આ કંપનીએ ભારતમાંથી બિઝનેસ સમેટી લીધો, કહ્યું- ‘લાંચ આપતા-આપતા થાકી ગયા..’

લોજિસ્ટિક્સ કંપની Wintrack Incએ બુધવાર, 1 ઓક્ટોબરના રોજ ભારતમાં પોતાની કામગીરી બંધ કરવાની જાહેરાત કરી. કંપનીએ આરોપ લગાવ્યો કે, ‘ચેન્નાઈના કસ્ટમ અધિકારીઓ લાંચ માગે છે અને તેમને સતત પરેશાન કરી રહ્યા છે, જેના કારણે તેમનો બિઝનેસ ચાલુ રાખવો મુશ્કેલ બની ગયો છે. કંપનીએ પોતાના સત્તાવાર X એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરતા આ માહિતી આપી છે.

શું છે આખો મામલો?

Wintrack Incએ બુધવારે સવારે પોસ્ટ કરતા લખ્યું કે, 1 ઓક્ટોબર, 2025થી, અમારી કંપની ભારતમાં તમામ આયાત અથવા નિકાસની બધી કામગીરી બંધ કરી દેશે. તેણે આરોપ લગાવ્યો હતો કે ચેન્નાઈ કસ્ટમ અધિકારીઓ છેલ્લા 45 દિવસથી અમને હેરાન કરી રહ્યા છે. કંપનીએ જણાવ્યું હતું કે આ વર્ષે બે વખત તેમની લાંચખોરીનો પર્દાફાશ કર્યા બાદ તેમણે અમને હેરાન કરવાનું શરૂ કર્યું. તેનાથી ભારતમાં અમારી કામગીરીમાં અવરોધ આવ્યો છે અને અમારા બિઝનેસને ભારે નુકસાન થઇ ગયું છે. કંપનીએ જણાવ્યું હતું કે તે આ મુશ્કેલ સમયમાં અમે એ બધાનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ જેમને મુશ્કેલ સમયમાં અમારો સાથ આપ્યો.

કંપનીએ બીજી પોસ્ટમાં જણાવ્યું કે, ‘અમે જાન્યુઆરી 2025થી નિયમિતપણે શિપમેન્ટ આયાત કરી રહ્યા છીએ. જ્યારે પણ અધિકારીઓ દ્વારા લાંચ લેવાના કિસ્સા સામે આવે છે તો અમે તેને ઉજાગર કરીએ છીએ, તો થોડા મહિનાઓ માટે શાંત રહે છે, પછી તેઓ ફરીથી આ બધું ચાલુ કરી દે છે.

કંપનીએ કસ્ટમ અધિકારીઓએ પર આરોપ લગાવતા કહ્યું કે, જૂન 2025માં આવી જ ઘટના થઈ હતી. હવે તે ફરીથી આવું થયું છે. કંપનીએ કહ્યું કે અધિકારીઓએ પહેલા એક સામાનને  વારંવાર આયાત કરવાની મંજૂરી આપી હતી, પરંતુ જૂનમાં લાંચનો પર્દાફાશ કર્યા બાદ, તેઓ કંપનીના શિપમેન્ટમાં ખામી કાઢવા લાગ્યા. તેમણે કંપની વિરુદ્ધ ખોટી રેવન્યુ ઇન્ટેલિજન્સ ડાયરેક્ટોરેટ (DRI) એલર્ટ પણ પણ જાહેર કર્યું. કંપનીએ જણાવ્યું કે આ કારણે તેના અધિકારીઓ માનસિક તણાવમાં છે. કંપનીના જણાવ્યા મુજબ, તેમણે અધિકારીઓને લેખિતમાં જાણ પણ કરી હતી કે તેઓ પોતાના તમામ આયાત બિઝનેસ બંધ કરી દેશે, પરંતુ તેમણે હેરાન કરવાનું બંધ ન કર્યું.

Wintrack Incના ફાઉન્ડર પ્રવિણ ગણેશને એક પોસ્ટ કરતા પોતાની પત્નીની કંપની માટે શિપમેન્ટ મંજૂર કરવા માટે લાંચ માગવાનો આરોપ લગાવ્યો. તેમણે પોસ્ટમાં લખ્યું હતું કે, SIIB: આશિષ નેહરા વાઇટલ, EO: બંદી નરિયપ્પા, AO: જ્ઞાનેન્દ્ર પાંડે. આ અધિકારીઓએ ગયા અઠવાડિયે મારી પત્નીની કંપનીના શિપમેન્ટને મંજૂરી આપવા માટે લાંચ લીધી હતી. મુંબઈમાં ફેસલેસ એસેસમેન્ટ ઓફિસરને 50,000 રૂપિયા મળ્યા. જ્યારે અમે અમારા કર્મચારીઓ દ્વારા SIIB અધિકારીઓ અને CHA સાથે વ્યક્તિગત રૂપે લાંચ પર વાત કરી, ત્યારે તેમણે 10% છૂટ આપવાની વાત કહી. અંતે, SHED અને SIIBને 80,000 રૂપિયાની લાંચ આપવામાં આવી.

પ્રવિણે બીજી પોસ્ટમાં PMO અને નાણાં મંત્રીને ટેગ કરતા પૂછ્યું કે શું આ ભ્રષ્ટ અધિકારીઓ સામે પગલાં લેવામાં આવશે. તેમણે લખ્યું કે જો કોઈ આયાતકાર ખોટી માહિતી આપે છે, તો દંડ અને કાર્યવાહી કરવામાં આવે છે. જો કોઈ અધિકારી લાંચ લે છે, તો તેમને બીજા વિભાગમાં ટ્રાન્સફર કરવામાં આવે છે અને નવા ડેસ્ક પર વસૂલી ચાલુ રહે છે. શું વડાપ્રધાન અને નાણાંમંત્રી ખરેખર આ ભ્રષ્ટ અધિકારીઓ સામે પગલાં લેશે? લાંચ ઉપર સુધી જાય છે, આખરે જવાબદાર કોણ છે?

કસ્ટમ્સ વિભાગ શું કહી રહ્યો છે?

ચેન્નાઈ કસ્ટમ્સ વિભાગે કંપનીના આરોપોને પૂરી રીતે નકારી કાઢતા કહ્યું કે આ વિભાગ પર દબાણ બનાવવાની રણનીતિ છે, જેથી કંપનીનો માલ નિયમોને આધિન તપાસ વિના છોડી દેવામાં આવે. ચેન્નાઈ કસ્ટમ્સ વિભાગે X પર એક લાંબી પોસ્ટમાં કંપની પર ખોટી માહિતી પૂરી પાડવા અને અનેક વખત નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે. વિભાગે પોસ્ટમાં જણાવ્યું છે કે, આયાતકારની સોશિયલ મીડિયા પોસ્ટ્સ ઇરાદાપૂર્વકના કાવતરાનો ખુલાસો કરે છે. તેઓ વેલિડ તપાસ દરમિયાન ભ્રષ્ટાચારનો આરોપ લગાવી રહ્યા છે. આ નિવેદનો યોગ્ય પ્રક્રિયાનું પાલન કર્યા વિના અધિકારીઓને માલ મુક્ત કરવા માટે દબાણ કરવાની ઇરાદાપૂર્વકની રણનીતિ છે. અમે સ્પષ્ટપણે કહીએ છીએ કે કંપની સામે કરવામાં આવેલી બધી કાર્યવાહી કાયદેસર રીતે અનિવાર્ય, ઉચિત અને તપાસ દરમિયાન દસ્તાવેજીકૃત ઉલ્લંઘનો પર આધારિત હતી.

Wintrack-Inc1
news18.com

આ મામલો વધવા પર સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ (CBIC)એ જણાવ્યું હતું કે, આ કંપનીના સ્થાપક દ્વારા લગાવવામાં આવેલા આરોપોની તપાસ કરવામાં આવશે. X પરની એક પોસ્ટમાં CBICએ લખ્યું કે, ‘ચેન્નાઈ કસ્ટમ્સ સામે પ્રવિણ ગણેશન દ્વારા ઉઠાવવામાં આવેલા ભ્રષ્ટાચારના આરોપો અંગે સ્પષ્ટતા કરવામાં આવે છે કે આ મામલો આયાતકાર દ્વારા ખોટી જાહેરાત અને ખોટી વર્ગીકરણ સાથે સંબંધિત છે. ચેન્નાઈ કસ્ટમ્સે પહેલાથી જ આનો જવાબ આપી દીધો છે. ત્યારબાદ, આયાતકારે X પર કેટલાક નામો અને સ્ક્રીનશોટ શેર કર્યા છે. આ બાબતની નોંધ લેવામાં આવી છે અને તમામ હકીકતોની યોગ્ય તપાસ કરવામાં આવશે. કાયદા મુજબ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.

Wintrack Inc શું કામ કરે છે?

Wintrack Incની વેબસાઇટ પરની માહિતી અનુસાર, કંપની ચાઇનીઝ અને થાઇ ઇ-કોમર્સ વેબસાઇટ્સ પરથી ભારતમાં માલના સોર્સિંગની સુવિધા આપે છે. ગ્રાહકો આંતરરાષ્ટ્રીય શિપિંગ, કસ્ટમ ડ્યૂટી અને ટેક્સની ચિંતા કર્યા વિના કંપની દ્વારા ચીન અને થાઇલેન્ડથી સીધો સામાન મંગાવી શકે છે. કંપની સમગ્ર ભારતમાં ડોરસ્ટેપ એટલે કે ઘર પર ડિલિવરીનું ઓપ્શન આપવાનો દાવો કરે છે.

About The Author

Related Posts

Top News

અબ્દુલ્લા બન્યો 'દારોગા સિંહ', 8 વર્ષ પછી પુત્ર સાથે હિન્દુ ધર્મમાં પાછો ફર્યો; જણાવ્યું ઇસ્લામ ધર્મ કેમ અપનાવ્યો હતો

ઉત્તર પ્રદેશના સીતાપુરમાં, બુધવારે પિતા-પુત્રએ હિન્દુ ધર્મ અપનાવી લીધો. બજરંગ દળના કાર્યકરોની હાજરીમાં તેમણે ઇસ્લામનો ત્યાગ કર્યો અને દેવીના...
National 
અબ્દુલ્લા બન્યો 'દારોગા સિંહ', 8 વર્ષ પછી પુત્ર સાથે હિન્દુ ધર્મમાં પાછો ફર્યો; જણાવ્યું ઇસ્લામ ધર્મ કેમ અપનાવ્યો હતો

સુમુલ ડેરીની ચૂંટણીમાં ભાજપ સમર્થિત પેનલની સામે ભાજપના જ બળવાખોર નેતાઓ પડ્યા

સુમુલ ડેરીની આગામી ચૂંટણી અગાઉ જ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ભાજપ પ્રેરિત પેનલના સત્તાવાર 16 ઉમેદવારો સામે પક્ષના...
Gujarat 
સુમુલ ડેરીની ચૂંટણીમાં ભાજપ સમર્થિત પેનલની સામે ભાજપના જ બળવાખોર નેતાઓ પડ્યા

સ્ટોરિયા કોકોનટ વોટરને જો '100% નાળિયેર પાણી' સમજી પીતા હોવ તો સાવધાન, કોર્ટે ફટકાર્યો દંડ

સ્ટોરિયા ફૂડ્સ એન્ડ બેવરેજીસ પર ₹1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. કંપની પર તેના કેટલાક ઉત્પાદનો અંગે ગેરમાર્ગે દોરનારી જાહેરાતો...
Business 
સ્ટોરિયા કોકોનટ વોટરને જો '100% નાળિયેર પાણી' સમજી પીતા હોવ તો સાવધાન, કોર્ટે ફટકાર્યો દંડ

BYDએ શક્તિશાળી EV કાર ડોલ્ફિન લોન્ચ કરી; 1000 Km રેન્જ અને પેટ્રોલથી પણ ચાલશે

ઇલેક્ટ્રિક કારને લઈને લોકોમાં એક મોટી ચિંતા તેની રેન્જને લઈને હોય છે. હવે, BYDએ આ રેન્જની ચિંતાને દૂર...
Tech and Auto 
BYDએ શક્તિશાળી EV કાર ડોલ્ફિન લોન્ચ કરી; 1000 Km રેન્જ અને પેટ્રોલથી પણ ચાલશે

Opinion

ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર
ગુજરાત રાજ્યમાં દાયકાઓથી ભારતીય જનતા પાર્ટીની સરકાર સત્તામાં છે. આ સમયગાળા દરમિયાન રાજ્યે ઔદ્યોગિક વિકાસ, માળખાકીય સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય અને...
સમર્પણ, દીર્ઘદ્રષ્ટિ અને સેવાનું પ્રતીક… સુરતના અગ્રણી સમાજસેવી અશોક કાનુંનગો
સંધ્યાકાળ અને ગૌધુલી સમયનું આપણા જીવનમાં મહત્ત્વ સમજવું આવશ્યક છે
અનારબેન પટેલ એક એવું વ્યક્તિત્વ જ્યાં ભક્તિ, સેવા અને સમર્પણ ભાવનો ત્રિવેણી સંગમ છે
ડૉ. મહેન્દ્રસિંહ ચૌહાણ જેવા વ્યક્તિત્વો સમાજ માટે પ્રકાશસ્તંભ છે, જે આંખોને રોશની આપે છે અને હૃદયોને પ્રેરણા
Copyright (c) Khabarchhe All Rights Reserved.