- Entertainment
- અરિજીત સિંહે પ્લેબેક સિંગર તરીકે નિવૃત્તિ લીધી, હવે ફિલ્મો માટે નહીં ગાય
અરિજીત સિંહે પ્લેબેક સિંગર તરીકે નિવૃત્તિ લીધી, હવે ફિલ્મો માટે નહીં ગાય
ભારતીય સંગીત જગતમાંથી એવા સમાચાર આવ્યા છે જેણે લાખો ફેન્સના દિલ તોડી નાખ્યા છે. પોતાના અવાજથી બધાને મોહિત કરનારા ગાયક અરિજીત સિંહે પ્લેબેક સિંગિંગ છોડી દેવાનો મોટો નિર્ણય લીધો છે. અરિજિતે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ ઇન્સ્ટાગ્રામ દ્વારા આ ચોંકાવનારા સમાચારની જાહેરાત કરી છે. અરિજિતે સ્પષ્ટતા કરી કે તે હવે કોઈપણ નવી ફિલ્મો માટે ગીતો રેકોર્ડ નહીં કરે, જોકે તેણે ખાતરી પણ આપી કે તે સંગીતની દુનિયામાંથી પૂરી રીતે નિવૃત્તિ લઈ રહ્યો નથી.
ફેન્સને આશ્ચર્યચકિત કરતા અરિજિતે લખ્યું કે, ‘બધાને નવા વર્ષની શુભકામનાઓ. આટલા વર્ષો સુધી એક શ્રોતાના રૂપમાં મને આટલો પ્રેમ આપવા બદલ હું તમારા બધાનો આભાર માનું છું. મને જાહેરાત કરતા ખુશી થાય છે કે હવે હું પ્લેબેક સિંગર તરીકે કોઈ નવું અસાયમેન્ટ નહીં લઉં. હું અહીં રોકાઈ રહ્યો છું. આ સફર ખૂબ શાનદાર રહી છે અને ભગવાન તેમના પર ખૂબ મહેરબાન રહ્યા છે. તેણે પોતાને નાના કલાકાર ગણાવતા કહ્યું કે તે ભવિષ્યમાં સંગીતને વધુ નજીકથી શીખવા માંગે છે.’
https://www.instagram.com/p/DUBKkEzCFRG/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
ફેન્સ માટે રાહતની વાત એ છે કે અરિજીત સિંહ સંગીત બનાવવાનું બંધ નહીં કરે. તેણે સ્પષ્ટતા કરી કે તે પોતાના પ્રોજેક્ટ્સ અને સ્વતંત્ર સંગીત પર કામ કરવાનું ચાલુ રાખશે. અરિજિતે એ પણ સ્પષ્ટતા કરી કે તેની પાસે પહેલાથી જ કેટલાક પ્રોજેક્ટ્સ પાઇપલાઇનમાં છે જેને તે પૂરા કરશે. એટલે કે આ વર્ષે, ફેન્સને તેના કેટલાક ગીતો સાંભળવા મળશે, જે પહેલાથી જ રેકોર્ડ થઈ ચૂક્યા છે અથવા જેના પર કામ ચાલી રહ્યું છે.
તાજેતરમાં જ અરિજિત સિંહનું નવું ગીત રીલિઝ થયું હતું, જેનું ટાઇટલ છે ‘માતૃભૂમિ.’ આ ગીત સલમાન ખાનની આગામી ફિલ્મ ‘બેટલ ઓફ ગલવાન’નું છે, જેને તેણે શ્રેયા ઘોષાલ સાથે મળીને ગાયું છે. સંગીત હિમેશ રેશમિયાએ આપ્યું છે. આ ફિલ્મ 17 એપ્રિલે સિનેમાઘરોમાં રીલિઝ થવાની છે.

