આજે લાલ નિશાનમાં બંધ આવ્યું બજાર, જાણો કાલે કેવી રહેશે બજારની ચાલ

આખા દિવસની ઉથલ પાથલ બાદ બજાર આજે લાલ રંગમાં બંધ આવ્યું છે. કારોબારના અંત સુધીમાં સેન્સેક્સ 294.32 પોઇન્ટ એટલે કે, 0.47 ટકા તુટીને 62848.64 પર અને નિફ્ટી 91.90 પોઇન્ટ એટલે કે, 0.49 ટકા તુટીને 18634.50ના સ્તર પર બંધ આવ્યું છે. આજના કારોબારમાં લગભગ 1457 શેરોમાં તેજી જોવા મળી હતી. જ્યારે, 1994 શેરો લાલ નિશાનમાં જોવા મળ્યા. જ્યારે 106 શેરોમાં કોઇ ફેરફાર જોવા નહોતો મળ્યો. ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ, કોટક મહિન્દ્રા બેન્ક, સન ફાર્મા, ટેક મહિન્દ્રા અને એપોલો હોસ્પિટલ્સ નિફ્ટીના ટોપ લુઝર રહ્યા જ્યારે, NTPC, JSW સ્ટીલ, ONGC, પાવર ગ્રિડ કોર્પ અને લાર્સન એન્ડ ટોબ્રો નિફ્ટીના ટોપ ગેનર રહ્યા હતા.

પાવર અને કેપિટલ ગુડ્સને છોડીને દરેક સેક્ટર લાલ નિશાનમાં બંધ આવ્યા છે. દિગ્ગજોની જેમ જ નાના શેરોમાં આજે નબળાઇ જોવા મળી. મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં 0.5 ટકાનો કડાકો જોવા મળ્યો છે. ડોલરની સરખામણીમાં રૂપિયો પણ આજે કડાકા સાથે બંધ આવ્યો છે. ડોલરની સરખામણીમાં રૂપિયો આડે 3 પૈસા નબળો થઇને 82.57ના સ્તર પર બંધ આવ્યો છે. જ્યારે, કાલે ડોલરની સરખામણીમાં રૂપિયો 82.54 પર બંધ આવ્યો હતો.

એક બજાર નિષ્ણાંતનું કહેવું છે કે, RBI તરફથી આશા અનુસાર મૌદ્રિક નીતિઓની ઘોષણા પછી બજારમાં કડાકો આવ્યો. મોઘવારીના આંકડામાં હાલ આવેલા કડાકાને જોતા બજારને લાગી રહ્યું હતું કે, રિઝર્વ બેન્ક પોતાના પૂર્વાનુમાનમાં મોઘવારીમાં વધારે ઘટાડાનું ગાઇડન્સ આપશે. પણ આશા પુરી ન થવા પર બજારમાં કડાકો આવ્યો. RBIએ જિયોપોલિટિકલ તણાવ, MSPમાં વધારો અને અલ નીનો ઇફેક્ટને ધ્યાનમાં રાખતા મોઘવારીના અનુમાનમાં સતર્ક વલણ અપનાવ્યું છે.

એક અન્ય બજાર નિષ્ણાંતનું કહેવું છે કે, આખરે કારોબારી કલાકમાં ભારે કરેક્શને સેન્સેક્સને 63000ની નીચે ધકેલ્યું છે. હાલના ઉછાળા બાદ રિયલ્ટી શેરોમાં આજે કડાકો જોવા મળ્યો છે. જોકે, MSP દ્વારા દરોમાં યથાસ્થિતિ રાખવાની આશા પહેલાથી જ હતી. પણ આ નાણાંકીય વર્ષ માટે મોઘવારી પર રિઝર્વ બેન્કની ટિપ્પણીના કારણે બજારના સેન્ટીમેન્ટને આઘાત લાગ્યો છે.

ટેક્નીકલી જોવા જઇએ તો નિફ્ટીએ ડેલી ચાર્ટ પર એક લોન્ગ બેરિશ કેન્ડલ બનાવી છે. હાલના સ્તરોથી બજારમાં નબળાઇ આવવાના સંકેત છે. જોકે, ઇન્ડેક્સનો મીડિયમ ટર્મ સેન્ટિમેન્ટ હજુ પણ તેજી તરફનો જ છે.

ટ્રેડર્સના પોઇન્ટ ઓફ વ્યુથી જોઇએ તો જ્યાર સુધી ઇન્ડેક્સ 18725ની નીચે કારોબાર કરી રહ્યું છે ત્યાર સુધી તેમાં ટેક્નિકલ કરેક્શન જારી રહેવાની સંભાવના છે. આ દરમિયાન નિફ્ટી 18600થી 18550 સુધી પણ નીચે આવી શકે છે. કોન્ટ્રા ટ્રેડર 18550ની આસપાસ, 18520ના સ્ટ્રીક્ટ સ્ટોપલોસ સાથે એક નિફ્ટીમાં લોન્ગ પોઝીશન લઇ શકે છે.

એક અન્ય બજાર નિષ્ણાંતનું કહેવું છે કે, નિફ્ટી આજે આખો દિવસ વેચવાલીના દબાણ હેઠળ રહ્યું. તેમ છતાં પુટ રાઇટર્સ ઇન્ડેક્સને 18600ના સ્તરની નીચે જવાથી રોકવામાં સફળ રહ્યા. જો નિફ્ટી આ સ્તરની ઉપર ટકવામાં સફળ રહેશે તો નિફ્ટીનો ટ્રેન્ડ સાઇડ વેઝથી પોઝિટિવ બની રહેવાની સંભાવના છે. જોકે, ઉપરની તરફ નિફ્ટી માટે 18800છી 18900ના સ્તર પર રેઝિસ્ટન્સ જોવા મળી રહ્યું છે.

રિઝર્વ બેન્કની પોલિસી મીટિંગ બાદ બેન્ક નિફ્ટી ઇન્ડેક્સમાં 44500ના સ્તરની આસપાસ સતત વેચવાલીનું દબાણ જોવા મળ્યું. હવે બેન્ક નિફ્ટી માટે 43700 પર સપોર્ટ જોવા મળી રહ્યો છે. આ સ્તર ઘણું મહત્વનું છે. જો આ સપોર્ટ તુટશે તો ફરી બજારમાં વેચવાલીનું દબાણ જોવા મળી શકે છે. બેન્ક નિફ્ટી એક દાયરામાં ફસાયેલું જોવા મળી રહ્યું છે. ઉપર કે નીચે કોઇપણ તરફ દાયરો તુટવા પર ઇન્ડેક્સની દિશા નક્કી થશે.

About The Author

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.