બીગ બી આ શહેરમાં જમીન ખરીદવા મંડ્યા છે, ખરીદ્યો ચોથો પ્લોટ!, કિંમત જાણીને નવાઈ લાગશે

બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચનના ખાતામાં ઘણી મોટી ફિલ્મો છે. પરંતુ ફિલ્મ કરતાં વધુ, તેઓ હાલમાં વૈભવી મિલકત પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. તેઓ અયોધ્યાના રિયલ એસ્ટેટ વ્યવસાયમાં સતત પોતાની હાજરી વધારી રહ્યા છે. બિગ Bએ ફરી એકવાર અયોધ્યાના લક્ઝરી મિલકત બજારમાં રોકાણ કર્યું છે. નવા અહેવાલ મુજબ, તેમણે અયોધ્યામાં ચોથો પ્લોટ ખરીદ્યો છે, જે લગભગ 25,000 ચોરસ ફૂટમાં ફેલાયેલો છે.

મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, અમિતાભ બચ્ચને જે પ્રીમિયમ જમીન ખરીદી છે તે સરયુ નજીક છે. આ એક ઉચ્ચ સ્તરીય વિકાસ છે, જેમાં તેમણે પહેલાથી જ 14.5 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. રામ મંદિરના નિર્માણ પછી, આ વિસ્તાર ઝડપથી રિયલ એસ્ટેટ હબ બની રહ્યો છે. હકીકતમાં, તેમના ચોથા પ્લોટની કિંમત 40 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

Amitabh-Bachchan2
livehindustan.com

અમિતાભ બચ્ચને આ પહેલા પણ અયોધ્યા શહેરમાં રોકાણ કર્યું છે. જ્યારે અભિનેતાએ નિર્માતા આનંદ પંડિતની માલિકીની રિયલ એસ્ટેટ ફર્મમાં લગભગ 10-10 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. જોકે, બિગ Bએ રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા જ રોકાણ કરી ચુક્યા છે. જેમાં 5,372 ચોરસ ફૂટનો પ્લોટ પણ સામેલ છે, જે 4.54 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો. આ સાથે, તેમનો રસ અયોધ્યાના રિયલ એસ્ટેટ માર્કેટમાં જોવા મળ્યો છે.

હકીકતમાં, વર્ષ 2025માં બીજો એક અહેવાલ પ્રકાશિત થયો હતો. જેમાંથી જાણવા મળ્યું હતું કે બિગ Bએ રામ મંદિરથી 10 કિલોમીટર દૂર સ્થિત જગ્યાએ 54,000 ચોરસ ફૂટનો પ્લોટ ખરીદ્યો હતો. જે હરિવંશ રાય બચ્ચન ટ્રસ્ટના નામે ખરીદવામાં આવ્યો હતો. તે જમીન પર તેમના પિતાનું સ્મારક બનાવવાની યોજના છે.

Amitabh-Bachchan1
timesnowhindi.com

માત્ર અમિતાભ બચ્ચન જ નહીં, પરંતુ પુત્ર અભિષેક બચ્ચને પણ રોકાણ કર્યું છે. અયોધ્યાની બહાર રિયલ એસ્ટેટ પોર્ટફોલિયોનો સતત વિસ્તાર કરવામાં આવી રહ્યો છે. વર્ષ 2023માં, અમિતાભ અને પુત્ર અભિષેક બચ્ચને મળીને 25 કરોડ રૂપિયાના 10 એપાર્ટમેન્ટ ખરીદ્યા હતા.

ગયા વર્ષે રાજ્યસભામાં પોતાની ઘોષણા દરમિયાન, જયા બચ્ચને કહ્યું હતું કે, બંનેની કુલ સંપત્તિ 1,578 કરોડ રૂપિયા છે. સ્થાવર સંપત્તિ 729.77 કરોડ રૂપિયા છે અને જંગમ સંપત્તિ 849.11 કરોડ રૂપિયા છે. જોકે, સતત રોકાણ પછી તેમાં વધારો થવાની ધારણા છે. જ્યારે અમિતાભ બચ્ચન પણ સતત કામ કરી રહ્યા છે. TV હોય કે બોલીવુડ, બિગ Bની હજુ પણ ખુબ માંગ છે.

Related Posts

Top News

સચિનના ટેસ્ટ રનનો વર્લ્ડ રેકોર્ડ તોડવા જો રુટને આટલો સમય લાગશે, સમજો આખું ગણિત

ઇંગ્લેન્ડનો સ્ટાર ટેસ્ટ બેટ્સમેન જો રૂટ હાલમાં રન અને સદીઓનો વરસાદ કરી રહ્યો છે. જો રૂટે અત્યાર સુધીમાં 157 ટેસ્ટ...
Sports 
સચિનના ટેસ્ટ રનનો વર્લ્ડ રેકોર્ડ તોડવા જો રુટને આટલો સમય લાગશે, સમજો આખું ગણિત

લારી પર ફૂલ વેચનારાને મળી 52 લાખની નોટિસ

કર્ણાટક વાણિજ્યિક કર વિભાગે એક ફૂલ વિક્રેતાને નોટિસ મોકલી છે જે લારી પર ફૂલો વેચે છે, કારણ કે અધિકારીઓને...
National 
લારી પર ફૂલ વેચનારાને મળી 52 લાખની નોટિસ

શાળા તો ન બનાવી શક્યા, પરંતુ VIP માટે રસ્તો ઝડપથી બનાવી દીધો, અધિકારીઓ બન્યા અસંવેદનશીલ!

રાજસ્થાનના ઝાલાવાડમાં એક સરકારી શાળાની છત તૂટી પડવાથી અત્યાર સુધીમાં સાત બાળકોના મોત થયા છે. જ્યારે 28 બાળકો ઘાયલ થયા...
National 
શાળા તો ન બનાવી શક્યા, પરંતુ VIP માટે રસ્તો ઝડપથી બનાવી દીધો, અધિકારીઓ બન્યા અસંવેદનશીલ!

'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોકડ નાણાંને ખતરો કેમ ગણાવી રહ્યા છે, આપી ચેતવણી

અમેરિકન રોકાણકાર રોબર્ટ કિયોસાકીએ શુક્રવારે (25 જુલાઈ) રોકાણકારો માટે ચેતવણી સંદેશ શેર કર્યો અને તેમને ETF ખરીદવા વિનંતી કરી. ...
Business 
 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોકડ નાણાંને ખતરો કેમ ગણાવી રહ્યા છે, આપી ચેતવણી
Copyright (c) Khabarchhe All Rights Reserved.