- Business
- ટાટા ટ્રસ્ટના વિવાદમાં અમિત શાહની મધ્યસ્થી કરવાની કેમ જરૂર પડી?
ટાટા ટ્રસ્ટના વિવાદમાં અમિત શાહની મધ્યસ્થી કરવાની કેમ જરૂર પડી?
દેશના સૌથી સન્માનીય અને પ્રતિષ્ઠીત ટાટા ગ્રુપ અત્યારે વિવાદમાં સપડાયું છે. દિવગંત ઉદ્યોગપતિ રતન ટાટાની વિદાય પછી ટાટા સન્સ અને ટાટા ટ્રસ્ટમાં વિવાદ ઉભો થયો છે. એક ડિરેક્ટરની નિમણુંક બાબતે 7 ડિરેક્ટરોમાં બે ભાગલા પડી ગયા જેને કારણે મોટો વિવાદ ઉભો થયો.
રતન ટાટા એક પાવરફુલ લીડર હતા એ આ વાતની સાબિતી છે કે તેમના ગયા પછી ટાટાનો વિવાદ ઉકેલનાર કોઇ નથી. આખરે મંગળવારે રાત્રે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નિવાસ સ્થાને ટાટા ટ્રસ્ટના ચેરમેન નોએલ ટાટા, ટાટા સન્સના ચેરમેન એન.ચંદ્રશેખર, અને અન્ય બે ડિરેકટર્સ બેઠકમાં હાજર હતા. કેન્દ્રીય નાણા મંત્રી નિમર્લા સીતારમણ પણ બેઠકમાં હાજર રહ્યા હતા.
ટાટા ટ્રસ્ટને પોતાના આંતરિક વિવાદ માટે અમિત શાહને મળવાની જરૂર કેમ પડી? ટાટા ટ્રસ્ટને લાગ્યું હશે કે અમિત શાહ જ એવા વ્યક્તિ છે જે આનો ઉકેલ લાવી શકે. આ વિવાદથી ટાટા ગ્રુપને તો મોટું નુકશાન થયા, પરંતુ દેશના અર્થતંત્રને પણ મોટી અસર પડી શકે. ગુરુવારે ફરી બેઠક મળવાની છે ત્યારે ઉકેલ આવી જશે એવો આશાવાદ છે.

