આ જગ્યાએ શિક્ષકોની નોકરીઓ પર લટકી તલવાર, 2006ના 'ભેદભાવ'થી મચ્યો હાહાકાર

વર્ષ 2006માં ગ્રાન્ટ ઇન એડ પર લેવામાં આવેલા 1000 જુનિયર હાઇ સ્કૂલોના શિક્ષકોને સેલેરી આપવાના મામલે તત્કાલિન અધિકારીઓએ દ્વારા બેવડા માપદંડો અપનાવવાને કારણે સેલેરી મેળવી રહેલા તાલીમ પામેલા શિક્ષકોની નોકરી જોખમમાં પડી શકે છે. ગ્રાન્ટ લિસ્ટમાં લેવા અગાઉ આ શાળાઓમાં ભણાવી રહેલા 322 શિક્ષકો જેવી લાયકાત ધરાતા હોવા છતા પગાર ન ચૂકવવાના કારણે સવાલોના ઊભા થઇ રહ્યા છે. શિક્ષકોને પગાર ન મળવાના કેસની સુનાવણી કરી રહેલી ઉત્તર પ્રદેશ વિધાન પરિષદ નાણાકીય અને પ્રશાસકીય વિલંબ સમિતિએ પગાર ન ચૂકવવાનું કારણ પૂછ્યું છે.

Bride1
telanganatoday.com

વર્ષ 2006માં પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક (જુનિયર હાઇસ્કૂલ)માં શિક્ષક ભરતી માટે B.Ed તાલીમની લાયકાત નહોતી. BTC કે સમકક્ષ લાયકાત માન્ય હતી. આમ છતા, ગ્રાન્ટ લિસ્ટમાં લેવામાં આવેલી 1000 શાળાઓમાં મોટી સંખ્યામાં જે શિક્ષકોને નિયમિત કરીને પગારના આદેશો આપવામાં આવ્યા, તેઓ B.Ed ટ્રેનિંગ પામેલા કે સમકક્ષ હતા. એવામાં સમિતિએ પૂછ્યું છે કે, કયા આધારે 322 શિક્ષકોને પગાર ન આપવામાં આવ્યો, જ્યારે એજ આધાર પર ઘણા શિક્ષકોને પગાર આપવામાં આવ્યો હતો.

Teacher
cer.co.uk

શિક્ષણ નિયામક મંડળ તમામ 75 જિલ્લાઓમાંથી આંકડા એકત્રિત કરી રહ્યું છે કે કેટલા શિક્ષકોને પગાર ચૂકવવામાં આવી રહ્યો છે અને કેટલાને નથી. અત્યાર સુધી, 29 જનપદના જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓએ શિક્ષણ નિયામક પ્રયાગરાજને જણાવ્યું નથી કે કેટલા શિક્ષકોને પગાર મળી રહ્યો છે અને કેટલાને નથી. જવાબ મળવાના ક્રમમાં, 322 શિક્ષકોને પગાર આપવા કે પગાર મેળવી રહેલા  B.Edના તાલીમાર્થીઓના પગારને રોકવાને લઈને કોઈ નિર્ણય લઈ શકાય છે.

Related Posts

Top News

તિરંગા યાત્રાથી ઓપરેશન સિંદૂરનું ગર્વ ભાજપે લીધું પણ કોંગ્રેસ અને અન્ય પક્ષો કેમ બેઠા રહ્યા?

(ઉત્કર્ષ પટેલ) ભારતીય સેનાએ 'ઓપરેશન સિંદૂર' દ્વારા આતંકવાદ સામે સફળ કાર્યવાહી કરી જેમાં પહેલગામ હુમલાનો બદલો લેવાયો અને...
Opinion 
તિરંગા યાત્રાથી ઓપરેશન સિંદૂરનું ગર્વ ભાજપે લીધું પણ કોંગ્રેસ અને અન્ય પક્ષો કેમ બેઠા રહ્યા?

શું ભાજપના દાવથી ફરી એકવાર દેશમાં મંડલ રાજનીતી શરૂ થશે?

જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીનો મુદ્દો દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે. ભાજપ, જે અગાઉ મંડલ રાજનીતિનો વિરોધ કરતુ હતું તેણે...
Politics 
શું ભાજપના દાવથી ફરી એકવાર દેશમાં મંડલ રાજનીતી શરૂ થશે?

ભાવેશ રોજિયા: ગુજરાત પોલીસનું ગૌરવ, ગુનેગારો માટે સંકટ

(ઉત્કર્ષ પટેલ) ગુજરાત પોલીસના ઇતિહાસના અનેક એવા અધિકારીઓનું નામ સુવર્ણ અક્ષરે લખાયેલું છે જેમણે પોતાની નિષ્ઠા, હિંમત અને બાહોશ...
Opinion 
ભાવેશ રોજિયા: ગુજરાત પોલીસનું ગૌરવ, ગુનેગારો માટે સંકટ

દ.ગુ.ના બિલિમોરાના એક છોકરાએ ડોમેઇન ચેટGPTને 126 કરોડમાં વેચ્યું

દક્ષિણ ગુજરાતના એક નાનકડા ટાઉન બિલીમોરામાં સામાન્ય પરિવારમાં ઉછરેલો એક છોકરો આજે સફળતાના શિખરો પર પહોંચી ગયો છે. તેણે Chat.Com ...
Tech and Auto 
દ.ગુ.ના બિલિમોરાના એક છોકરાએ ડોમેઇન ચેટGPTને 126 કરોડમાં વેચ્યું
Copyright (c) Khabarchhe All Rights Reserved.