હાટકેશ્વર બ્રિજમાં કેવી ગુણવત્તાવાળું કોંક્રિટ વપરાયું છે? રિપોર્ટમાં પર્દાફાસ

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા છત્રપતિ શિવાજી મહારાજ બ્રિજ પર વારંવાર ગાબડાં પડવાના કારણે 4-5 વખત બ્રિજને બંધ કરવાની નોબત આવી છે. છેલ્લા 6 મહિનાથી આ બ્રિજ રિપેરિંગના નામે બંધ છે, ત્યારે વર્ષ 2022માં સોલિડ એન્ડ મટિરિયલ ટેસ્ટિંગ લેબોરેટરીમાં રિપોર્ટ કરવામાં આવ્યા છે. હલકી ગુણવત્તાનું મટિરિયલ વપરાયું હોવાનો આ રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. CIMEC લેબમાં કોંક્રિટનો પ્રાઇમરી ગણાતો રિબાઉન્ડ હેમર ટેસ્ટ ફેલ થયો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના સત્તાધારીઓ દ્વારા આ રિપોર્ટ અત્યાર સુધીમાં દબાવી રાખવામાં આવ્યો હતો.

મુંબઇની પ્રતિષ્ઠિત લેબ કંપની ઇ ક્યૂબ દ્વારા જાન્યુઆરી 2023માં જે ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. તેના રિપોર્ટમાં સામે આવ્યું હતું કે, બ્રિજમાં જે કોંક્રિટ વાપરવામાં આવ્યું છે, તે સામાન્ય કોંક્રિટના મટિરિયલમાંથી બન્યું છે. સિમેન્ટની ગુણવત્તા ખૂબ જ હલકી હતી અને પાણીનું પ્રમાણ વધારે હતું. બ્રિજ બનાવવા માટે જે મટિરિયલ વાપરવામાં આવ્યું હતું, તે યોગ્ય નહોતું. ઇ-ક્યૂબના રિપોર્ટમાં M-45 ગ્રેડની જગ્યાએ માત્ર M-20 ગ્રેડનું કોંક્રિટ વાપર્યું હોવાનું પણ સામે આવ્યું છે.

CIMEC લેબ રિપોર્ટમાં M-45 ગ્રેડની કોંક્રિટ વાપરવું જોઇએ, તે M-25ના ગ્રેડનું હોવાનો ખુલાસો થયો હતો. KCT અને CIMEC બંને લેબમાં NDT અને અલ્ટ્રાસોનિક પલ્સ વેલોસિટી ટેસ્ટ થયા હતા. ટેસ્ટમાં કોંકિટ M-15 હોવાનું જાણવા મળ્યું છે. આમ હલકું મટિરિયલ વાપરવા આવ્યું હોવાનું સાહિત થયું છે. બ્રિજ તૈયાર કરનાર કોન્ટ્રાક્ટર અજય એન્જિ. ઇન્ફ્રા. પ્રાઇવેટ લિમિટેડ સામે કોઇ જ પગલાં ઉઠાવવામાં આવ્યા નથી. થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરનાર કંપની સામે પણ સવાલ ઉભા થયા છે. સ્પેશિયલ પ્રકારના ઇન્સ્પેક્શન કરનાર પંકજ એમ. પટેલ કન્સ્લટિંગ એન્જી. પ્રાઇવેટ લિમિટેડ સામે પણ કોઇ પગલાં લેવાયા નથી. AMCના જવાબદાર અધિકારી સામે પણ કોઇ જ પગલાં લેવાયા નથી.

બ્રિજ બનવાને કારણે બ્રિજના નીચેનો રસ્તો સાંકડો થઇ ગયો છે. જેથી ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે. તેથી સ્થાનિકોએ બ્રિજને તોડવા ઉગ્ર રજૂઆતો કરી હતી, પરંતુ તંત્રએ બ્રિજ તોડવાને બદલે સ્થાનિકોના ઓટલા તોડી નાખ્યા હતા. જેથી સ્થાનિકોનો રોષ વધુ ભભૂકી ઉઠ્યો છે. વર્ષ 2015માં કામ શરૂ કર્યા બાદ 30 નવેમ્બર 2017ના રોજ બ્રિજ શરૂ કરાયો હતો. ઓછામાં ઓછી 50 વર્ષ સુધી બ્રિજના સ્ટ્રક્ચરની લાઇફ નક્કી કરવામાં આવી હતી.

અત્યાર સુધીમાં 5 વર્ષમાં કુલ 6 વખત ગાબડાં પડવાના કારણે રિપેરિંગ કરવુ પડ્યુ છે. છેલ્લે ઑગસ્ટ 2022માં સેટલમેન્ટ થયા બાદ બ્રિજને સુરક્ષાને ધ્યાને રાખીને બ્રિજ બંધ રાખવામાં આવ્યો છે. ઉલ્લેખનીય બ્રિજના નિર્માણ પાછળ ખર્ચેલા 40 કરોડ પાણીમાં ગયા હોય તેવો ઘાટ સર્જાયો છે. આ બ્રિજના કામની વાત કરીએ તો અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રા.પ્રાઇવેટ લિમિટેડને સોંપવામાં આવ્યું હતુ. આ બ્રીજની ડિઝાઇન ડેલ્ફ કન્સલ્ટિંગ એન્જિનિયર્સ દ્વારા તૈયાર કરવામાં આવી હતી.

About The Author

Related Posts

Top News

આખા દેશમાં 28 ટકા પોલીસ અધિકારીઓની જગ્યાઓ ખાલી; માત્ર 8 ટકા મહિલા અધિકારીઓ

ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ 2025 તાજેતરમાં જ જાહેર કરવામાં આવ્યો છે. આ એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ દસ્તાવેજ છે, જે ભારતના...
National 
આખા દેશમાં 28 ટકા પોલીસ અધિકારીઓની જગ્યાઓ ખાલી; માત્ર 8 ટકા મહિલા અધિકારીઓ

પંચર રિપેર કરતા પિતાના પુત્રએ IAS પરીક્ષા પાસ કરી, ઇકબાલ અહેમદની એક પ્રેરણારૂપ વાર્તા

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)એ મંગળવારે સિવિલ સર્વિસ પરીક્ષા 2024ના પરિણામો જાહેર કર્યા. આમાં, UPના...
Education 
પંચર રિપેર કરતા પિતાના પુત્રએ IAS પરીક્ષા પાસ કરી, ઇકબાલ અહેમદની એક પ્રેરણારૂપ વાર્તા

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ અને ભારતીય મૂળના ઉષાની લવ સ્ટોરી જાણો

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ અને તેમના પત્ની ઉષા ચિલુકુરી 4 દિવસના ભારત પ્રવાસે આવેલા છે સાથે તેમના બાળકો ઇવાન, વિવેક...
World 
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ અને ભારતીય મૂળના ઉષાની લવ સ્ટોરી જાણો

સુપ્રીમ કોર્ટના જજે કહ્યું- મહિલાઓને સ્વતંત્ર રીતે જીવવો દો, તેમની પર વોચ ન રાખો

સુપ્રીમ કોર્ટે દેશમાં મહિલાઓની સુરક્ષાને લઇને ચિંતા વ્યક્ત કરી છે અને સમાજમાં મહિલાઓ વિશેની વિચારધારામાં બદલાવ લાવવાની જરૂરિયાત પર ભાર...
National 
સુપ્રીમ કોર્ટના જજે કહ્યું- મહિલાઓને સ્વતંત્ર રીતે જીવવો દો, તેમની પર વોચ ન રાખો
Copyright (c) Khabarchhe All Rights Reserved.