ભાવ ઘટવા છતા સોનું વેચવાની આટલી ઉતાવળ કેમ? 90 દિવસમાં 50000 કિલો સોનું વેચાયું, લોકોમાં શું છે ડર?

સોનાના ભાવમાં ઘટાડો ચાલુ છે. 29 જાન્યુઆરીએ, સોનું અને ચાંદી બંને તેમના સર્વકાલીન ઉચ્ચતમ સ્તરે હતા. 24 કેરેટ સોનાનો ભાવ રૂ. 1.76 લાખ પ્રતિ 10 ગ્રામ હતો, જ્યારે ચાંદી રૂ. 3.86 લાખમાં વેચાઈ રહી હતી. આજે, સોનામાં રૂ. 36,000નો ઘટાડો થયો છે. ચાંદીના ભાવમાં રૂ. 1.70 લાખનો ઘટાડો થયો છે. સોનાના ભાવ ઘટ્યા હોવા છતાં, ભારતીયો ઘરે રાખેલું જૂનું સોનું વેચી રહ્યા છે. છેલ્લા 3 મહિનામાં, ભારતીયોએ લગભગ 50 ટન એટલે કે 50,000 કિલો જૂનું સોનું વેચી દીધું છે.

Indian Selling Gold
tv9hindi.com

સોનાના ભાવ ઘટવા સાથે, ભારતમાં જૂનું સોનું વેચીને રોકડ એકઠું કરવાની ઉતાવળ છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA)એ તેના અહેવાલમાં જણાવ્યું છે કે, એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં, ભારતમાં લોકોએ આશરે 50 ટન સોનું વેચ્યું હતું, જે પાછલા વર્ષ કરતા 43 ટકા વધુ છે. લોકો ઘરમાં રાખેલું જૂનું સોનું વેચીને રોકડ એકઠી કરી રહ્યા છે. સોનાના ભાવ ઘટવાનો ભય આ પગલાને આગળ ધપાવી રહ્યો છે. હાલમાં, સોનું રૂ. 1.39 લાખ પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે.

છેલ્લા 3થી 4 મહિનામાં સોનાના ભાવમાં ખુબ મોટો ઘટાડો જોતાં, એવી આશંકા છે કે સોનાના ભાવ વધુ ઘટીને રૂ. 1.20 લાખ સુધી પહોંચી શકે છે. ઘટતા ભાવને કારણે, લોકો જૂના દાગીના વેચી રહ્યા છે અને નવા દાગીના ખરીદવાને બદલે રોકડ લઈ રહ્યા છે. IBJAના રાષ્ટ્રીય સચિવ સુરેન્દ્ર મહેતાના જણાવ્યા અનુસાર, લોકો રોકડ એકઠા કરવા માટે સોનાના ઊંચા ભાવનો લાભ લઈ રહ્યા છે.

Indian Selling Gold
hindi.news18.com

ગ્રાહક ભાવનામાં આ પરિવર્તન સોનાના રિસાયક્લિંગ ક્ષેત્રને વેગ આપી રહ્યું છે. લોકોના ઘરોમાં પડેલું સોનું ધીમે ધીમે બહાર આવી રહ્યું છે, અને સોનું ખરીદતી કંપનીઓને વેગ મળી રહ્યો છે. જૂના સોનાના વેચાણથી ઝવેરીઓ પાસે તરલતા વધી રહી છે, જોકે નવા સોનાની માંગમાં ભારે ઘટાડાનો અનુભવ થઈ રહ્યો છે. બજારમાં જૂના સોનાના આગમનથી ઘરેલુ સોનાનો પુરવઠો વધશે, જેનાથી કિંમતો પર દબાણ આવી શકે છે.

Indian Selling Gold
hindi.news18.com

એવો અંદાજ છે કે, ભારતીય ઘરોમાં આશરે 30,000 ટન સોનું ભેગું કરેલું છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે પણ સ્વીકાર્યું છે કે, જો ભારતીય ઘરોમાં સંગ્રહિત સોનાને મુખ્ય પ્રવાહના અર્થતંત્ર સાથે જોડવામાં આવે તો તે દેશના અર્થતંત્રને વેગ આપશે. સોનાને હવે ધીમે ધીમે અર્થતંત્રમાં સમાવિષ્ટ કરવામાં આવી રહ્યું છે. ઘરમાં રાખેલું સોનુ બહાર આવવાથી આયાત પરની નિર્ભરતા ઓછી થશે. નાણાકીય વર્ષ 2026માં આશરે 72.4 બિલિયન ડૉલર મૂલ્યનું સોનું આયાત કરવામાં આવ્યું હતું. જો ઘરમાં રાખેલું સોનું બજારમાં આવી ગયું તો આયાતની જરૂરિયાત ઘટશે, જેનાથી વિદેશી વિનિમય અનામત મજબૂત થશે.

About The Author

Top News

'મુસ્લિમોને ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવો જોઈએ...' ઝોહરાનના નિવેદનથી ગુસ્સે થયેલા ટ્રમ્પ સમર્થકે આવું નિવેદન કેમ આપ્યું?

અમેરિકામાં ફરી એકવાર રાજકીય નિવેદનબાજી તેજ થઈ ગઈ છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કટ્ટર સમર્થક અને જમણેરી રાજકીય કાર્યકર્તા લૌરા લૂમરે...
World 
'મુસ્લિમોને ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવો જોઈએ...' ઝોહરાનના નિવેદનથી ગુસ્સે થયેલા ટ્રમ્પ સમર્થકે આવું નિવેદન કેમ આપ્યું?

‘ઘરે-ઘરે જઈને કાયમી નિવાસ...’ કર્ણાટકમાં કોંગ્રેસ સરકારે SIR પ્રક્રિયાને હેન્ડલ કરવા માટે આ પદ્ધતિ અપનાવી!

ચૂંટણી પંચ હાલમાં કર્ણાટકમાં મતદાર યાદીનું ખાસ સઘન સંશોધન (SIR) કરી રહ્યું છે. આ દરમિયાન, રાજ્યના નાયબ મુખ્યમંત્રી...
Politics 
‘ઘરે-ઘરે જઈને કાયમી નિવાસ...’ કર્ણાટકમાં કોંગ્રેસ સરકારે SIR પ્રક્રિયાને હેન્ડલ કરવા માટે આ પદ્ધતિ અપનાવી!

શું દેશમાં ખાંડનો અભાવ છે? અચાનક ભાવમાં વધારો... જાણો શું છે કારણ

છેલ્લા એક મહિનામાં એક્સ-ફેક્ટરી ખાંડના ભાવમાં આશરે 15 ટકાનો વધારો થયો છે, જેના કારણે બજારમાં અછતની આશંકા વ્યક્ત કરવામાં...
Business 
શું દેશમાં ખાંડનો અભાવ છે? અચાનક ભાવમાં વધારો... જાણો શું છે કારણ

રાજા રઘુવંશી કેસ: સોનમ ફરી જેલ ભેગી થેશે, સુપ્રીમ કોર્ટે કહ્યું- ‘આરોપી જામીનની હકદાર નથી’

મેઘાલય હનીમૂન હ*ત્યા કેસની આરોપી સોનમે ફરી જેલ ભેગું થવું પડશે. સુપ્રીમ કોર્ટે તેના જામીન રદ કરતા 3...
National 
રાજા રઘુવંશી કેસ: સોનમ ફરી જેલ ભેગી થેશે, સુપ્રીમ કોર્ટે કહ્યું- ‘આરોપી જામીનની હકદાર નથી’
Copyright (c) Khabarchhe All Rights Reserved.