- Sports
- ઈડન ગાર્ડન્સમાં કોમેન્ટ્રી માટે હર્ષા ભોગલે પર લગાવવામાં આવ્યો હતો પ્રતિબંધ? કોલકાતા મેચમાંથી ગાયબ ર...
ઈડન ગાર્ડન્સમાં કોમેન્ટ્રી માટે હર્ષા ભોગલે પર લગાવવામાં આવ્યો હતો પ્રતિબંધ? કોલકાતા મેચમાંથી ગાયબ રહેવા પર કોમેન્ટેટરે તોડ્યું મૌન

પ્રખ્યાત કોમેન્ટેટર હર્ષા ભોગલેએ એવી અટકળોને નકારી કાઢી છે કે તેમને ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ (CAB)ની ફરિયાદને કારણે સોમવારે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચેની IPL મેચથી દૂર રાખવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે, તેમને કોલકાતામાં માત્ર 2 મેચ માટે જ પેનલમાં સામેલ કરવામાં આવ્યા હતા, જે સમાપ્ત થઈ ચૂકી છે.

ભોગલેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી કે, તેમને લઈને કેટલાક અનુચિત નિષ્કર્ષ કાઢવામાં આવી રહ્યા છે કે હું ગઈકાલની મેચ માટે કોલકાતામાં કેમ નહોતો? સીધા શબ્દોમાં કહીએ તો, હું તે મેચોની લિસ્ટમાં નહોતો, જેમાં મારે કોમેન્ટ્રી કરવાની હતી. મને પૂછવાથી સમાધાન થઈ જતું, ટૂર્નામેન્ટ શરૂ થાય તે પહેલાં રોસ્ટર તૈયાર કરી લેવામાં આવે છે. મને કોલકાતામાં 2 મેચ માટે પસંદ કરવામાં આવ્યો હતો. હું પહેલી મેચ માટે ત્યાં હતો અને પરિવારના સભ્યની બીમારીને કારણે બીજી મેચ માટે પહોંચી શક્યો નહોતો.
https://twitter.com/bhogleharsha/status/1914538752044564588
ભોગલે અને ડૂલ એ સમયે વિવાદમાં ફસાઈ ગયા, જ્યારે ન્યૂઝીલેન્ડના પૂર્વ ક્રિકેટરે કહ્યું હતું કે જો ક્યૂરેટર સ્પિનર-ફ્રેન્ડલી પીચ માટે ટીમના અનુરોધ પર ધ્યાન આપતા નથી, તો KKRએ પોતાની ફ્રેન્ચાઇઝીને સ્થળાંતરીત કરી દેવી જોઈએ. જ્યારે ભોગલેએ કહ્યું હતું કે, ટીમને ઘરઆંગણે ફાયદો મળવો જોઈએ. KKRએ પોતાની પહેલી 3 ઘરેલુ મેચમાથી 2માં હાર મળ્યા બાદ એક વેબસાઇટ પર પેનલ ચર્ચા દરમિયાન આ ઘટના બની. ત્યારબાદ, પોતાના ક્યૂરેટરની સાર્વજનિક નિંદા પર સખત આપત્તિ દર્શાવતા, ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ (CAB)એ બંને ક્રિકેટ વિશેષજ્ઞને ચેતવણી આપી અને BCCIને અનુરોધ કર્યો છે કે તેમને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ની હોમ મેચો માટે કોમેન્ટ્રીની જવાબદારી સોપવામાં ન આવે.

તેમની ટિપ્પણીઓથી નારાજ, CAB સચિવ નરેશ ઓઝાએ લગભગ 10 દિવસ અગાઉ BCCIને પત્ર લખીને ભોગલે અને ડૂલને તેમના ઘરેલુ મેચોની કોમેન્ટ્રી પેનલમાંથી હટાવવાનો અનુરોધ કર્યો હતો. રસપ્રદ વાત એ છે કે, સોમવારે KKR અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાયેલી મેચ દરમિયાન ભોગલે કે ડૂલ બંને કોમેન્ટ્રી પર નહોતા. CABના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ભોગલે અને ડૂલ હવે KKRની ઘરેલૂ મેચો માટે IPL કોમેન્ટ્રી ટીમનો હિસ્સો નથી. જોકે, 23 અને 25 મેના રોજ ઇડન ગાર્ડન્સમાં ક્વોલિફાયર 2 અને ફાઇનલ થવા પર સ્થિતિ બદલાઈ શકે છે.
Related Posts
Top News
લગ્નજીવનનું સંતુલિત સમીકરણ...બીજાના પ્રેમને જોઈને એવું લાગે છે કે તે ખૂબ નસીબદાર છે
બેંગલુરુના માણસે સિમેન્ટ વગર આલીશાન બંગલો બનાવ્યો, 1000 વર્ષ સુધી ચાલશે
જાપાનમાં ચોખા અંગે મંત્રીએ એવું નિવેદન આપ્યું કે રાજીનામું આપવું પડ્યું
Opinion
