- Business
- ટ્રમ્પે ભારત પર ટેરિફ વધારવાની વાત કરી તો ડાયમંડ ઉદ્યોગ પર શું અસર પડશે?
ટ્રમ્પે ભારત પર ટેરિફ વધારવાની વાત કરી તો ડાયમંડ ઉદ્યોગ પર શું અસર પડશે?

ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફમાં વધારો કરવાની ચિમકી આપતા ભારત અને જેમ એન્ડ જ્વલેરી ઉદ્યોગ ચિંતામાં મુકાઇ ગયો છે. જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગ ભારતની નિકાસમાં મોટો ફાળો આપે છે.
ટ્રમ્પે કહ્યું છે કે, જે દેશે અમેરિકા પર જેટલો ટેરિફ નાંખ્યો હશે અમેરિકા પણ એટલો જ ટેરિફ નાંખશે. ભારતના કટ એન્ડ પોલીશ્ડ પર અમેરિકામાં શૂન્ય ટકા ટેરિફ છે જ્યારે ભારતમાં 5 ટકા ટેરિફ છે. મતલબ કે હવે અમેરિકા પણ કટ એન્ડ પોલીશ્ડ ડાયમંડ પર 5 ટકા ટેરિફ લગાવશે જેથી ડાયમંડ મોંઘા થશે એવું ઉદ્યોગકારોનું માનવું છે. એવી જ રીતે લેબગ્રોન ડાયમંડ માટે અમેરિકામાં 0 ટકા ટેરિફ છે અને ભારતમાં 5 ટકા છે.
કેટલાંક ઉદ્યોગકારોનું કહેવું છે કે, ઙવે ભારતીય જવેલરી ઉદ્યોગકારોએ વિયેતનામથી અમેરિકા નિકાસ કરવી પડશે, કારણ કે વિયેતનામમાં 0 ટકા ટેરિફ છે. જો કે કેટલાંક વેપારીઓનું માનવું છે કે અમેરિકાના ટેરિફ વધારવાથી ડાયમંડ ઉદ્યોગ પર કોઇ મોટી અસર નહીં પડે.
Related Posts
Top News
પાકિસ્તાન સાથે 'નો ક્રિકેટ' એશિયા કપનો હિસ્સો નહીં બને ભારતીય ટીમ, BCCIનો મોટો નિર્ણય
CJIએ અધિકારીઓને ખખડાવ્યા તો પોલીસ કમિશનર અને ચીફ સેક્રેટરી આગામી કાર્યક્રમમાં દોડતા પહોંચ્યા
ધ્રૂવ રાઠી સામે ફરિયાદ, શીખ ગુરુઓનો AIના ઉપયોગથી વીડિયો બનાવ્યો
Opinion
