- Tech and Auto
- Acerની સ્માર્ટફોન માર્કેટમાં વાપસી, લોન્ચ કર્યા 2 ફોન, જાણી લો કિંમત
Acerની સ્માર્ટફોન માર્કેટમાં વાપસી, લોન્ચ કર્યા 2 ફોન, જાણી લો કિંમત

Acer એ ભારતીય સ્માર્ટફોન બજારમાં પુનરાગમન કર્યું છે. આમ તો આ બ્રાન્ડ ભારતમાં ઇન્ડકલ ટેકનોલોજી મેનેજ કરે છે. કંપનીએ ભારતમાં બે નવા સ્માર્ટફોન Super ZX અને Super ZX Pro લોન્ચ કર્યા છે.બ્રાન્ડે આ ફોન્સ પાવરફુલ ફિચર્સ સાથે આક્રમક કિંમતો પર લોન્ચ કર્યા છે.
સુપર ઝેડએક્સ પ્રો વિશે વાત કરીએ તો, તેમાં મીડિયાટેક ડાયમેન્સિટી 7400 પ્રોસેસર છે. ફોનમાં 50MP મુખ્ય લેન્સ સાથે OIS કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. બ્રાન્ડે તેની કિંમત એકદમ કોમ્પિટેટિવ રાખી છે. આવો જાણીએ તેની કિંમત અને અન્ય વિગતો.

કેટલી છે કિંમત?
Acer Super ZX ને કંપનીએ 9,990 રૂપિયામાં લોન્ચ કર્યો છે. તો પ્રો વેરિઅન્ટની કિંમત 17,990 રૂપિયાથી શરૂ થાય છે. આ સ્માર્ટફોન 25 એપ્રિલથી વેચાણ માટે ઉપલબ્ધ થશે. આ બંને સ્માર્ટફોન એમેઝોન પરથી ખરીદી શકાય છે. ફોન પર નો-કોસ્ટ EMI વિકલ્પ પણ ઉપલબ્ધ હશે. આના પર બેંક ઑફર્સ અને એક્સચેન્જ બોનસ પણ ઉપલબ્ધ હશે, પરંતુ તે હજુ સુધી જાહેર કરવામાં આવ્યા નથી.
શું છે સ્પેસિફિકેશન્સ?
સુપર ઝેડએક્સમાં 6.8-ઇંચની IPS LCD ડિસ્પ્લે છે, જે ફુલ HF+ રિઝોલ્યુશન સાથે આવે છે. સ્માર્ટફોન મીડિયાટેક ડાયમેન્સિટી 6300 પ્રોસેસર પર કામ કરે છે. તેમાં 8GB RAM + 128GB સ્ટોરેજ આપવામાં આવી છે. હેન્ડસેટમાં 64MP પ્રાઇમરી કેમેરા, 2MP મેક્રો કેમેરા અને 2MP ડેપ્થ કેમેરા છે.
ફ્રન્ટમાં કંપનીએ 13MP સેલ્ફી કેમેરા આપ્યો છે. ફોનને પાવર આપવા માટે 5000mAh બેટરી આપવામાં આવી છે. સિક્યોરિટી માટે સાઇડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર ઉપલબ્ધ છે.

તો પ્રો વેરિઅન્ટ વિશે વાત કરીએ તો, સુપર ઝેડએક્સ પ્રોમાં 6.7-ઇંચની AMOLED ડિસ્પ્લે હશે, જે 120Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. આ સ્માર્ટફોન મીડિયાટેક ડાયમેન્સિટી 7400 પ્રોસેસર પર કામ કરે છે. તેમાં 8GB RAM + 128GB સ્ટોરેજ હશે.
ફોનમાં OIS સપોર્ટ સાથે 50MP પ્રાઇમરી કેમેરા, 5MP અલ્ટ્રા વાઇડ એંગલ લેન્સ અને 2MP મેક્રો લેન્સ હશે. ફ્રન્ટ પર 13MP સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે. ડિવાઈઝ 5000mAh બેટરી સાથે આવે છે.
Related Posts
Top News
પાકિસ્તાન સાથે 'નો ક્રિકેટ' એશિયા કપનો હિસ્સો નહીં બને ભારતીય ટીમ, BCCIનો મોટો નિર્ણય
CJIએ અધિકારીઓને ખખડાવ્યા તો પોલીસ કમિશનર અને ચીફ સેક્રેટરી આગામી કાર્યક્રમમાં દોડતા પહોંચ્યા
ધ્રૂવ રાઠી સામે ફરિયાદ, શીખ ગુરુઓનો AIના ઉપયોગથી વીડિયો બનાવ્યો
Opinion
