માણસ-રોબોટ સામ-સામે, 21 કિમીની રેસ... ચીનની મેરેથોનનો વીડિયો વાયરલ

ચીન ટેક્નોલોજીની દોડમાં દુનિયાથી કેટલું આગળ છે, તેનો શાનદાર નજારો બીજિંગમાં જોવા મળ્યો. શનિવારે, બીજિંગમાં દુનિયાની પહેલી હ્યુમનોઇડ રોબોટ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રોબોટ્સે માણસો સાથે 21 કિલોમીટર લાંબી દોડ પૂરી કરી હતી. આ ઐતિહાસિક રેસ બીજિંગના ઇકોનોમિક-ટેક્નોલોજીકલ ઝોનમાં થઈ હતી, જ્યાં રોબોટ્સે ઢોળાવ અને વળાંકોવાળા ટ્રેક પર દોડતા AI અને એન્જિનિયરિંગની સાચી તાકત દેખાડી દીધી. જો કે ચીનમાં અગાઉ પણ કેટલીક મેરેથોનમાં રોબોટ્સ જોવા મળ્યા છે, પરંતુ આ પહેલી વખત હતું. જ્યારે તેમને સત્તાવાર રીતે માણસો સાથે દોડવાની મંજૂરી આપવામાં આવી હતી.

half-marathon-in-Beijing2
theguardian.com

ટેક હેન્ડલર્સ સાથે ચાલી રહેલા રોબોબોટ્સે ફોર્મ્યૂલા-1 સ્ટાઇલ બેટરી પિટ સ્ટોપ્સ કર્યું. દોડમાં, ન માત્ર સ્પીડ, પરંતુ બેસ્ટ એન્ડ્યોરેન્સ, બેસ્ટ ગેટ ડિઝાઇન અને મોસ્ટ ઇનોવેટિવ ફોર્મ જેવી કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યા હતા. જોકે, સોશિયલ મીડિયા પર આવેલા વીડિયોમાં કેટલાક રોબોટ્સમાં ટેક્નિકલ ખામી અને શરૂઆતમાં પડી જવા જેવા પડકારો પણ જોવા મળ્યા હતા.

https://twitter.com/SixthTone/status/1913385432970076660

કોને મળી જીત: માણસ કે રોબોટ

તિયાંગોંગ અલ્ટ્રા નામનો રોબોટ 2 કલાક 40 મિનિટમાં જીત હાંસલ કરી શક્યો, જ્યારે માણસોની રેસમાં, ઇથોપિયાના એલિયાસ ડેસ્ટાએ માત્ર 1 કલાક 2 મિનિટમાં રેસ પૂર્ણ કરી હતી. એક્સપર્ટે આ રેસને કોર અલ્ગોરિધમ, બેટરી લાઈફ અને સ્ટેબિલિટીની ટેસ્ટિંગ હોવાનું જણાવ્યુ હતું. ચીનનું માનવું છે કે, આ ફિનિશ લાઇન નહીં, પરંતુ ઈન્ડસ્ટ્રી ગ્રોથનો સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. શિન્હુઆ ન્યૂઝના રિપોર્ટ મુજબ, ચીનનું હ્યુમનોઇડ રોબોટ માર્કેટ 2030 સુધીમાં 8.7 લાખ કરોડ રૂપિયા (USD 119 બિલિયન) સુધી પહોંચી શકે છે.

શું ચીન AI અને રોબોટિક્સનો બાદશાહ બની રહ્યું છે?

ચીનની આ રોબોટ રેસ કોઈ સામાન્ય ઇવેન્ટ નથી, પરંતુ દેશના મોટા મિશનનો એક ભાગ છે, જેમાં તે રોબોટિક્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો લીડર બનવા માગે છે. હાઇ-ટેક મશીનોને લોકો સમક્ષ લાવીને, ચીન ટેક્નોલોજીના ભવિષ્યને લઈને ઉત્સાહ અને અને ચર્ચા પેદા કરવા માગે છે. જોકે, બધા એક્સપર્ટ તેની સાથે પૂરી રીતે સહમત નથી.

half-marathon-in-Beijing1
theguardian.com

ઓરેગોન સ્ટેટ યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર સાયન્સ અને રોબોટિક્સ પ્રોફેસર એલન ફર્નનું માનવું છે કે આ ઇવેન્ટ વાસ્તવમાં AIની બેકથ્રૂથી વધારે હાર્ડવેરનો ટોલરેન્સ પાવર દેખાડે છે. હાફ-મેરેથોન વાસ્તવમાં હાર્ડવેર એન્ડ્યોરેન્સનો શૉ છે. ચીની કંપનીઓ ચાલવા, દોડવા, ડાન્સ કરવા જેવી વસ્તુઓ બતાવવામાં વ્યસ્ત છે, જે રસપ્રદ તો છે, પરંતુ તેને કોઈ ઇન્ટેલિજેન્સની ઊંડાઇ ઝળકતી નથી.

About The Author

Related Posts

Top News

શું છે વોટ્સએપ પ્લસ અને ઇન્સ્ટાગ્રામ 'પ્લસ'? શું હવે તમારે પૈસા ચૂકવવા પડશે?

શું તમારે વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ ચલાવવા માટે પૈસા ચૂકવવા પડશે? મેટાએ એક મોટી જાહેરાત કરી છે જેની સીધી અસર...
Tech and Auto 
શું છે વોટ્સએપ પ્લસ અને ઇન્સ્ટાગ્રામ 'પ્લસ'? શું હવે તમારે પૈસા ચૂકવવા પડશે?

852 કરોડનો શોપિંગ મોલ, શાનદાર ઘર.. ; જાણો કર્ણાટકના CM બનવા જઈ રહેલા DK શિવકુમારની કુલ સંપત્તિ વિશે

DK શિવકુમાર કર્ણાટકના નવા CM બનશે. સિદ્ધારમૈયા સરકાર ભંગ થઈ રહી છે, અને તેઓ ગુરુવારે બપોરે લોકભવનમાં CM પદ...
Business 
852 કરોડનો શોપિંગ મોલ, શાનદાર ઘર.. ; જાણો કર્ણાટકના CM બનવા જઈ રહેલા DK શિવકુમારની કુલ સંપત્તિ વિશે

TMC સાંસદ અભિષેક બેનર્જી પર હુમલો; કપડા ફાડ્યા-ઇંડા ફેંક્યા, મમતા-અખિલેશ-કોંગ્રેસ બધા ભડક્યા

TMC સાંસદ અભિષેક બેનર્જી પર આજે સાંજે કેટલાક લોકોએ હુમલો કર્યો. એવું કહેવામાં આવી રહ્યું છે કે અભિષેક એક પાર્ટી...
National 
TMC સાંસદ અભિષેક બેનર્જી પર હુમલો; કપડા ફાડ્યા-ઇંડા ફેંક્યા, મમતા-અખિલેશ-કોંગ્રેસ બધા ભડક્યા

રાજસ્થાનનો આ વીડિયો જોઈને તમને ટોમ ક્રૂઝના ફિલ્મની યાદ આવી જશે

રાજસ્થાનના ચુરુ જિલ્લામાં શનિવારે બપોરે એક વિશાળ અને ભયાનક ધૂળની ડમરીઓ (વાવાઝોડું) ત્રાટકી હતી, જેના કારણે સમગ્ર આકાશ ધૂળની...
National 
રાજસ્થાનનો આ વીડિયો જોઈને તમને ટોમ ક્રૂઝના ફિલ્મની યાદ આવી જશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.