હીટવેવથી બાળકોને બચાવવા શિક્ષણ વિભાગે રાજ્યની તમામ શાળાઓને આ સૂચના આપી

ગુજરાતમાં છેલ્લાં કેટલાંક દિવસોથી આકરી ગરમી પડી રહી  છે, હીટવેવની સ્થિતિ છે. ભયંકર ગરમી અને લૂથી લોકો પરેશાન છે. કેટલાક વિસ્તારોમાં તાપમાન 45 ડીગ્રી સુધી પહોંચી ગયું છે. હવામાન વિભાગ સતત હીટવવેનું એલર્ટ આપી રહ્યું છે.

 આ વાતને ધ્યાનમાં રાખીને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ તમામ જિલ્લા શિક્ષણ અધિકારી અને શાળાઓને પરિપત્ર મોકલ્યો છે અને વિદ્યાર્થીઓની કાળજી લેવા કહેવામાં આવ્યું છે. પાનસેરિયાએ કહ્યું છે કે, હીટવેવને ધ્યાનમાં રાખીને તમામ શાળા સંચાલકો તેમની વિવેક બુદ્ધિ પ્રમાણે શાળાના સમયમાં ફેરફાર કરે. શિક્ષકો બાળકોને હીટવેવ, તેના કારણો અને ઉપાયો વિશે સમજ આપે. મેદાનમાં હમણા રમતો બંધ રાખે. ઓપન એર કલાસ ચાલુ ન રાખે અને બાળકો પુરતુ પાણી પીતા રહે તેનું ધ્યાન આપે.

About The Author

Related Posts

Top News

છોડ વાવવામાં આટલી ઉતાવળ શા માટે કરાઈ? અધિકારીઓને ઘરે ભેગા કરો, જમીનના કેસને લઇને હાઇ કોર્ટ કડક

બનાસકાંઠાથી સાયબાભાઈ ડુંગાસિયા સામે ડિસેમ્બર મહિનામાં અંબાજી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદ BNS અને ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી...
Gujarat 
છોડ વાવવામાં આટલી ઉતાવળ શા માટે કરાઈ? અધિકારીઓને ઘરે ભેગા કરો, જમીનના કેસને લઇને હાઇ કોર્ટ કડક

વૈભવ સૂર્યવંશી રાજસ્થાન રોયલ્સથી કેમ છે નારાજ

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026માં શાનદાર શરૂઆત કરનાર 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી હવે રાજસ્થાન રોયલ્સની (RR)ની...
Sports 
વૈભવ સૂર્યવંશી રાજસ્થાન રોયલ્સથી કેમ છે નારાજ

ઈરાન યુદ્ધની ભારતના ઓટો ઉદ્યોગ પર મોટી અસરનો ભય, કાર ઉત્પાદન પર પડી શકે અસર

ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધ અને પશ્ચિમ એશિયાના તણાવના કારણે ભારતના ઓટો ઉદ્યોગને ટૂંકા ગાળામાં પડકારોનો સામનો કરવો પડી શકે...
Tech and Auto 
ઈરાન યુદ્ધની ભારતના ઓટો ઉદ્યોગ પર મોટી અસરનો ભય, કાર ઉત્પાદન પર પડી શકે અસર

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 15-04-2026 વાર- બુધવાર મેષ -  પાણીજન્ય રોગમાં ધ્યાન રાખવું,  બચતની ચિંતા છોડી પુષ્કળ ભક્તિમાં આજે હનુમાનજીને મીઠી વસ્તુ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.