ઉજ્જૈન જિલ્લાના મહાનંદા નગર વિસ્તારમાં આવેલી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI)ની શાખામાં ચોરીની એક મોટી ઘટના...
National 
ન તાળું તૂટ્યું, ન દરવાજો.. છતા SBI બેન્કમાંથી 2 કરોડના ઘરેણા અને 8 લાખ રોકડ કેવી રીતે સાફ કરી ગયા ચોર?

શું છે હૈદરાબાદ ગેઝેટ, જેની માંગ સરકારે માની તો મનોજ જરાંગેએ ભૂખ હડતાળ સમાપ્ત કરી દીધી

મહારાષ્ટ્ર સરકારે મરાઠા અનામત આંદોલનકારી મનોજ જરાંગે પાટીલની માગણીઓ સ્વીકાર્યા બાદ, જરાંગે પાટીલે પોતાની 5 દિવસની ભૂખ હડતાળ સમાપ્ત...
National 
શું છે હૈદરાબાદ ગેઝેટ, જેની માંગ સરકારે માની તો મનોજ જરાંગેએ ભૂખ હડતાળ સમાપ્ત કરી દીધી

અમેરિકામાં દવા કંપનીઓ પર 200 ટકા ટેરિફ લગાવવાની શક્યતા છે! જાણો શું છે ટ્રમ્પની યોજના?

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હવે નવા ટેરિફની યોજના બનાવી રહ્યા છે, તેઓ દવા કંપનીઓ પર 200 ટકા ટેરિફ લાદવાની...
Business 
અમેરિકામાં દવા કંપનીઓ પર 200 ટકા ટેરિફ લગાવવાની શક્યતા છે! જાણો શું છે ટ્રમ્પની યોજના?

73 હજાર પગાર મેળવતી સોફ્ટવેર એન્જિનિયર પત્નીએ પતિ પાસેથી માંગ્યું હતું ભરણપોષણ

લખનૌ હાઈકોર્ટની બેન્ચે એક મહત્વપૂર્ણ કૌટુંબિક વિવાદ કેસમાં મોટો નિર્ણય આપ્યો છે. કોર્ટે સ્પષ્ટપણે કહ્યું છે કે જો પત્ની પોતે...
National 
73 હજાર પગાર મેળવતી સોફ્ટવેર એન્જિનિયર પત્નીએ પતિ પાસેથી માંગ્યું હતું ભરણપોષણ

Opinion

PM મોદી, શાહ, પાટીલ અને સંઘવીની આકરી ટીકા કરનાર ગોપાલને લવજી બાદશાહ માટે કેમ પ્રેમ છલકાય આવે છે? PM મોદી, શાહ, પાટીલ અને સંઘવીની આકરી ટીકા કરનાર ગોપાલને લવજી બાદશાહ માટે કેમ પ્રેમ છલકાય આવે છે?
ગુજરાતની રાજનીતિમાં પાટીદાર સમાજનું પ્રભુત્વ રહ્યું છે પછી ભલે તે કોંગ્રેસ હોય કે ભાજપ કે પછી હોય આમ આદમી પાર્ટી....
રૂપાલા, સંઘાણી અને રાદડીયાની ત્રિપુટી સૌરાષ્ટ્ર ભાજપના રાજકારણની એક નવી ધરી સાબિત થશે
ગુજરાત ભાજપના પ્રદેશના નેતાઓ અને ધારાસભ્યો જ PM મોદી અને અમિત શાહનું ધોવાણ કરી રહ્યા છે
ગુજરાત સરકારથી નારાજ અને PM મોદી સાથે લાગણીથી જોડાયેલા મતદારો અવઢવમાં છે કે હવે ભાજપને સાથ અને મત આપવો કે નહીં
મિત્રોનો ડાયરો મળ્યો હોય ત્યારે હાજરી પુરાવાનું ક્યારેય ચૂકશો નહીં
Copyright (c) Khabarchhe All Rights Reserved.