- Central Gujarat
- 103 દિવસની જેલ પછી હાઇકોર્ટે તથ્ય પટેલના પિતાના જામીન આ શરતે મંજૂર કર્યા
103 દિવસની જેલ પછી હાઇકોર્ટે તથ્ય પટેલના પિતાના જામીન આ શરતે મંજૂર કર્યા
અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં સૌથી મહત્વના સમાચાર સામે આવ્યાં છે. આ કેસમાં આરોપી પિતા પ્રજ્ઞેશ પટેલને જામીન મળ્યા છે. ગુજરાત હાઇકોર્ટે શરતી જામીન મંજૂર કર્યાં છે.

અમદાવાદના ઇસ્કોન બ્રિજ અકસ્માતના મુખ્ય આરોપી તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલને શરતી જામીન મળ્યા છે. આ પહેલા પણ તે સેશન્સ કોર્ટ અને હાઇકોર્ટમાંથી પણ જામીન માંગી ચૂક્યાો હતાો પરંતુ આ સમયે તેની જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી. પ્રજ્ઞેશ પટેલને કેન્સર હોવાથી સારવાર માટે જવા જામીન માટે અરજી કરી હતી. બંને વખત તેની અરજીને કોર્ટે ફગાવી હતી. આજે ગુજરાત હાઇકોર્ટે જામીન અરજી પર સુનાવણી કરતા પ્રજ્ઞેશ પટેલના જામીન મંજૂર કર્યાં છે.
3 મહિના પહેલા અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર અકસ્માતમાં 9 લોકોને મોતને ઘાટ ઉતારનાર તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલના 103 દિવસ પછી ગુજરાત હાઇકોર્ટે જામીન મંજૂર કર્યા છે. તથ્ય પટેલે જ્યારે અક્સમાત કર્યો હતો ત્યારે પિતા પ્રજ્ઞેશે ઘટના સ્થળે જઇને લોકો સાથે દાદાગીરી કરી હતી એટલે તેની પણ ધરપકડ કરી હતી.

અમદાવાદમાં 20 જુલાઇની રાત્રે ઇસ્કોન બ્રિજ પર તથ્ય પટેલે પુરઝડપે કાર ચલાવીને 9 લોકોને કચડી માર્યા હતા એ કેસમાં તથ્ય પટેલ જેલમાં જ છે. તે વખતે તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલ ઘટના સ્થળે લોકોની ધમકાવ્યા હતા, એ કેસમાં પોલીસે પ્રજ્ઞેશ પટેલની ધરપકડ કરી હતી.
પોલીસે પ્રજ્ઞેશ પટેલ સામે અનેક કલમો કલાગી હતી.પોલીસે તેની સામે 168 પાનાની ચાર્જશીટ રજૂ કરી હતી. પ્રજ્ઞેશ પટેલે આ પહેલા અમદાવાદની ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી, પરંતુ તે વખતે કોર્ટે ફગાવી દીધી હતી. એ પછી પ્રજ્ઞેશ પટેલે હાઇકોર્ટમાં જામીન અરરજી કરી હતી. જેની સુનાવણી 25 ઓકટોબરે ન્યાયાધીશ એમ.આર. મેંગડેની કોર્ટમાં થઇ હતી.

પ્રજ્ઞેશ પટેલની મેડિકલ ગ્રાઉન્ડ પર કરેલી વચગાળાની જામીન અરજી પર સુનવણી થઈ હતી. આરોપીના વકીલે કોર્ટમાં મોઢાના કેન્સરની સારવાર માટે વચગાળાની રાહત આપવા રજુઆત કરી હતી. પરંતું બીજી તરફ, કોર્ટે પ્રજ્ઞેશ પટેલના વકીલને ટકોર કરતા કહ્યું કે, આ વિશે અગાઉ જાણ કેમ ના કરી. મેડિકલ ડોક્યુમેન્ટ સાથે રજુઆત કરવા કોર્ટે આદેશ કર્યો હતો. બુધવારે ગુજરાત હાઇકોર્ટે પ્રજ્ઞેશ પટેલને શરતી જામીન આપ્યા હતા.

અકસ્માત કેસમાં પોલીસે તથ્ય પટેલની સામે 1700 પાનાની ચાર્જશીટ રજૂ કરી છે.

