સાડી પર પહેરી શકાય તેવી PPE કીટ સુરતના ફેશન ડીઝાઇન ડેવલોપમેન્ટ સેન્ટરે બનાવી

વિશ્વભરમાં ટેક્સટાઇલ નગરી તરીકે જાણીતું સુરત શહેર હવે ક્રિયેશનના ક્ષેત્રે પણ આગળ વધી રહ્યું છે. એટલું જ નહીં પણ હંમેશા કઈક નવું કરવા અગ્રેસર હોવા સાથે જ આપત્તિને અવસરમાં બદલવામાં પણ માહીર છે. કોરોના મહામારી વચ્ચે પણ સુરત આ સાબિત કરી બતાવ્યું. સુરતની ફેશન ડીઝાઇન ડેવલોપમેન્ટ સેન્ટર ફેશોનોવાએ સાડી પર પહેરી શકાય એવી વિશ્વની પહેલી PPE કીટ ડીઝાઇન કરી છે અને આ કીટને સિટ્રા દ્વારા સ્વીકૃતિ પણ મળી ગઇ છે. આ કીટ ને કોવીડ નારી કવચ નામ આપ્યું છે.

આ અંગે ફેશેનોવાના સંચાલક અંકિતા ગોયલે જણાવ્યું હતું કે, હાલ જે PPE કીટ કોરોના વોરિયર્સને આપવામાં આવે છે તે સાડી પર પહેરી શકાય એમ નથી, જ્યારે આપણા ત્યાં આજે પણ મોટાભાગની મહિલાઓ પછી તે મેડિકલ ફિલ્ડ માં પણ જોડાયેલી હોય તો પણ સાડી પહેરવાનું પસંદ કરતી હોય છે. હાલમાં જ કેરલ સરકારે કોવિડ કેર સ્ટાફ માટે પીપીઇ કીટ પહેરવા માટે ટીશર્ટ કે શર્ટ ફરજિયાત કરતા સાડી પહેરતા મહિલા કોવિડ સ્ટાફ મુશ્કેલીમાં મુકાયા હતા. ત્યારે ફેશોનોવા દ્વારા આ માટે આગળ વધવાનો નિર્ણય કરાયો અને સેન્ટર સાથે જોડાયેલા ફેશન ડિઝાઈનર સૌરવ મંડલે સાડી પર પહેરી શકાય તેવી કવેરોલ PPE કીટ ડીઝાઇન કરી છે. રોજની 5 હજાર કીટનું પ્રોડક્શન કરવામાં આવી રહ્યું છે. વધુમાં અનુપમ ગોયલે કહ્યું હતું કે અત્યાર સુધી સુરત માત્ર ટેક્સટાઇલ હબ તરીકે જ જાણીતું છે, પણ હવે ડિઝાઈનીગ અને ક્રીએશન ક્ષેત્રે પણ આગળ વધી રહ્યું છે, સાડી પર પહેરી શકાય તેવી PPE કીટ આ તેનું ઉદાહરણ છે.

About The Author

Top News

રાહુલ ગાંધી-પ્રિયંકા ગાંધીને કસ્ટડીમાં લેતા દિલ્હી પોલીસને પરસેવો આવી ગયો, જંતર-મંતર પર ન જવા દીધા, સાંસદોને માર્યા હોવાનો પોલીસ પર આરોપ

ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગને લઈને જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી...
Politics 
રાહુલ ગાંધી-પ્રિયંકા ગાંધીને કસ્ટડીમાં લેતા દિલ્હી પોલીસને પરસેવો આવી ગયો, જંતર-મંતર પર ન જવા દીધા, સાંસદોને માર્યા હોવાનો પોલીસ પર આરોપ

અનામતની તરફેણમાં છો કે વિરુદ્ધમાં? AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આપ્યો જવાબ

તાજેતરમાં જ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ સાગબારામાં એક કાર્યક્રમ દરમિયાન અનામતને લઈને નિવેદન આપ્યું હતું કે, 'અનામત કોઈ મહેરબાની...
Gujarat 
અનામતની તરફેણમાં છો કે વિરુદ્ધમાં? AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આપ્યો જવાબ

સુરતમાં તો જેલમાં પણ કેદીઓને મજા છે, મોબાઈલ ફોન વાપરે છે, લાજપોર જેલમાં 11 એન્ડ્રોઇડ ફોન મળ્યા

સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં હોટેલ જેવી સુવિધા અને ગેરકાયદેસર ગોરખધંધા સામે વડી કચેરીએ લાલ આંખ કરી છે. અમદાવાદની સ્પેશિયલ જેલ...
Gujarat 
સુરતમાં તો જેલમાં પણ કેદીઓને મજા છે, મોબાઈલ ફોન વાપરે છે, લાજપોર જેલમાં 11 એન્ડ્રોઇડ ફોન મળ્યા

સવારે કૂચ, સાંજે ધરણા અને રાત્રે અટકાયત અને FIR... રાહુલના મેગા વિરોધ પ્રદર્શનમાં શું-શું થયું?

દિલ્હી પોલીસે રાત્રે લગભગ 8 વાગ્યે નવી દિલ્હીના આકાશવાણી ભવન ખાતેથી વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની અટકાયત કરી...
Politics 
સવારે કૂચ, સાંજે ધરણા અને રાત્રે અટકાયત અને FIR... રાહુલના મેગા વિરોધ પ્રદર્શનમાં શું-શું થયું?
Copyright (c) Khabarchhe All Rights Reserved.