વર્ષે 1.15 કરોડ રૂપિયાવાળી સેલેરી માટેની નોકરીની જાહેરાત, 30 રજા પણ મળશે

એક્ઝિક્યુટિવ ડાયરેક્ટરની પોસ્ટ પર નોકરી મેળવનાર ઉમેદવારોનો વાર્ષિક પગાર આશરે 138,996 US ડૉલર એટલે કે ભારતીય ચલણમાં 1.15 કરોડ રૂપિયા હશે. આ સિવાય 30 દિવસની વાર્ષિક રજા, ફેમિલી એલાઉન્સ, મેડિકલ ઇન્શ્યોરન્સ અને પેન્શન સ્કીમ જેવા લાભો પણ સામેલ છે.

શિક્ષણ મંત્રાલયની સત્તાવાર વેબસાઈટ પર 1 કરોડ 15 લાખ રૂપિયાથી વધુના પગારવાળી નોકરીઓ માટે સૂચના બહાર પાડવામાં આવી છે. નેચરલ સાયન્સ સેક્ટરની સાયન્સ વર્લ્ડ એકેડમી (TWAS)માં એક્ઝિક્યુટિવ ડિરેક્ટરની પોસ્ટ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. યુનેસ્કો દ્વારા આ પદ પર નીકાળેલી આ પોસ્ટ માટે તેની નિયુક્તિ ઇટાલીના ટ્રીસ્ટે શહેરમાં કરવામાં આવશે.

એક્ઝિક્યુટિવ ડાયરેક્ટરની પોસ્ટ પર નોકરી મેળવનાર ઉમેદવારોનો વાર્ષિક પગાર આશરે 138,996 US ડૉલર એટલે કે 1.15 કરોડ રૂપિયા હશે. યુનેસ્કો એક વ્યાપક પગાર પેકેજ ઓફર કરે છે, જેમાં 30 દિવસની વાર્ષિક રજા, કુટુંબ ભથ્થું, તબીબી વીમો અને પેન્શન યોજના જેવા લાભોનો સમાવેશ થાય છે. તમારે એ ધ્યાનમાં રાખવાનું છે કે, કરારનો સમયગાળો બે વર્ષનો છે.

રસ ધરાવતા ઉમેદવારો યુનેસ્કો કારકિર્દી પોર્ટલ દ્વારા તેમની અરજીઓ ઑનલાઇન સબમિટ કરી શકે છે. જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ, લાયક ઉમેદવારો 3 જાન્યુઆરી, 2024 સુધી જ અરજી સબમિટ કરી શકે છે. અરજી કરવા માટે કૃપા કરીને યુનેસ્કો કારકિર્દી વેબસાઇટની મુલાકાત લો. સબમિટ કરેલી અરજીમાં કોઈ સુધારો કરી શકાશે નહીં.

TWASમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર માટે, ઉમેદવારને નેચરલ સાયન્સમાં PHD હોવી આવશ્યક છે. વધુમાં, આંતરરાષ્ટ્રીય સ્તરે વૈજ્ઞાનિક સંશોધન અને વહીવટમાં ઓછામાં ઓછા 15 વર્ષનો વ્યાવસાયિક કાર્ય અનુભવ હોવો જોઈએ, માનવ સંસાધન અને નાણાં વ્યવસ્થાપનમાં અનુભવ સાથે વૈજ્ઞાનિક વાતાવરણમાં પ્રદર્શિત નેતૃત્વનો અનુભવ, સરકાર અથવા ખાનગી ક્ષેત્રમાં, આંતરરાષ્ટ્રીય ભંડોળ અને તકનીકી સહાયક સંસ્થાઓ અને એજન્સીઓમાં કામનો અનુભવ હોવો આવશ્યક છે. ઉમેદવારને અંગ્રેજી ભાષા (બોલવાનું અને લખવાનું)નું પણ સારું જ્ઞાન હોવું જોઈએ.

લાયકાત ધરાવતા અરજદારોનું મૂલ્યાંકન ખાલી જગ્યાની સૂચનામાંના માપદંડો પર આધારિત છે, અને તેમાં પરીક્ષણો અને/અથવા મૂલ્યાંકનો તેમજ સક્ષમતા-આધારિત ઇન્ટરવ્યૂનો સમાવેશ થઈ શકે છે. યુનેસ્કો વિડિયો અથવા ટેલિકોન્ફરન્સ, ઈ-મેલ વગેરેનો ઉપયોગ કરીને ઉમેદવારોનું મૂલ્યાંકન અને એવ્યુલૈશન કરે છે. મહેરબાની કરીને તમે ધ્યાન રાખજો કે માત્ર પસંદ કરેલા ઉમેદવારોનો જ આગળ વધુમાં સંપર્ક કરવામાં આવશે અને અંતિમ પસંદગીના તબક્કે ઉમેદવારોને આપવામાં આવેલી માહિતીના આધારે સંદર્ભ તપાસો હાથ ધરવામાં આવશે.

About The Author

Top News

કેએલ રાહુલની વિસ્ફોટક ઇનિંગથી સંજીવ ગોએન્કાનું મોઢું ફૂલ્યું, મેચ બાદ રાહુલે ઉદાસીનતાથી હેન્ડસેક કર્યો, વીડિયો વાયરલ

IPL 2025મા કેએલ રાહુલનું શાનદાર પ્રદર્શન ચાલુ છે. ગત સીઝન સુધી લખનૌ સુપર જાયન્ટ્સ (LSG)નો હિસ્સો રહેલા...
Sports 
કેએલ રાહુલની વિસ્ફોટક ઇનિંગથી સંજીવ ગોએન્કાનું મોઢું ફૂલ્યું, મેચ બાદ રાહુલે ઉદાસીનતાથી હેન્ડસેક કર્યો, વીડિયો વાયરલ

તમારા Please અને Thank Youને કારણે ચેટ GPTને થઇ રહ્યું છે અબજોનું નુકસાન!

Please, Thank You અને Sorryએ ત્રણ શબ્દો આપણા જીવનનો એક ભાગ બની ગયા છે. આ વાત તમને કડવી જ...
Tech & Auto 
તમારા Please અને Thank Youને કારણે ચેટ GPTને થઇ રહ્યું છે અબજોનું નુકસાન!

બંને લીગોની તુલના કંઈ રીતે કરવી? PSLના ટોપ-10 ખેલાડીઓ જેટલી તો કોહલી એકલાની જ સેલેરી છે

T20 ક્રિકેટ લીગની વાત જ્યારે પણ આવે છે, ત્યારે સૌથી પહેલું નામ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)નું આવે...
Sports 
બંને લીગોની તુલના કંઈ રીતે કરવી? PSLના ટોપ-10 ખેલાડીઓ જેટલી તો કોહલી એકલાની જ સેલેરી છે

ચીન 60 વર્ષ આગળ, શું કહીને આ ભારતીય કંપનીના CEOએ ‘હોલિડે કલ્ચર’ પર ઉઠાવ્યા સવાલ

ક્લીનરૂમ્સ કન્ટેનમેન્ટ્સના સંસ્થાપક અને CEO રવિકુમાર તુમ્મલાચર્લાએ એપ્રિલમાં રજાઓની લિસ્ટ લિંક્ડઇન પર શેર કરી છે. તેમણે દેશની સાર્વજનિક રજાના કેલેન્ડર...
ચીન 60 વર્ષ આગળ, શું કહીને આ ભારતીય કંપનીના CEOએ ‘હોલિડે કલ્ચર’ પર ઉઠાવ્યા સવાલ
Copyright (c) Khabarchhe All Rights Reserved.